પશ્ચિમ કચ્છમાં પોલીસે ૯ર૭ પરપ્રાંતિયોના ડોક્યુમેન્ટ તપાસ્યા
ભુજઃ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા બહારથી આવીને વસવાટ કરતા પરપ્રાંતિય કામદારોને તપાસી ગેરકાયદે વસવાટ કરતા હોય તો કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે જે અંતર્ગત પશ્ચિમ કચ્છ જિલ્લામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જિલ્લામાં જોવા જઈએ તો ખાવડામાં વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક, અબડાસામાં સિમેન્ટની કંપનીઓ, મુન્દ્રામાં પોર્ટ તેમજ સેંકડો કંપની સહિતનો વિસ્તાર હોવાથી પરપ્રાંતિય કામદારો વધારે છે. આ ઉપરાંત લખપત, નખત્રાણામાં પવનચક્કીઓ સ્થપાતી હોવાથી પરપ્રાંતિયો મજૂરો અલગ અલગ વિસ્તારમાં રહે છે ત્યારે એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસ દ્વારા સોની બજારમાં કામ કરતા કારીગરો, મુસાફરખાના, કંપનીઓ, કારખાના, હોટલ, ધાબા, ગામડામાં મજૂરી માટે આવેલા પરપ્રાંતિયો વગેરે જગ્યાએ તપાસ કરી ૯ર૭ લોકોના ડોક્યુમેન્ટ તપાસ કરવામાં આવ્યા હતા. કોઈ શંકાસ્પદ વ્યક્તિ મળી આવ્યો નથી. આપની આસપાસ કોઈ શંકાસ્પદ રહેતા હોય તો પોલીસ કંટ્રોલ રૂમ નં.૯૮૮૯૮ ૮૪ર૮૪ તથા (૦ર૮૩ર) રપ૦૯૬૦ પર સંપર્ક કરવા માટે જણાવાયું છે.

Comments