Trending News
સ્થાનિક સમાચાર

મુન્દ્રામાં મધરાતે ઘરનો દરવાજો તોડી છ લાખની મત્તા ઉઠાવી જવાઈ 

27 April


બારોઈ રોડ પર આવેલી વિજયપાર્ક સોસાયટીમાં ચોરીની ઘટનાથી લોકોમાં ફફડાટ ફેલાયો 

ભુજ : મુન્દ્રા શહેરમાં બારોઈ રોડ પર આવેલી વિજયપાર્ક સોસાયટીમાં ગઈકાલે ચોરીનો બનાવ બનવા પામ્યો હતો. જેમાં અંદાજે ૬ લાખની મત્તા ઉઠાવી જવાઈ હોવાનું સામે આવ્યું છે. આ બાબતે સૂત્રોમાંથી અને ઘટનાસ્થળેથી મળતી માહિતી પ્રમાણે ગઈકાલે રાત્રે આ બનાવ બન્યો હતો. પરિવારના ઉપર માળે સૂતો હતો ત્યારે અજાણ્યા તસ્કરોએ નીચેના રૂમનો દરવાજો તોડી અંદર પ્રવેશ કરી તીજોરીમાં રાખેલા રોકડા રૂા.પ હજાર અને પાંચ તોલાના સોનાના ઘરેણાનો હાથફેરો કર્યો હતો. પરિવારને શંકા જતા નીચે આવ્યા ત્યાં સુધીમાં આરોપીઓ ભાગી ગયા હતા. તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. હાલ પોલીસે અલગ અલગ વિસ્તારના કેમેરા હ્યુમન સોર્સના આધારે તપાસના ચક્રો ગતિમાન બનાવ્યા છે. રહેણાક વિસ્તારમાં પોલીસ દ્વારા સંઘન પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માંગ પણ લોકોએ કરી હતી.

Comments

COMMENT / REPLY FROM