Trending News
સ્થાનિક સમાચાર

નવી સારણ શાળાનું રીનોવેશન સેવાના સ્પર્શથી સમાપ્ત થયું  

26 April


 
ભુજ : સેવા ઇન્ટરનેશનલ ભારતના પ્રયત્નો અને યુસેન લોજીસ્ટિક્સ પ્રા. લી. ના સહયોગથી નવી સારણ ગામની શાળાનું રીનોવેશન કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે.
રીનોવેશન હેઠળ શાળાના શેડ, સંડાસ-બાથરૂમ, લાઈટ રિપેરીંગ અને કલરનું કાર્ય કર્યું. આ પ્રસંગે યોજાયેલા ઉદ્ઘાટન સમારંભમાં સેવા ઇન્ટરનેશનલ ભારતના ટ્રસ્ટી  જાદવજી ગોરસિયા, યુસેન લોજીસ્ટિક્સના કૃણાલભાઈ શર્મા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના સેવા પ્રમુખ નારણભાઈ વેલાણી, સુઝલોન કંપનીના  દિલીપભાઈ પટેલ, કાનાભાઈ વાળા, માજી સરપંચ ભોજાભાઈ રબારી હાજર રહ્યા હતા.
જાદવજી ગોરસિયાએ સેવા ઇન્ટરનેશનલ દ્વારા છેવાડાના વિસ્તારોમાં શિક્ષણ અને આજીવિકા ક્ષેત્રે કરવામાં આવતા કાર્યોની માહિતી આપી હતી. નારણભાઈ વેલાણીએ જીવનમાં શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો. કૃણાલભાઈ શર્માએ કંપનીની સામાજિક જવાબદારીના ભાગરૂપે આવા વિકાસકાર્યોથી થયેલી ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. દિલીપભાઈ પટેલે ગ્રામ્ય વિકાસના કાર્ય માટે પૂરી સહાય આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમ અંતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો અને દરેક વૃક્ષ માટે ટ્રીગાર્ડ સાથે સ્થાનિક લોકોને વ્રુક્ષોની જાળવણીની જવાબદારી સોંપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પરંપરાગત વસ્ત્રોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા. આચાર્ય જીગ્નેશભાઈ નકુમ, કેતલબેન પટેલ, દેવશીભાઈ રબારીએ ઉપસ્થિત મહાનુભાવો અને સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. સંચાલન સેવા ઇન્ટરનેશનલ ભારતના મેનેજર મહેન્દ્ર ભાનાણીએ અને વ્યવસ્થાપન નીતિનભાઈ ગરવા, રમેશભાઈ પટેલ તથા સ્વયંસેવકો દ્વારા કર્યું હતું.
---

 

Comments

COMMENT / REPLY FROM