Trending News
સ્થાનિક સમાચાર

ભુજની દિકરી એશિયન ચેમ્પિયનશીપમાં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરશે

25 April


ભુજ : કચ્છની રાષ્ટ્રીય ખેલાડી હિના રાજગોરે યોગાસન ક્ષેત્રે મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. તેણે બીજી એશિયન યોગાસન ચેમ્પિયનશિપ માટે ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું છે. ગુજરાતમાંથી માત્ર ૪ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે, જેમણે ૨૧ દેશોના કુલ ૨૧૦ ખેલાડીઓ સાથે સ્પર્ધા કરવાની છે.
હીના રાજગોર કચ્છથી પહેલી ખેલાડી છે, જે એશિયન ચેમ્પિયનશિપમાં ભાગ લઈ ભારતનું  પ્રતિનિધિત્વ કરશે. ટીમ ઇન્ડિયા તરફથી રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરવાને કારણે હિનાને ઠેર-ઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે. હિના રાજગોરે લાકુલીષ યોગ યુનિવર્સિટી, અમદાવાદમાંથી યોગમાં એમએસસી. કર્યું છે અને હાલમાં એ જ યુનિવર્સિટીમાં યોગમાં પીએચડી કરી રહી છે. તેણી તેના ઈન્સ્ટાગ્રામ પેજ જ્ર રીટ્ઠઙ્મંરઅુૈંર રીીહટ્ઠ પર મફત યોગ અને આરોગ્ય સંબંધિત વિડિઓઝ પ્રદાન કરે છે. 
-----

Comments

COMMENT / REPLY FROM