Trending News
સ્થાનિક સમાચાર

પંજાબના ખુંખાર આરોપીને લાકડિયાથી દબોચી લેવાયો 

28 April



ડબલ મર્ડર કેસમાં લુધિયાણા જેલથી પેરોલ પર આવી બંદૂકની અણીએ પંજાબ હાઈકોર્ટના વકીલ અને મહિલાનું કર્યું હતું અપહરણ 


ભુજ : પંજાબમાં અલગ અલગ પ્રકારના ગંભીર ગુના આચરનારા અને ડબલ મર્ડર કેસમાં પેરોલ પર બહારથી પંજાબ હાઈકોર્ટના વકીલ અને મહિલાનું અપહરણ કરી ગંભીર ગુનાઓને અંજામ આપતો આરોપી પોલીસ ધરપકડથી બચવા પંજાબથી ભાગી લાકડિયા આવ્યો હતો. જ્યાં પોલીસે તેને રંગે હાથ દબોચી લીધો છે. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ગત ર૪ એપ્રિલના પંજાબ હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલ તથા તેની સાથે રહેતી મહિલાનું અપહરણ કરવામાં આવ્યું હતું અને વકીલની દીકરી પિસ્તોલ બતાવી ભયભીત કરી ઘરમાં બેસી રહેવા જણાવ્યું હતું. આ બાબતે પંજાબના ફાગવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં લુધિયાણાના ૩પ વર્ષિય હરવિંદર ઉર્ફે બિંદર લચ્છમનસિંગ ઉર્ફે લક્ષમનસિંગ રામદાસી (કલેર)ને ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી સામે પંજાબના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ખૂન, મારામારી, ચોરી, ડ્રગ્સ સહિતના ગંભીર ગુના નોંધાયેલા છે. હાલ તે ર૦૧ર મા થયેલા ડબલ મર્ડર કેસમાં લુધિયાણા જેલમાં સજા કાપતો હતો અને પેરોલ રજા પર બહાર આવી વકીલ અને તેની મહિલા મિત્રનો અપહરણ કરી દીકરીને બંદૂકની અણીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પંજાબના ફાગવાડા પોલીસે તપાસ કરતા આરોપી લાકડિયા વિસ્તારમાં હોવાની બાતમી મળી હતી. જેથી લાકડિયા પોલીસે તપાસ કરતા મોરબી-સામખિયાળી નેશનલ હાઈવે પર આવેલી એક હોટલ પાસેથી બાતમીના આધારે આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશને લાવી તેની પુછપરછ કરતા ગુનાની કબૂલાત આપી હતી. આરોપીને પંજાબ પોલીસને હવાલે કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આરોપી રીઢો અને સાતીર ગુનેગાર છે તેને દબોચી લેવામાં પોલીસને પરસેવો વડી ગયો હતો. 

Comments

COMMENT / REPLY FROM