Trending News
સ્થાનિક સમાચાર

ગાગોદર કેનાલની બાજુમાં યુવક અને યુવતીનો સજોડે આપઘાત 

29 April



અમરાપરના યુવક અને યુવતીએ પ્રેમ પ્રકરણમાં મોતને વ્હાલું કર્યું 


રાપર : તાલુકાના પલાંસવા ગામની સીમમાં આવેલ ગાગોદર કેનાલની બાજુમાં નોંઘાભાઈ માળીના ખેતરમાં યુવક અને યુવતીએ સજોડે આપઘાત કરી લીધો હતો. જેને પગલે ચકચાર મચી જવા પામી હતી. યુવક અને યુવતી તેના ઘરેથી નીકળી ગયા હતા. શોધખોળ છતા અત્તોપત્તો ન મળ્યો અને સીમમાં બન્નેની ફાંસો ખાધેલીમાં લાશ મળતા પોલીસે તપાસ હાથ ધરી છે. 
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ અમરાપર ગામે રહેતા ૧૯ વર્ષિય જમનાબેન ખેતાભાઈ કોલી અને ૩૦ વર્ષિય કાનજીભાઈ દેવાભાઈ કોલી પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા હતા. શોધખોળ દરમિયાન ફાંસો ખાધેલી હાલતમાં દેહ મળી આવ્યો હતો. બન્નેએ પ્રેમપ્રકરણમાં સજોડે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આડેસર પોલીસે બન્નેના પીએમ કરાવ્યા હતા. હાલ અકસ્માત-મોતની નોંધ દાખલ પીઆઈ જે.એમ.વાળાએ આગળની તપાસ હાથ ધરી છે. પ્રેમપ્રકરણમાં યુવક અને યુવતીએ ફાંસો ખાઈ લેતા ગામમાં ચકચાર મચી જવા પામી હતી. ’’





..............

સણોસરાની વાડીમાં યુવકે જિંદગી ટુંકાવી 


ભુજ : તાલુકાના સણોસરા ગામની વાડી વિસ્તારમાં યુવાને આપઘાત કર્યો હતો. માનકૂવા પોલીસે જણાવ્યું કે, રર વર્ષિય દેવાભાઈ ભરતભાઈ નાયકાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. જેને સારવાર માટે જી.કે.માં લઈ જતા તેનું મોત થયું હતું. જેથી એડી દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. 

 

Comments

COMMENT / REPLY FROM