Trending News
સ્થાનિક સમાચાર

ડીપીઈઓશ્રીની લાલઆંખથી ભોપાળા કરનારાઓમાં ફફડાટ

26 April



એસએસએ બોગસ ટીએડીએ કાંડ : ડીપીઈઓ એકશનમાં :તપાસ કમિટીનું ગઠન : કઈક નવા કડાકા ભડાકા થશે..!

સર્વ શિક્ષા અભિયાનના કર્મચારીએ બોગસ ટીએડીએ ઉધારી લીધા હોવાની થયેલ ફરીયાદ બાદ જિલ્લા પ્રાથમિક શીક્ષણ આવ્યું હરકતમાં : ખોટા અને વધુ ટીએડીએ વસુલાયા, વિઝિટ જ કરી ન હોવા છતા પણ ભાડા-ભથ્થા ખોટી રીતે લઈ લેવાયાની હતી ફરીયાદ : ઉપરાંત આ જ 
કર્મીની ભુજના એરપોર્ટ રોડ પર આવેલી હોટેલના પણ ડમી બીલો-વધુ પડતા બીલો રજુ કરાયાનો ફરીયાદમાં હતો ઉલ્લેખ

પાંચ જેટલા સભ્યોનો સમીતીમાં કરાયો સમાવેશ : સમિતી એકાદ સપ્તાહમાં તપાસ આદરી રજુ કરશે અહેવાલ, જે આધારે લેવાશે કડક પગલા 




ગાંધીધામ : એકતરફ ગુજરાત સરકાર સૌ ભણે સૌ આગળ આવેની દીશામાં શિક્ષણ ક્ષેત્રમાં અનેકવીધ ક્રાંતીકારી પગલાઓ લઈ રહી છે, ભગીરથ પ્રયાસો કરી રહી છે, રાજયના શિક્ષણમંત્રીશ્રી પ્રફુલ્લભાઈ પાનસેરીયા પણ આ બાબતે ખુબજ ચિંતિત છે ત્યારે બીજીતરફ જાણે કે, આ જ શિક્ષણ જગતમાં સ્થાનકે જલ્લા કક્ષાએ તેરી ભી ચુપ મેરી ભી ચુપના તાલે પ્રજાના ટેક્ષના પૈસાની રકમ તથા સરકારી તિજોરી પર આડેધડ મનસ્વી રીતે લુંટફાંટ કરી રહ્યા હોય તેવી ઘટનાઓ સામે આવવા પામી રહી છે.દરમ્યાન જ કચ્છ જિલ્લામાં પણ પાછલા અમુક સમયથી સર્વ શિક્ષા અભીયાનના કૌભાંડના પ્રકરણો પણ ગાજી રહ્યા છે. 
અહી કથિત હીસાબનીશના પ્રકરણની તપાસ સંકેલાઈ નથી, ડીડીઓશ્રીએ તેમાં અહેવાલ રજુ કર્યો છે, આગળની કાર્યવાહી થવાની બાકી છે તે વચ્ચે જ આ જ એસએસએના એક કર્મચારી દ્વરા ટીએડીએના કાંડને અંજામ આપી દીધો હોવાની ધારદાર લેખિત ફરીયાદ જાગૃત નાગરીક દ્વારા કરવામા આવી હતી. એસએસએમા સેવારત રેહલા વિષ્ણુભાઈ પ્રજાપતિ નામના કર્મચારી દ્વારા હકીકતમાં જીલ્લાઓની શાળાઓમાં વિઝિટ કરી જ ન હોવા ઉપરાંત તે વિસ્તારોની મુલાકાતો દેખાડી અને ખોટી રીતે ટીએડીએની રકમો ઉધારી લીધી હોવાની ફરીયાદ દર્શાવાઈ છે. આ ઉપરાંત તેઓ એક અન્ય વ્યકિતની ભાગીદારીમાં ભુજ એરપોર્ટ રોડ પર હોટેલ ધરાવી રહ્યા છે જયાના તેઓએ સાચા-ખોટા બીલો રજુ કરી અને પણ ગેરરીતી કરી હોવાની ફરીયાદ લેખિતમાં તત્રને કરવામા આવી હતી. જે બાદ હવે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આ બાબતે હરકતમાં આવી 
ગયા છે. 
આ મામલે મળતી વધુ વિગ્તો અનુસાર સબંધિત પ્રકરણની તપાસ અર્થે ડીપીઈઓશ્રી વાઘેલા સાહેબ દ્વારા એક સમીતીની રચના કરવામા આવી છે. આ સમીતીમાં પાંચેક જેટલા સભ્યોને સમાવાયા છે. હિસાબનીશ અધિકારી, ટીપીઈઓશ્રી, મદદનીશ હીસાબનીશઅધીકારી(શિક્ષણ), હિસાબી અધિકારી(સમગ્ર શિક્ષા)તથા એક શાળાના આચાર્યનો પણ સમાવેશ કરવામા આવ્યો છે. આ સમીતીને આગામી સાતેક દીવસમાં તેમનો તપાસ અહેવાલ સોપવાનો નિર્દેશ અપાયો છે. 
સમીતી ફરીયાદના આધારે વિવિધ મુદ્દે આગામી સપ્નાહેથી તપાસનો દોર હાથ ધરશે અને જે તપાસ અહેવાલ રજુ કરશે તે બાદ અને તે અનુસારની કાર્યવાહી આગામી સમયમાં જોવા મળી શકે છે. જાણકારો કહી રહ્યા છે કે, સમીતી કડકાઈથી તપાસ કરશે તો આ પ્રકરણમાં ઘણુ બધુ બહાર આવશે અને આવા અન્ય બીજા ભોપાળાઓ પણ ખુલી શકે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે.



..............


કચ્છઉદયના ધારદાર અહેવાલનો ત્વરિત પડઘો


કચ્છના સર્વ શિક્ષા અભિયાન હેઠળ ટીએડીએ બીલો ઉધારવા ઉપરાંતના મામલ કૌભાંડ આચરાયુ હોવાનો અહેવાલ આ પ્લેટફોર્મ પરથી તા.૨૩-૪-૨૫.ના પાના.નં. ૮ પર આધાર-પુરાવા સાથે રજુ કરવામા આવ્યા બાદ જિલ્લા શિક્ષણ તંત્ર આ બાબતે એકશનમાં આવ્યુ છે. એટલે કચ્છઉદયના અહેવાલનો ત્વિરીત પડઘો પડયો છે.




..........



સમિતી માત્ર બસરૂટ-બસભાડાની રકમ અને તેની સામે
ઉધારેલી રકમ ક્રોસ કરે તો દુધનું દુધ પાણીનું પાણી થશે


ગાધીધામ : આ કેસની તપાસ સમીતીનુ ગઠન કરવામા આવ્યુ છે ત્યારે જાણકારો ઈશારો કરી રહ્યા છે કે, તપાસ સમીતીએ આ ટીએડીએ પ્રકરણમાં ખાસ કરીને જે બસના રૂટ દર્શાવાયા છે, તેની ટિકીટો અને ભાડાની રકમ તથા ટીએડીએમાં તેની સામે ઉધારેલી રકમ ક્રોસ વેરીફીકેશન માત્ર કરશે તો પણ દુધનુ દુધ અને પાણીનુ પાણી થવા પામી જશે. કારણ કે જે રૂટની બસ દેખાડાઈ છે તેના ભાડા કરતા ટીએડીએમાં ચોકકસથી વધુ જ રકમ ઉધારી લેવાઈ હોવાનુ ફલિત થવા પામી રહ્યું છે. આ ઉપરાંત જે-તે કર્મચારીએ જે તાલુકામાં જે શાળાની મુલાકાત લીધી છે તેની વીઝિટ બુકની ચકાસણીઓ કરશો તો વિવિધ તાલુકાઓમાં જે સ્થળની મુલાકાત તેમણે દેખાડેી છે તે સ્થળોએ વિઝિટ બુકમાં નોધ છે કે કોરી જ દેખાય છે?

Comments

COMMENT / REPLY FROM