Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં વિજય માળી જેવા પલળેલા ખાખીધારીઓ કેટલા ? તપાસ થાય તો અનેક બેનામી ધંધામાં ખુલશે સંડોવણી?

29 April

કુટણખાનામાં કોન્સટેબલના ઉઘરાણાના ખુલાસા ટાંકણે ગર્ભિત ઈશારો




કુટણખાણામાંથી ઉઘરાણા કરી કરી અને ન માત્ર સ્થાનિકે પણ મહારાષ્ટ્રમાં ત્રણ વીઘા જમીન ખરીદી, આ કોન્સટેબલ પાસે લાખોનું સોનું બરામદ થયુ, જો આ જ રીતે પૂર્વ-પશ્ચીમ કચ્છમાં તપાસ કરવામાં આવશે તો ખનીજ-માટી-રેતી- જુગારના સંચાલકો, દારૂના અડ્ડાઓ, કોલસાચોરી, કેમીકલ-તેલ ચોરી સહિતના બેનામી ધંધાર્થીઓની સાથે કઈક પલળેલા વહીવટદારોની કડીઓ મળશે? : જાણકારોની લાલબત્તી


ભુજમાં ૧ કોન્સટેબલ મકાન બનાવી રહ્યો છે, તેના પ્લોટની જ કિમંત કરોડની છે, બંગલો બનશે તેની કિંમત કયાં જશે? તે ગર્ભશ્રીમંત તો છે નહી..! તો પછી આટઆટલી અધ..ધ..સંપત્તીઓ વસાવવાની રકમ તેની પાસે આવી કયાથી?


કચ્છની અમુક ઢાબા સ્ટાઈ હાઈવે હોટલો પર ડ્રગ્સ-હેરોઈનના પડીકાઓનો વેપલો થાય છે, શું તે ખાખીધારીઓની અજાણતાથી થઈ શકે ખરો? અંજાર -ખેડોઈ હાઈવેની એક હોટેલમાં તો આઠ-દસ લાખનો ડ્રગ્સ ઝડપાયો તેમાં ખાખીધારીનું સત્તાવાર નામ પણ ખુલવા પામી ચૂકયુ હતુ..! : ક્રિકેટ સટ્ટાના મોટા મોટા સટ્ટેાડીયાઓ સાથે પણ આવા બની બેઠેલા વહીવટદારો-પલળેલા ખાખીધારીઓની હોય છે સંડોવણી : પૂર્વમાં તો લલિત-અશ્વીની ઉર્ફે નીલી નામના મોટા સટ્ટોડીયાઓને સટ્ટાની છુટ આપવાની અવેજીમાં એક ખાખીના અધિકારીને ર૦ લાખની રોલેક્ષ કાંડા ઘડીયાલ મળી હતીે ભેટમાં? કોણ છે આ મહાશય?



ગાંધીધામ : ગુજરાત રાજયના ટોપમોસ્ટ સિનિયર અને પ્રમાણિક તથા કાયદાનિષ્ઠ અધિકારીઓની છબી ધરાવતા અમદાવાદના વર્તમાન સીપીશ્રી જી એસ મલિક દ્વારા તાજેતરમાં જ અગાઉ કયારે ન બન્યુ હેાય તે રીતનો કડક ધાક બેસાડતો દાખલો પુરવાર કરતી કાર્યવાહી કરી છે. અહીના વિજ ય માળી નામના એક કોન્સટેબલના ઉઘરાણાઓ તથા આમપ્રજાજનનોે હેરાન-પરેશાન કરવાની ફરીયાદ વધતા તેની બદલી કેદી પાર્ટીમાં કરી નાખવામા આવી હતી ઉપરાંત પણ વિજય માળી હરામનુ ખાવાની આદત ધરાવતો થઈ ગયો હોવાથી તે પછી પણ કુટણખાનાવાળાઓને ન માત્ર ધાક ધમકાવતો બલ્કે માર મારીને પણ પોતાની તગડી હપ્તા વસુલી કરતો હતો. આવા બેનામી ધંધાઓની હપ્તાવસુલીમાથી વિજય માળી કરોડોનો આસામી બની ગયો હોવાનો પણ ખુલાસો થવા પામ્યો હતો. ગુજરાત માત્ર નહી મુંબઈ-મહારાષ્ટ્રમાં પણ તેણે ત્રણ વીઘા જમીન અને તેની પાસેથી કઈક સોનુ પણ જડપાઈ જવા પામ્યું છે. આ શખ્સની સામે એસીબી તળે નહી પરંતુ પોલીસ મથકે જ ગુનો નોધી અને અપ્રમાણસરની મિલ્કતની તપાસ આ કાયદાના જાણકાર અધિકારીને જ સોપવાની ઐતિહાસીક પહેલ શ્રી મલિક દ્વારા કરવામાં આવતા આવા ભ્રષ્ટ અને પલળેલા તથા બેનામી પ્રવૃતીઓને પોષનારા તત્વોમાં એકતરફ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે ત્યારે બીજી આ બાબત જાણકારો કહી રહ્યા છે કે, જો કચ્છમાં પણ બન્ને જિલ્લાઓમાં તપાસ કરવામાં આવશે તો આવા કઈક બની બેઠેલા પલળેલા ખાખીધારીઓ-વહીવટદારોની મોટી બેનામી સંપત્તીનો ખુલાસો થવા પમાી શકે તેમ છે. જે રીતે કુટણખાનાથી હપ્તા ઉઘરાવનારા પોલીસ કોન્સટેબલની સ્થાનિક તથા મુંબઈમાં ત્રણ વીઘા જમીન અને અઢળક સોનુ મળ્યાનો ખુલાસો થયો છે તેવી જ રીતે જો કચ્છમાં પૂર્વ અને પશ્ચીમમાં જીણવટભરી તપાસ કરવામા આવશે તો આવા બેનામી ધંધાઓમાં સીધા કે આડકતરી રીતે મદદગાર તરીકે રહેલાઓ અથવા તો રીતસરની ભાગબટાઈ કે ભાગીદારી જ ધરાવતા હોવાના પણ ચોકાવનારા ખુલાસા થવા પામી શકે તેમ છે. 
જાણકારો કહી રહ્યા છે કે, કચ્છમાં તો પાછલા કેટલાક સમયથી અમુક આવા પલળેલા-વહીવટદારો તો લાખો પતી નહી અબજો પતિ બની ગયા હોય તેટલી અધધધ સંપત્તીઓ વસાવી લીધી હોવાની પણ ચર્ચા સામે આવવા પામી રહી છે. કહેવાય છે કે, ભુજમાં તો એક કોન્સટેબલ મકાન બનાવી રહ્યો છે તેના તો પ્લોટની જ કિમંત કરોડોમાં અંકાઈ રહી છે. એનુ આલીશાન બંગલો કે મકાન બનશે તેની કિમંત તો કયાં જશે? કોન્સટેબલ તરીકે સેવારત રહેાલ હોય તે આ રીતે કરોડોની કિમંતવાળા પ્લોટ અને તેના પર આલીશાન મકાન બનાવવાની પુંજી લાવે છે કયાંથી? આવા પલળેલા તત્વો કોઈ ગર્ભશ્રીમંત હોય તેવુ તો દેખાતુ નથી? તો પછી આટલી બધી રકમો તેમની પાસે કયાંથી આવી રહી છે? 
જાણકારો કહે છે કે, આવા અમુક પલળેલા ખાખીધારીઓનો બેનામી ધંધાઓ જેવા કે, ખનીજચોરી, માટી ચોરી, રેતીચોરી, દારૂના અડ્ડાઓ, જુગાર કલબો, તેલ ચોરી, કોલસા તસ્કરી, ડ્રગ્સના હાટડાઓ સહિતનાઓમાં સીધા કે પરોક્ષ રીતે ભાગીદાર જ હોય છે અથવા તો આવા બેનામી ધંધાવાળાઓ પાસેથી તેઓ નિયમિત તગડી ભાગબટાઈ કરતા જ હોવાનુ મનાય છે.  જે રીતે હાઈવે ઢાબા સ્ટાઈલ હોટેલો પર ડ્રગ્સની પડીકીઓ મોટા પ્રમાણમાં પકડાતી આવતી રહી છે, તે શું છે? અહી ખાખીધારીઓની જાણ વિના હોટલો પર લાખોના ડ્રગ્સ-હેરોઈનનો જથ્થાઓ વેચાઈ શકે છે ખરા? બિલકુલ નહી? અહી યાદ અપાવી શકાય કે થેાડા સમય પહેલા જ અંજારના ખેડોઈ પટ્ટામાં આવેલી એક હોટેલમાં ૧૦ લાખનો ડ્રગ્સ પોલીસના હાથે ઝડપાઈ જવા પામ્યો હતો તે હોટલમાં રીતસરની ખાખીધારીની ભાગીદારી જ સામે આવવા પામી હતી જે બાદ તેના પર કડક પગલા લઈ અને કચ્છની સરહદ સજાના ભાગરૂપે તેને દેખાડી દેવામા આવી હતી..એટલે અહી મોટાભાગના જે બેનામી ધંધાઓ ધમધમી રહ્યા છે તેમાં કયાંક ને કયાંક સીધી કે આડકતરી રીતે ખાખીધારીઓની સંડોવણી રહેલી જ હોઈ શકે છે. જરૂર છે આ બાબતે કડકાઈથી જીણવટપૂર્વક તપાસ કરવાની.

Comments

COMMENT / REPLY FROM