નખત્રાણા તાલુકાના દેવપર - કકડભીટ યક્ષ ગામે ૧૪ જેટલા દબાણો દૂર કરાયા
નખત્રાણા : તાલુકાના દેવપર તથા કકડભીટ યક્ષ ગામના દબાણ હટાવવામાં આવ્યા હતા. દેવપર ગામના રોડની બાજુમાં કુદરતી પાણીના વહેણ પર બનાવવામાં આવેલ ૨, રોડની બાજુમાં આવેલ સિમેન્ટ બ્લોક ફેકટરી ૧ તથા કકડભીટ યક્ષ ગામના રોડની બંને બાજુએ આવેલ નાના મોટા કેબીનો સહીતના ૯ અને રોડની અંદરના ભાગમાં હોટેલની બાજુમાં બનાવવામાં આવેલ ઓરડીઓ એમ કુલ ૧૪ જેટલા સરકારી પડતર જમીન ૫ડ થયેલ ગેરકાયદેસર બિનઅધિકૃત કોમર્શીયલ દબાણો દુર કરવામા આવ્યા હતા. આ કામગીરી અંતર્ગત નખત્રાણા મામલતદાર બી.આર.શાહ દ્વારા ૧૪ દબાણકારોને દબાણ હટાવવા નોટીસ આપવામાં આવી હતી, જે ગેરકાયદેસર બિનઅધિકૃત કોમર્શીયલ દબાણો ગુરૂવારે જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ નખત્રાણા પ્રાંત અધિકારી સુરજ સુથાર, મામલતદાર બી.આર.શાહ, પોલીસ ઇન્સ્પેકટર એ.એમ.મકવણા તથા પોલીસ ટીમ, સર્કલ ઓફીસર હરેશ આર.આમના, હિતેશ આઇ.ચૌહાણ તથા અન્ય કચેરીના સ્ટાફ અને પીજીવીસીએલ સ્ટાફની હાજરીમાં દુર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરી બાદ રૂા.૧૬,૪૨,૫૦૦ની ૩૭૫૦ ચો.મી. જમીન દબાણ મુકત કરી ખાલી કરાવવામાં આવી હતી.
-------

Comments