Trending News
સ્થાનિક સમાચાર

પૂ. ઓધવરામજી મહારાજનું જીવનચરિત્ર પ્રેરણાનું સ્ત્રોત : ભૂપેન્દ્ર પટેલ 

29 April




નવ સંકલ્પ દ્વારા વિક્સિત ભારતનો સંકલ્પ ચરિતાર્થ કરવા સહભાગી બનવા ભાનુશાલી સમાજને કર્યું આહવાન


જખૌ ખાતે પૂ. ઓધવરામજી મહારાજના નૂતન મંદિર પ્રાણ ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ અને સુવર્ણ મહોત્સવમાં ઉપસ્થિત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વ્યક્ત કરી લાગણી : મુખ્યમંત્રીના હસ્તે ૧૦૧ નીરણ કેન્દ્રનો કરાયો પ્રારંભ : ૪ર કન્યાઓને અપાયું કન્યાદાન

સંત પરંપરાને આદર આપવાના મુખ્યમંત્રીના મૃદુ સ્વભાવની કચ્છી સંત પૂજય હરિદાસજી મહારાજે કરી પ્રશંસા 





ભુજ : કચ્છની ધરા એ સંતો - મહાપુરૂષોની ભૂમિ છે. કચ્છી સંત પૂ. ઓધવરામજી મહારાજે સમાજ ઉત્થાન માટે કરેલા કાર્યો આજે પણ લોકોનું માર્ગદર્શન કરી રહ્યા છે તેવું અબડાસા તાલુકાના જખૌ ખાતે પૂ. ઓધવરામજી મહારાજના નૂતન મંદિર પ્રાણ ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ અને સુવર્ણ મહોત્સવમાં ઉપસ્થિત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું. કચ્છી સંત પૂ. હરિદાસજી મહારાજની પ્રેરણાથી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, કચ્છી ભાનુશાલી દેશ મહાજન, જખૌ ભાનુશાલી મહાજન અને અખિલ ભારતીય હરિઓમ પરિવારના ઉપક્રમે આયોજીત ધર્મોત્સવમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય મળ્યું તે બદલ મુખ્યમંત્રીશ્રીએ રાજીપો વ્યક્ત કર્યો હતો. તેમણે ભાનુશાલી સમાજની મહેનત, સમર્પણ, સાહસવૃત્તિ અને સેવા પારાયણતાની સરાહના કરી હતી. તેમણે સમાજરત્ન ક્રાંતિગુરૂ પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા સહિત સમાજના મહાનુભાવોએ રાષ્ટ્ર માટે કરેલા સમર્પણને યાદ કર્યા હતા. સમાજના જીવદયા અને માનવસેવાના કાર્યો અન્ય સમાજ માટે પથદર્શક છે. પ્રાણ ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ જેવા ધાર્મિક કાર્યક્રમોથી સામાજિક સંગઠન વધુ મજબૂત થતું હોવાની લાગણી વ્યક્ત કરી હતી. 
સીએમ પટેલે પોતાના ઉદ્દબોધનની શરૂઆત હિંગલાજ માતાજી, પૂ. ઓધવરામજી મહારાજ, પૂ. વાલરામજી મહારાજના જયઘોષથી કરી હતી. કચ્છીજનોને કચ્છી બોલીમાં રામ રામ કર્યા હતા. પૂ. હરિદાસજી મહારાજની પ્રેરણાથી ૧૦૦ ગામોમાં ઘાસચારાની વ્યવસ્થા કરાઈ હોવા અંગે ખુશી વ્યક્ત કરી હતી. સાથે જ પરશુરામ જયંતીની શુભેચ્છાઓ પાઠવી હતી. 
પૂ. ઓધવરામજી મહારાજે છૂત- અછૂતના ભેદ દૂર કરી સામાજિક સમરસતાનો સંદેશ આપ્યો છે. તે રીતે જ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ સર્વેના વિકાસના મંત્ર અપનાવ્યો છે. સાથે વિકાસની યાત્રામાં પ્રકૃતિની રક્ષાની ચિંતા સેવી છે. આઝાદી પછીના અમૃતકાળમાં વડાપ્રધાને વિકસીત ભારતનો સંકલ્પ કર્યો છે તેમાં આપણે સૌ જોડાઈએ તેવું આહવાન કર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કચ્છવાસીઓ પાણીની અગત્યતા જાણે છે. વરસાદનું પાણી સંગ્રહ કરવાની દિશામાં પ્રયાસો કર્યા, વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવા અનુરોધ કર્યો હતો. સાથે સ્વચ્છતાને જન જનનો સ્વભાવ બને તેવી લાગણી વ્યક્ત કરી હતી. કચ્છીજનો શાલ વડે સન્માન કરે છે તેની પાછળ વડાપ્રધાન મોદીના વોકલ ફોર લોકલનો મંત્ર ચરિતાર્થ થાય છે. સમાજના ખેડૂત મિત્રોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન કર્યું હતું. ગરીબોના ઉત્થાન માટે ભાનુશાલી સમાજ પ્રથમ નંબરે હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. તે રીતે જ વડાપ્રધાન મોદીએ દરેક યોજનાઓ ગરીબો અને વંચિતોને ધ્યાને રાખી બનાવી છે ત્યારે આ યોજનાઓના લાભ જન જન સુધી પહોંચાડવા સમાજ સહભાગી બને તેવી હાકલ કરી હતી. નવ સંકલ્પ દ્વારા વિક્સિત ભારતનો સંકલ્પ ચરિતાર્થ કરવા સહભાગી બનવા ભાનુશાલી સમાજને આહવાન કર્યું હતું.
આ વેળાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ૧૦૧ નિરણ કેન્દ્રનો પ્રારંભ કરાવાયો હતો. મુખ્યમંત્રીશ્રીએ આ ધર્મોત્સવ અન્વયે આયોજીત સમૂહલગ્નોત્સવમાં પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહેલા યુગલોને આશિર્વાદ અને શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રી હસ્તે ૪ર કન્યાઓને કન્યાદાન અપાયું હતું. આ પૂર્વે જખૌ તિર્થધામ ખાતે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મંદિરે દર્શનનો લાભ લીધો હતો. કચ્છી સંત પૂ. હરિદાસજી મહારાજ અને સમાજના આગેવાનોએ મુખ્યમંત્રીશ્રીને આવકાર આપ્યો હતો. મંદિરે દર્શન બાદ મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિતોનું અભિવાદન કર્યું હતું. 
સમારોહ સ્થળે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું કચ્છી સંત પૂજય હરિદાસજી મહારાજ અને દેશ મહાજનના આગેવાનો દ્વારા કચ્છી પરંપરા અનુસાર સન્માન કરાયું હતું. મુખ્યમંત્રી ઉપરાંત સાંસદ વિનોદભાઈ ચાવડા અને જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ અને તમામ ધારાસભ્યોનું સમાજના આગેવાનો કનૈયાભાઈ શેઠ, પઠાઈભાઈ, સેવા સમાજના પ્રમુખ હર્ષદભાઈ મંગેના હસ્તે સન્માન કરાયું હતું. 
કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ પોતાના ઉદ્દબોધનમાં ત્રિ-દિવસીય ધર્મોત્સવમાં ઉપસ્થિત  રહેવાની તક મળી તે બદલ પોતાની જાતને સદભાગી ગણાવી હતી. ગત રાત્રીએ માતૃશક્તિના થયેલા દર્શનનો સવિશેષ ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત ધર્મોત્સવ સાથે સમૂહલગ્નના આયોજનની સરાહના કરી હતી. ભાનુશાલી સમાજ પોતાની માતૃભૂમિથી હંમેશા જોડાયેલો રહ્યો છે. કર્મ માટે દેશ - વિદેશમાં વસતા ભાનુશાલી મહાજનના લોકો ધર્મ માટે હંમેશા આગળ આવે છે, જેનો સાક્ષાત્કાર આજે જખૌમાં થઈ રહ્યો છે. આ તકે તેમણે દેશની આઝાદી માટે ભાનુશાલી સમાજ રત્ન ક્રાંતિગુરૂ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માને યાદ કર્યા હતા અને તેમના અસ્થિ વિદેશની ધરતીથી માદરે વતન વડાપ્રધાન મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે લાવ્યા હતા તે વાત કરી હતી. સાથે જ સર્વેને સ્મારક નિહાળવા વિનંતી કરી હતી. સાથે દેશના અન્ય વિસ્તારોમાં રહેતા ભાનુશાલી સમાજને સ્થાનિક મતદાર યાદીમાં નામ નોંધાવી સરહદના સાચા સંત્રી બનવા આહવાન કર્યું હતું. 
અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ પોતાના ઉદબોધનમાં આ ધર્મોત્સવને અબડાસા અને કચ્છ માટે સુવર્ણ અવસર ગણાવ્યો હતો. આ તકે અબડાસા વિધાનસભા વિસ્તારના વિકાસ માટે માતબર યોગદાન આપવા બદલ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. દેશના વડાપ્રધાન મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના યોગદાનથી કચ્છની ધરા નર્મદાથી નંદનવન બની છે. સરકારના સહયોગથી કચ્છ જિલ્લો વિકાસના પંથે અગ્રેસર થયો હોવાનું તેમણે જણાવ્યું હતું. અહિના તિર્થધામોના વિકાસ માટે સહયોગ બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. 
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ, કચ્છી સાંસદ વિનોદભાઈ ચાવડા, અબડાસા ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા, ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ, રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, માંડવી ધારાસભ્ય અનિરૂદ્ધભાઈ દવે, જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, જિલ્લા ભાજપ મહામંત્રીઓ ધવલ આચાર્ય, નરેન્દ્ર પ્રજાપતિ, અબડાસા તાલુકા પંચાયત પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, અબડાસા તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજા સહિત વિવિધ અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. 
કચ્છીસંત પૂ. હરિદાસજી મહારાજે આભારદર્શન કરતાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના વકતવ્યની પ્રશંસા કરી હતી. મૃદુભાષી મુખ્યમંત્રીને સાંભળવાએ એક લ્હાવો હોવાનું જણાવ્યું હતું. સંત પરંપરાને આદર આપવાના મુખ્યમંત્રીના સ્વભાવની પ્રશંસા કરી હતી. તેમણે મુખ્યમંત્રીને હરિદ્વારના કચ્છી આશ્રમની મુલાકાત લેવા નિમંત્રણ પાવ્યું હતું. 
કાર્યક્રમ સમિતિના પ્રમુખ હેમરાજભાઈ માવ અને તુલસીભાઈ દામા સહિત આગેવાનો અને કાર્યકરોની ટીમે કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. આ ટીમમાં જયેશભાઈ ભદ્રા, ગોવિંદભાઈ રવજી, શંકરલાલભાઈ ભાનુશાલી, સુરેશભાઈ મંગે, દિનેશભાઈ ચાંદ્રા, અનિલભાઈ ભાનુશાલી, પીયુષભાઈ ભાનુશાલી સહિત કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, કચ્છી ભાનુશાલી દેશ મહાજન, જખૌ ભાનુશાલી મહાજન અને અખિલ ભારતીય હરિઓમ પરિવારના સભ્યો સહયોગી બન્યા હતા. કાર્યક્રમમાં સમાજના વિવિધ અગ્રણીઓ રણછોડભાઈ નંદા, વલ્લભદાસ ભદ્રા, નરેશ ધનજી શેઠિયા, પ્રવીણચંદ્ર બાબુભાઈ પટેલ, સુનિલ ભાનુશાલી, શંભુરામ ધનજી માવ, રમેશ દામા, હેમરાજભાઈ માવ, હરિભાઈ કટારમલ, ભાવેશભાઈ મંગે, અશોકભાઈ મંગે, અશોકભાઈ ભાનુશાલી, હેમેનભાઈ ભદ્રા, શંભુભાઈ નંદા, નવીનભાઈ ગજરા, વિનોદભાઈ ભાનુશાલી, નવીનભાઈ ભાનુશાલી, રમીલાબેન ગજરા, પ્રવીણભાઈ દામા, ત્રિભુવનભાઈ મંગે, જેઠાલાલભાઈ ભદ્રા સહિત વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ મહિલા મંડળ, યુવા મડળના કાર્યકરોએ વ્યવસ્થા સંભાળી હતી. કાર્યક્રમનું સંચાલન પરેશ ભાનુશાલીએ અને આભારવિધિ જયેશભાઈ વડોરે કરી હતી. પૂ. ઓધવરામજી મહારાજે છૂત- અછૂતના ભેદ દૂર કરી સામાજિક સમરસતાનો સંદેશ આપ્યો છે. તે રીતે જ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ સર્વેના વિકાસના મંત્ર અપનાવ્યો છે. સાથે વિકાસની યાત્રામાં પ્રકૃતિની રક્ષાની ચિંતા સેવી છે. આઝાદી પછીના અમૃતકાળમાં વડાપ્રધાને વિકસીત ભારતનો સંકલ્પ કર્યો છે તેમાં આપણે સૌ જોડાઈએ તેવું આહવાન કર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કચ્છવાસીઓ પાણીની અગત્યતા જાણે છે. વરસાદનું પાણી સંગ્રહ કરવાની દિશામાં પ્રયાસો કર્યા, વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવા અનુરોધ કર્યો હતો. સાથે સ્વચ્છતાને જન જનનો સ્વભાવ બને તેવી લાગણી વ્યક્ત કરી હતી. કચ્છીજનો શાલ વડે સન્માન કરે છે તેની પાછળ વડાપ્રધાન મોદીના વોકલ ફોર લોકલનો મંત્ર ચરિતાર્થ થાય છે. સમાજના ખેડૂત મિત્રોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન કર્યું હતું. ગરીબોના ઉત્થાન માટે ભાનુશાલી સમાજ પ્રથમ નંબરે હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. તે રીતે જ વડાપ્રધાન મોદીએ દરેક યોજનાઓ ગરીબો અને વંચિતોને ધ્યાને રાખી બનાવી છે ત્યારે આ યોજનાઓના લાભ જન જન સુધી પહોંચાડવા સમાજ સહભાગી બને તેવી હાકલ કરી હતી. નવ સંકલ્પ દ્વારા વિક્સિત ભારતનો સંકલ્પ ચરિતાર્થ કરવા સહભાગી બનવા ભાનુશાલી સમાજને આહવાન કર્યું હતું.
આ વેળાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ૧૦૧ નિરણ કેન્દ્રનો પ્રારંભ કરાવાયો હતો. મુખ્યમંત્રીશ્રીએ આ ધર્મોત્સવ અન્વયે આયોજીત સમૂહલગ્નોત્સવમાં પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહેલા યુગલોને આશિર્વાદ અને શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રી હસ્તે ૪ર કન્યાઓને કન્યાદાન અપાયું હતું. આ પૂર્વે જખૌ તિર્થધામ ખાતે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મંદિરે દર્શનનો લાભ લીધો હતો. કચ્છી સંત પૂ. હરિદાસજી મહારાજ અને સમાજના આગેવાનોએ મુખ્યમંત્રીશ્રીને આવકાર આપ્યો હતો. મંદિરે દર્શન બાદ મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિતોનું અભિવાદન કર્યું હતું. 
સમારોહ સ્થળે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું કચ્છી સંત પૂજય હરિદાસજી મહારાજ અને દેશ મહાજનના આગેવાનો દ્વારા કચ્છી પરંપરા અનુસાર સન્માન કરાયું હતું. મુખ્યમંત્રી ઉપરાંત સાંસદ વિનોદભાઈ ચાવડા અને જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ અને તમામ ધારાસભ્યોનું સમાજના આગેવાનો કનૈયાભાઈ શેઠ, પઠાઈભાઈ, સેવા સમાજના પ્રમુખ હર્ષદભાઈ મંગેના હસ્તે સન્માન કરાયું હતું. 
કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ પોતાના ઉદ્દબોધનમાં ત્રિ-દિવસીય ધર્મોત્સવમાં ઉપસ્થિત  રહેવાની તક મળી તે બદલ પોતાની જાતને સદભાગી ગણાવી હતી. ગત રાત્રીએ માતૃશક્તિના થયેલા દર્શનનો સવિશેષ ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત ધર્મોત્સવ સાથે સમૂહલગ્નના આયોજનની સરાહના કરી હતી. ભાનુશાલી સમાજ પોતાની માતૃભૂમિથી હંમેશા જોડાયેલો રહ્યો છે. કર્મ માટે દેશ - વિદેશમાં વસતા ભાનુશાલી મહાજનના લોકો ધર્મ માટે હંમેશા આગળ આવે છે, જેનો સાક્ષાત્કાર આજે જખૌમાં થઈ રહ્યો છે. આ તકે તેમણે દેશની આઝાદી માટે ભાનુશાલી સમાજ રત્ન ક્રાંતિગુરૂ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માને યાદ કર્યા હતા અને તેમના અસ્થિ વિદેશની ધરતીથી માદરે વતન વડાપ્રધાન મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે લાવ્યા હતા તે વાત કરી હતી. સાથે જ સર્વેને સ્મારક નિહાળવા વિનંતી કરી હતી. સાથે દેશના અન્ય વિસ્તારોમાં રહેતા ભાનુશાલી સમાજને સ્થાનિક મતદાર યાદીમાં નામ નોંધાવી સરહદના સાચા સંત્રી બનવા આહવાન કર્યું હતું. 
અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ પોતાના ઉદબોધનમાં આ ધર્મોત્સવને અબડાસા અને કચ્છ માટે સુવર્ણ અવસર ગણાવ્યો હતો. આ તકે અબડાસા વિધાનસભા વિસ્તારના વિકાસ માટે માતબર યોગદાન આપવા બદલ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. દેશના વડાપ્રધાન મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના યોગદાનથી કચ્છની ધરા નર્મદાથી નંદનવન બની છે. સરકારના સહયોગથી કચ્છ જિલ્લો વિકાસના પંથે અગ્રેસર થયો હોવાનું તેમણે જણાવ્યું હતું. અહિના તિર્થધામોના વિકાસ માટે સહયોગ બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. 
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ, કચ્છી સાંસદ વિનોદભાઈ ચાવડા, અબડાસા ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા, ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ, રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, માંડવી ધારાસભ્ય અનિરૂદ્ધભાઈ દવે, જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, જિલ્લા ભાજપ મહામંત્રીઓ ધવલ આચાર્ય, નરેન્દ્ર પ્રજાપતિ, અબડાસા તાલુકા પંચાયત પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, અબડાસા તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજા સહિત વિવિધ અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. 
કચ્છીસંત પૂ. હરિદાસજી મહારાજે આભારદર્શન કરતાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના વકતવ્યની પ્રશંસા કરી હતી. મૃદુભાષી મુખ્યમંત્રીને સાંભળવાએ એક લ્હાવો હોવાનું જણાવ્યું હતું. સંત પરંપરાને આદર આપવાના મુખ્યમંત્રીના સ્વભાવની પ્રશંસા કરી હતી. તેમણે મુખ્યમંત્રીને હરિદ્વારના કચ્છી આશ્રમની મુલાકાત લેવા નિમંત્રણ પાવ્યું હતું. 
કાર્યક્રમ સમિતિના પ્રમુખ હેમરાજભાઈ માવ અને તુલસીભાઈ દામા સહિત આગેવાનો અને કાર્યકરોની ટીમે કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. આ ટીમમાં જયેશભાઈ ભદ્રા, ગોવિંદભાઈ રવજી, શંકરલાલભાઈ ભાનુશાલી, સુરેશભાઈ મંગે, દિનેશભાઈ ચાંદ્રા, અનિલભાઈ ભાનુશાલી, પીયુષભાઈ ભાનુશાલી સહિત કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, કચ્છી ભાનુશાલી દેશ મહાજન, જખૌ ભાનુશાલી મહાજન અને અખિલ ભારતીય હરિઓમ પરિવારના સભ્યો સહયોગી બન્યા હતા. કાર્યક્રમમાં સમાજના વિવિધ અગ્રણીઓ રણછોડભાઈ નંદા, વલ્લભદાસ ભદ્રા, નરેશ ધનજી શેઠિયા, પ્રવીણચંદ્ર બાબુભાઈ પટેલ, સુનિલ ભાનુશાલી, શંભુરામ ધનજી માવ, રમેશ દામા, હેમરાજભાઈ માવ, હરિભાઈ કટારમલ, ભાવેશભાઈ મંગે, અશોકભાઈ મંગે, અશોકભાઈ ભાનુશાલી, હેમેનભાઈ ભદ્રા, શંભુભાઈ નંદા, નવીનભાઈ ગજરા, વિનોદભાઈ ભાનુશાલી, નવીનભાઈ ભાનુશાલી, રમીલાબેન ગજરા, પ્રવીણભાઈ દામા, ત્રિભુવનભાઈ મંગે, જેઠાલાલભાઈ ભદ્રા સહિત વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ મહિલા મંડળ, યુવા મડળના કાર્યકરોએ વ્યવસ્થા સંભાળી હતી. કાર્યક્રમનું સંચાલન પરેશ ભાનુશાલીએ અને આભારવિધિ જયેશભાઈ વડોરે કરી હતી. 



.................


દિલ્હીમાં નરેન્દ્ર અને જખૌમાં ભુપેન્દ્ર..! : મહારાજશ્રી


પુ. ઓધવરામજીની આધ્યાત્મિક - સેવા સુવાસ
વિશ્વભરમાં ફેલાયલી છે : પુ. હરીદાસજી મહારાજ


જખૌમાં ઓધવરામજી મહારાજ ત્રિદિવસીય મહોત્સવમાં મહારાજશ્રીએ તેમની હળવી શૈલીમાં જનસમુદાયને પાઠવ્યા આર્શીવચન : દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રાજયના સીએમ ભુપેન્દ્રભાઈ પટેલની નિર્ભિક વિકાસદ્રષ્ટીને વખાણી, ભગવાન ઓધવરામજીએ ન માત્ર કચ્છ-ગુજરાત- કે ભારત પણ દેશ-વિદેશમાં તેમની આધ્યાત્મિકતાની ફેલાવી છે સુગંધ : ફરી ફરીને 
કચ્છ પધારવા મહારાજશ્રીએ સીએમને આપ્યું આગવી શૈલીમાં આમંત્રણ..




પુ.પુ. હરીદાસજી મહારાજે કહ્યુ કે, ‘‘ સંત સુરાને સતિયુ, બીજા ઘર ઘર દાનિ, વતનની જતન કરવા માટે કરે કુરબાની, આ આપણા કચ્છનું પાણી.’’




ગાંધીધામ : જખૌ મધ્યે ભગવાન ઓધવરામ પ્રાણ ભાવ પ્રતિષ્ઠા સહિતના ત્રિવસીય મહોત્સવના કાર્યક્રમમાં આજ રોજ પુ. હરીદાસજી મહારાજશ્રીએ પણ જનસમુદાયને તેમની આગવી અને હળવી શૈલીમાં આર્શીવચન આપ્યા હતા. તેઓએ આ મહોત્સવનું ભવ્ય આયોજન થવા બદલ ભગવાન ઓધવરામની જ પ્રેરણા શકિત કામ કરતી હોવાનુ જણાવ્યુ હતુ. તેઓએ કહ્યુ કે, આટલો મોટો ઉત્સવ યોજવો તે કોઈ સંસ્થા, સમાજ, વ્યકિતનું કામ નથી. ભગવાન ઓધવરામજીની દીવ્ય પ્રેરણાસ્ત્રેત મારફતે જ આ વિશાળ કાર્ય થવા પામી રહ્યું છે. મહારાજશ્રીએ રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નરેન્દ્રભાઈ મોદી, રાષ્ટ્રહિત પ્રથમ, દેશમાં પાછલા પાંચ-સાત દીવસથી સર્જાયેલા માહોલને જોતા કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી જેવા વ્યકિતત્વની જરૂરીયાત પર ભાર મુકતી વાત કરી હતી. મહારાજશ્રીએ તેમના આર્શીવચન ઉદબોધનમાં કહ્યુ હતુ કે, સદગુરૂ ભગવાન વાલરામ શતાબ્દી પ્રાગટય મહોત્સવની સત્કર્મોની શ્રૃંખલાની આએક કડી છે. આવી મહાન કડીમાં સીએમ પધાર્યા તે બદલ તેમનો આભાર મહારાજશ્રીએ વ્યકત કર્યો હતો. તેઓએ કહ્યુ કે, મને એક વાત બહુ ગમી છે કે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ અને ભારતના માન. પીએમશ્રી નરેન્દ્રભાઈ મોદી, અમેરીકામાં આપે જોયુ ટીવીમાં જોયુ હશે કે બધા જ સુરક્ષાના નિયમોને ભંગ કરી અને બન્ને જણા એકબીજાના હાથ પકડી પુરૂ ગ્રાઉન્ડ ફર્યા. મોદીજીને કહેવુ પડયુ કે ટ્રમ્પ નિર્ભિક છે. આ એક ઘટના બની. તે પછી આજે મે નિહાળી. હું આજે ચાલતો હતો, મારી વધતી ઉમંરના લીધે હું માંડ માંડ ચાલી શકતો હતો ત્યારે મારી બાજુમાં જ સીએમશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ હતા, તેઓએ મારી સ્થીતી જોઈ અને તરત જ મારો હાથ પકડયો અને  સીએમશ્રીએ મારો હાથ પકડીને મારી ગાડીમો બેસાડયા. એટલુ માત્ર જન પરંતુ આ થઈ રહ્યુ હતુ તે વેળાએ સીએમશ્રી ભુપેન્દ્રભાઈએ પણ તમામ પ્રોટોકોલ તોડી નાખ્યા, સુરક્ષા ગાર્ડને દુર કરી અને મારી સાથે આવ્યા. ખરેખર ટ્રમ્પ બાદ કોઈ નિર્ભિક હોય તો આપણા સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ છે. મહારાજશ્રીએ કહ્યુ કે, આ બધી જ સંસ્થાનુ મુળ હરિદ્વારમાં છે. આપે પણ ત્યાં પધારવાનું છે. આ કચ્છી આશ્રમમાં અડવાણીજી, વાજપાઈજી અને આરએસએસના મોભી પણ વરસો પહેલા યોજાયેલ ત્રિદિવસીય સંમેલનમાં પધારી ચૂકયા છે. . મહારાજશ્રીએ આ તબક્કે કહ્યુ હતુ કે, હાલની જ ચુંટણીમાં મોદીજી બોલ્યા હતા કે દિલ્હીમાં નરેન્દ્ર અને ગુજરાતમાં ભુપેન્દ્ર. અને હવે આ અવાજ મારો મોદીજીને પહોચાડજો, કે દિલ્હીમાં નરેન્દ્ર અને જખૌમાં ભુપેન્દ્ર.  સીએમ ભુપેન્દ્રભાઈ માટે મહારાજશ્રીએ ગીતાજીના ૧૬માં અધ્યાયમાં અપાયેલા શ્લોકનું પઠન કર્યુ હતુ. 
તેઓએ કહ્યુ કે, આ શ્લોકમાં ૩ અક્ષર છે. આ શ્લોક નિર્ભિક છબીની છણાવટ કરે છે. મહારાજશ્રીએ આ તબક્કે કહ્યુ કે, આટલો ભવ્ય કાર્યક્રમ જે યોજાઈ રહ્યો છે તે કોઈ સમાજ કે તેની પાંખનું કામ નથી પરંતુ ભગવાન ઓધવરામજીની સાક્ષાત દીવ્ય શકિત પ્રેરણા જ તેની પાછળ રહેલી છે. ઓધવરામજી ભગવાન ન માત્ર કચ્છ-ગુજરાત ભારત બલ્કે આખાય વિશ્વમાં વસતા લોકોના હદયમાં બેઠેલા છે. તેમના આધ્યાત્મભાવ તથા સેવા પરાયાણતાની સુવાસ વિશ્વભરમાં પ્રસરેલી છે. 
તેઓએ કચ્છના લોકોની મહેમાન ગતિ અને કચ્છી ખમીરની પણ આગવી પંકિતના વાચનથી છણાવટ કરતા કહ્યુ હતુ કે, સંત સુરાને સતિયુ, બીજા ઘર ઘર દાનિ, વતનની જતન કરવા માટે કરે કુરબાની, આ આપણા કચ્છનું પાણી.

 

Comments

COMMENT / REPLY FROM