Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામમાં કોકેઈન વેચવા આવેલા પંજાબના બે શખ્સો રંગે હાથ પકડાયા 

27 April



બી-ડિવિઝન પોલીસે ગેસ્ટહાઉસના રૂમમાં દરોડો પાડી ર૯ લાખનું કોકેઈન કબજે કર્યું : માલ ખરીદનારની શોધખોળ જારી 


ગાંધીધામ : તાજેતરમાં મુન્દ્રા વિસ્તારમાં કોકેઈન વેચતા રાજસ્થાના બે શખ્સોને મુન્દ્રા પોલીસે દબોચી લીધા હતા. ત્યારે ગાંધીધામમાં સ્થાનિક પોલીસે કોકેઈન વેચવા આવેલા પંજાબના બે શખ્સોને રંગેહાથ દબોચી લીધા છે. કુલ ર૯ લાખનું કોકેઈન કબજે કરવામાં આવ્યું છે. આ બાબતે મળતી વિગતો મુજબ પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર દ્વારા જિલ્લામાં ડ્રગ્સની બદી અટકાવવા માટે સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત બી-ડિવિઝન પીઆઈ એસ.વી.ગોજિયાને બાતમી મળી કે, બસ સ્ટેશન પાસે આવેલ મુકેશ ગેસ્ટહાઉસમાં પહેલાં માળે રૂમ નં.૧ર૬ મા બે પંજાબી માણસો રોકાયા છે અને ડ્રગ્સ લઈને આવ્યા છે. જેથી દરોડો પાડવામાં આવ્યો હતો. હોટલના રૂમમાં તપાસ કરીને પંજાબના તરનતારન જિલ્લાના જસવિંદરસિંગ જોગિંદરસિંગ અને સતનામસિંગ મેજરસિંગને ઝડપી લેવાયા હતા. બન્ને ઝડતી કરતા કુલ ર૯.૦૮ ગ્રામ કોકેઈન તેમજ વજન કાંટો સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ર૯ લાખના કોકેઈન સાથે અન્ય મુદ્દામાલ કબજે કરી બન્ને સામે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસમાં એનડીપીએસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં પીએસઆઈ એલ.એન.વાઢિયા સહિતના જોડાયા હતા. સ્થાનિકે ગાંધીધામમાં માલ ખરીદનાર કોણ હતો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. 

..........

Comments

COMMENT / REPLY FROM