Trending News
સ્થાનિક સમાચાર

લખપત તાલુકાના વિવિધ ગામોમાં સરકારી જમીનો પરના ખેતી વિષયક દબાણો દૂર કરતું વહીવટી તંત્ર

25 April


દયાપર : જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, પ્રાંત અધિકારી સૂરજ સુથારના માર્ગદર્શન હેઠળ લખપત મામલતદાર એસ.એ.ડોડીયા સહિત તાલુકા વહીવટીતંત્રના સ્ટાફ દ્વારા સરકારી પડતર જમીન ઉપરના વિવિધ ખેતી વિષયક દબાણો દૂર કરવામાં આવ્યા હતા. છેલ્લા ચાર દિવસમાં વહીવટી તંત્ર દ્વારા મોટી વિરાણી ગામમાં ત્રણ, માતાના મઢમાં બે, દયાપરમાં બે, રાવેશ્વર ગામમાં એક, બરંદા ગામમાં બે, તહેરા ગુહર મોટીમાં બે એમ કુલ ૧૨ દબાણો દૂર કર્યા હતા. આ તમામ દબાણો ગેરકાયદેસર રીતે ખેતી વિષયક હોય અને સરકારી પડતર જમીનને ખાલી કરાવવી જરૂરી હોય તે બદલ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં અંદાજિત રૂ. ૯૦ લાખની ૧,૮૪,૦૨૦ ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી તેમ પ્રાંત અધિકારી  સૂરજ સુથાર દ્વારા જણાવાયું છે.
-------

Comments

COMMENT / REPLY FROM