પૂર્વ-પશ્ચિમ કચ્છ પોલીસને વિશેષ ધન્યવાદ : હવે રીઢા-કુખ્યાત ગુનેગારોપાસેથી દબાણો-કાટમાળો દુર કરવા સહિતના ખર્ચની થાય સંપૂર્ણ વસુલાત
દાદા સરકાર-ગૃહમંત્રી-ડીજીપીની શિરજોર તત્વો પર સંયુકત તવાઈ સરાહનીય
વાગડથી લઈ અને નખત્રાણા - અબડાસા સહિત ઠેરઠેર પોલીસતંત્ર દ્વારાસરકારના આદેશ અનુસાર માથાભારે બની ગયેલા ગુુનેગારોને ન માત્ર સાણસામાં લીધા બલ્કે તેમના બિનઅધિકૃત મકાનો, હોટલોના બાંધકામો પર બુલડોજર જ ફેરવી દીધા છે, મુંછોને તાવ દઈને ફરતા કઈકની બકરી ડબ્બામાં અને પુછડી આવી ગઈ છે બહાર
બેનામી ધંધાઓમાથી ઉભી કરેલી ગેરકાયદેસર-બિનઅધીકૃત સંપત્તીઓ, આલીશાન હોટલો સહિતના દબાણોમાથી આવા તત્વો લાખો રૂપીયા કમાતા હોય છે, સરકારે બુલડોઝરની કામગીરીનો ખર્ચો આ તત્વોથી જ વસુલવો ઘટે
હકીકતમાં તો સરકારી રાહે થતી દબાણ હટાવવાની-કાટમાળ ખેસડવાના તમામ ખર્ચાઓ જે-તે ગુનેગારોથી જ સરકારે વસુલવા જોઈએ, ઉપરાંત વરઘોડા પણ કાઢવા જોઈએ તથા જાહેરમાં કબુલાત કરાવી જોઈએ કે ફરીથી આવા કૃત્યોમાં નહી જોડાય : આવા તત્વોના વરઘોડા કઢાય તો આમપ્રજાજનોને પણ ખબર પડે કે, આતંક-અધમ અને લુખ્ખાગીરી કરનારા તત્વોની પોલીસ જયારે પોતા પર ઉતરી પડે છે તો કેવી દશા કરી નાખે છે...!
ગાધીધામ : ગુજરાતમાં કાયદો વ્યવસ્થાને પ્રસ્થાપિત કરવા માટે તથા લુખ્ખા અને આવારા તત્વોમાં પોલીસનો ખૌફ-કાયદાનો ભય રહે તે માટે ભુપેન્દ્ર પટેલ સરકાર, ગૃહમંત્રી હર્ષ સંઘવી તથા રાજયના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા તાજેતરમાં જ રાજયભરમાં આવા માાથભારે તત્વોને તેમનુ સ્થાન દેખાડતી ધાક બેસાડતી કાર્યવાહી કરી દેખાડી છે. ૧૦૦ કલાકનું અલ્ટીમેટમ આપી અને રાજયમાં જે મોટા અને શિરજોર ગુનેગાર છે તેમને જેલના સળીયા ગણતા કરી દીધા એટલુ માત્ર જ નહી પરંતુ આવા તત્વોએ જે બેનામી ધંધામાથી ગેરકાયદેસર મિલ્કતો વસાવેલી હતી તે બિનઅધિકૃત દબાણો જેમાં કેટલાક તત્વાએ આલીશાન હોટલો, મકાનો, વાડાઓ બનાવી નાખ્યા હતા તેના પર પણ બુલડોઝર જ ફરવી દીધુ હતુ. દરમ્યાન જ ગુજરાત સહિત આ પ્રકારની કાર્યવાહી પુર્વ અને પશ્ચિમ કચ્છમાં પણ થવા પામી છે અને તે માટે ખરેખર ટીમ પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર તથા પશ્ચીમ કચ્છ એસપી વિકાસ સુંડાને વિશેષ ધન્યવાદ આપવા જ રહ્યા.પૂર્વ કચ્છમાં ગાંધીધામથી લઈ અને વાગડ પટ્ટા સુધીમાં તો પશ્ચીમ કચ્છમાં ભુજથી માંડી અને માંડવી-નખત્રાણા, અબડાસા સુધીમા આવા ગેરકાયદેસર ેશકદમી કરનારા તત્વો પર તવાઈ બોલાવવામા આવી છે. આ મુજબની થયેલી કાર્યવાહીમાં અનેકવિધ ચોંકાવનારી વિગતો પણ સામે આવવા પામી હતી. કેટલાક કુખ્યાત શખ્સોએ તો રહેણાક મકાન અને વાડાઓ ઉપરાંત કોઈપણ પ્રકારની મંજુરી વિના, સરકારી જમીનો પર આલીશાન હોટલો બાંધી દીધી હતી અને તેનાથી મોટી બેનામી આવક રડતા થઈ ગયા હતા. આવી હોટેલો પર પણ બેનામી ધંધાઓ નહી થયા હોય તેની શું ખાત્રી? ખેર હાલમાં તો કોઈ પણ પ્રકારની શેર-શરમ રાખ્યા વિના પોલીસતંત્રએ આવા દબાણોને ભોંય ભેગા જ પાડી દીધા છે, બુલડોજર જ ફેરવી નાખ્યા છે. આવા સમયે જાણકારો કહી રહ્યા છે કે, સરકાર તબક્કે જે કાર્યવાહી કરવામાંઆવી છે તે ખુબજ આવકારદાયક કહી શકાય તેવી છે, પરંતુ સાચી કાર્યવાહી થઈ તો ત્યારે જ કહેવાશે જયારે કે, સરકારી રાહે જે બુલડોઝર ફેરવાયા છે તેનો તથા દબાણો દુર કરવાનો અને કાટમાળ ખેસડવા સહિતનો બધો જ ખર્ચો આવા માથાભારે શીરજોર તત્વો પાસેથી વસુલાત કરવામા આવે. પ્રબુદ્ધવર્ગ આ તબક્કે કહી રહ્યો છે કે, ગુજરાત સરકાર ઉપરાંત તાજેતરમાં આવા અનેક રીઢા ગુનેગારો ઉપર કડક કાર્યવાહીનો
સપાટો બોલાવનાર પશ્ચિમ કચ્છ પોલીસને અહી વિશેષ ધન્યવાદ આપવા જોઈએ. જો કે સાચી કાર્યવાહી તો ત્યારે થઈ ગણાય જ્યારે એ બાંધકામ તોડવાનો અને કાટમાળ હટાવવા સહિતનો સંપુર્ણ ખર્ચ ગુનેગાર પાસેથી વસુલાય. તેનું સરઘસ કઢાય અને ભવિષ્યમાં એકેય જમીન ઉપર ક્યારેય દબાણ નહીં કરે તેવી જાહેરમાં કબુલાત કરાવાય. નહીંતર તો જગજાહેર છે કે સ્થાનિક સત્તાધીશો સાથેની સાંઠગાંઠથી અનેક જગ્યાએ ફરી ફરીને આવા માથાભારે તત્વો ફરીથી દબાણો ખડકી જ દેશે.

Comments