Trending News
સ્થાનિક સમાચાર

પૂર્વ કચ્છની હાઈવે હોટલોમાં ડ્રગ્સનો વેપલો ફરી એકવાર બેનકાબ

27 April




રાપરના માનગઢ પાટીયે આવેલી હોટલ સમરાથલ રામદેવ હોટલમાં પોશડોડા પકડાયો



રાપર : કચ્છમાં ઉદ્યોગોના કારણે ટ્રાન્સપોર્ટ વાહનોનું પરિવહન વધ્યું છે. જેના કારણે હાઈવે હોટલો દિવસ - રાત ધમધમતી હોય છે. જો કે છેલ્લા કેટલાક સમયથી ભોજનની આડમાં હાઈવે હોટલોમાં દેશી - વિદેશી દારૂ અને ડ્રગ્સનો વેપલો વધ્યો છે. અગાઉ પણ હાઈવે હોટલોમાં ડ્રગ્સ પકડાઈ ચુકયું છે ત્યારે હવે માનગઢ પાટીયે આવેેલી હોટલમાં પોશડોડાનો પાવડર પકડાયો હતો.
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ગાગોદર પોલીસ દ્વારા માનગઢ પાટીયા પાસે આવેલી હોટલ સમરાથલ રામદેવ હોટલમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જયાં રાજસ્થાનના બાડમેરનો સુરેશકુમાર ભાગીરથરામ બિશ્નોઈ હાજર મળી આવ્યો હતો. તેના કબજામાંથી ૧૭૪.૦૪ ગ્રામ પોશડોડાનો પાવડર મળ્યો હતો. આ સાથે મોબાઈલ, લાઈટ બીલ, વીઝીટીંગ કાર્ડ વગેરે મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તપાસ કરતા બાડમેરના રમેશ દેવાશી પાસેથી માલ લીધો હોવાનું સામે આવ્યું હતું. છેલ્લા કેટલા સમયથી અહીં ડ્રગ્સનો વેપલો થતો હતો તે સહિતની દિશામાં તપાસ કરવા માટે ગાગોદર પોલીસે એનડીપીએસનો ગુનો દાખલ કરી આગળની ક્રોસ તપાસ આડેસર પોલીસે હાથ ધરી છે.


..........

Comments

COMMENT / REPLY FROM