બાંગ્લાદેશી પરીવારનો અમદાવાદ પોલીસ સાથે ધર્ષણની ઘટના ટાંકણે ઉઠતા સવાલ
કેટલી નફફટાઈ કહેવાય.! : શું ગુજરાત પોલીસ ઘુસપેઠીયાઓનાઆધાર-પુરાવાઓ પણ ન ચકાસી શકે? સાચા છો તો સહકાર આપો ને?
અમદાવાદમાં ગેરકાયેસર બાંગ્લાદેશીઓની તપાસ કરવા માટે ગયા ત્યારે મહિલાઓએ આગળ આવી અને પોલીસનો કર્યો પ્રતિકાર : પહેલગામમાં બનેલી ઘટના બાદ કેન્દ્ર સ્તરેથી વછુટેલા આદેશો પછી પોલીસતંત્ર કાર્યવાહી કરે તેમા ખોટુ શું છે? જો ગેરકાયદેસર વસવાટી નથી તો પોલીસને તપાસમા મદદ કરવાના બદલે કેમ ખાખીધારીઓ પર કરી રહ્યા છો હિચકારી હુમલા..?
ગાંધીધામ : કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની ઘટના બાદ દેશભરમાં ભારે આક્રોશ છવાયેલો છે. ઠેર ઠેર પાકીસ્તાનીઓ અને બાંગ્લાદેશીઓ સહિત જે કોઈ પણ ભારતમાં ગેરકાયદેસર વસવાટ કરી રહ્યા છે, ઘુસપેઠીયાઓ છે તેને શોધી શોધીને દેશવટો આપો, તેવી માંગ માત્ર નહી પરંતુ ગુજરાતમાં તો આજ રોજ ગૃહમંત્રી, રાજય પોલીસ વડા સહિતનાઓની બેઠક મળી ગઈ અને આ બધાયને ડીપોર્ટ કરવા મામલે નકકી કરી લેવાયુ છે ત્યારે આજ રોજ અમદાવાદ પોલીસ જયારે આવા બાંગ્લાદેશીઓને દેશવટો આપવાની દીશામાં દસ્તાવેજી ચકાસણીઓ કરવાની કાર્યવાહી કરવા પહોચ્યા ત્યારે અમદાવાદમાં અમુક પરીવારની મહીલાઓ આગળ આવી ગઈ અને જે-તે પોલીસ અધિકારીનો ન માત્ર પ્રતિકાર કર્યો બલ્કે તેમની સામે હાથપાઈ અને ઝપ્પાઝપ્પી પણ કરી દીધી હોવાની ઘટના બનવા પામી ગઈ છે.
અમદાવાદ પોલીસે ગેરકાયદે વસવાટ કરનાર પર સ્ટ્રાઈક કરીને આજે ૮૯૦ જેટલા બાંગ્લાદેશીને ઝડપી પાડ્યાં હતા. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમામ ડિટેઇન કરાયેલા વ્યક્તિઓનું વેરિફિકેશન હાથ ધરવામાં આવ્યું હતું. ડિટેઇન કરાયેલા વ્યક્તિઓ પાસેના
પુરાવાઓની ચકાસણી દરમિયાન પોલીસ અને બાંગ્લાદેશી મહિલાઓ વચ્ચે વિવાદ વિરોધ સર્જાતા ઘર્ષણ સર્જાઇ હતું.
પુરાવાઓ કેવી રીતે અને કોની પાસેથી બનાવ્યા એની તપાસ થશે. કેટલાક બાંગ્લાદેશીઓ પાસે દસ્તાવેજી પુરાવા ન હોવાના કારણે ડિજિટલ વેરિફિકેશન કરવામાં આવશે. ડિજિટલ વેરિફિકેશન કરાવવા માટે સાયબર ક્રાઇમ ઓફિસ લઈ જવામાં આવ્યા છે. જો કે વેરિફિકેશન દરમિયાન બોલાચાલી બાદ બાંગ્લાદેશી મહિલાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. બાંગ્લાદેશીના પરિવારોએ ક્રાઈમ બ્રાન્ચની બહાર હલ્લાબોલ કર્યો હતો.
વિચાર તો કરો આ કેટલી હદે નફફટાઈ કહેવાય..! વિગતે વાત કરીએ તો પહલગામની ઘટના બાદ જે રીતે સરકાર અને એજન્સીઓ એકટીવ થયેલી છે , તેઓને માટે તો દેશ પ્રથમનો જ વિષય હાલમાં પ્રાથમિકતા છે. આવામાં તેમને જેના પર પણ શંકા જાય તેમની પુછતાછ કરી શકે છે. પ્રત્યેક નાગરીકની ભારતમાં ફરજ છે કે પોલીસ સહિતની એજનસીઓને તેમની છાનબીનમા સહકાર આપે. જે ભારતના સાચા નાગરીકો છે તેને કોઈ જ કનડગતો નથી કરવાના કે નથી થવાની, પરંતુ નકલી આધારો સાથે ભારતમાં રહી બાંગલાદેશ અથવા તો પાકીસ્તાનમાથી આવી અને ભારતમાં ગેરપ્રવૃતીઓમાં સંડોવાયેલા હોવાનુ ખુલશે તો તેની સામે તો ચોકકસથી કાર્યવાહી કરવાની થાય જ છે. પરંતુ અમદાવાદમાં પોલીસ જયારે બાંગ્લાદેશી પરીવારની ચકાસણીઓ કરવા ગયા ત્યારે પોલીસની સામે તેઓએ રીતસરની ઝપ્પા ઝપ્પી જ કરી દીધી હતી. આ તો વળી કેવા ભારતીય વસવાટીઓ હશે? તેમની રક્ષા કરનાર પોલીસ પર જ હુમલો કરતા પણ વાર ન કરે? અને જો ખરેખર તેઓ સાચા ભારતીયો છે, બાંગ્લાદેશથી કાયદેસરનો અહી વસવાટ કરી રહ્યા છે, તો પછી પોલીસથી આટલા બધા લડે -ઝઘડે કેમ છે? આવી બધી ગેરવર્તણુક કરવાની કયા જરૂર પડે છે? વિદેશથી ભારતમાં આવી અને આવા તત્વો પડયાપાથર્ય છે અને તેમને પોલીસ આધારો ચકાસી અને કાયદેસરની કાર્યવાહી પણ તેમની સામે ન કરી શકે? હકીકતમાં આવા તત્વોને તો હવે શોધી શોધીને દેશવટો આપવો જ ઘટે.

Comments