Trending News
સ્થાનિક સમાચાર

મુંદરામાં આધાર-પુરાવા વગરની ૩૮પ૦ કિલો ખાંડ પકડાઈ

26 April


અલગ અલગ ટ્રકના ડ્રાઈવરો પાસેથી ખાંડ મેળવી હોવાની કબુલાત

ભુજ : મુંદરા પોર્ટથી મોટી સંખ્યામાં માલ એકસપોર્ટ થાય છે અહીં અલગ અલગ વેરહાઉસ પણ આવેલા છે. ત્યારે અલગ અલગ ટ્રકોના ડ્રાઈવરોને ફોડી લઈ ખાંડ ભેગી કરવામાં આવી હતી. કુલ્લ ૩૮પ૦ કિલો ખાંડ સાથે અંજારના યુવકને ઝડપી લેવાયો હતો. એલસીબીએ તપાસના આધારે અંજારના સ્વામિનારાયણ નગરમાં રહેતા સંદીપગર મહેન્દ્રગર ગુંસાઈને ઝડપી લીધો હતો. જેની પાસેથી પ૦ કિલોની ૬૭ બોરી અને રપ કિલોની ર૦ બોરી મળી કુલ્લ ૩૮પ૦ કિલો ખાંડ કિંમત રૂા. ૧.પ૬ લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. આધાર પુરાવા મળી આવ્યા ન હતા. અલગ અલગ ટ્રકના ડ્રાઈવરો પાસેથી ખાંડની બોરી લીધી હોવાની કબુલાત આપી હતી. મુદ્દામાલ મુંદરા પોલીસને સોંપી દેવાયો છે.
----

Comments

COMMENT / REPLY FROM