Trending News
સ્થાનિક સમાચાર

મુંદરામાં કસ્ટમના ભ્રષ્ટતત્વો મહેરબાન તો મિસડીલેરેશન કરનારાઓ પહેલવાન : વધુ એક કાંડ ડીઆરઆઈએ ઝડપ્યું?

25 April




અમદાવાદ ડીઆરઆઈના ઈનપુટસની સાથે મુંદરામાં ટાયરની આડમાં દાણચોરીના કૃત્યની આશંકાએ અનેક કન્ટેઈનરો સાઈડ કરાયા : એકઝામિનેશન કરાશે, બાદમાં સત્ય આવશે બહાર : કસ્ટમ ડયુટીચોરી કરનારાઓ બેફામ..? અમદાવાદ-ગાંધીધામ ડીઆરઆઈ ત્રાટકી શકે છે તો સ્થાનિક કસ્ટમ વિભાગ શું કરી રહ્યુ છે?


જુના ડીકલેર કરીને નવા ટાયરો ઘુસાડી દેવાયા કે કેમ? ૮૦થી વધુ કન્ટેઈનર અટકાવાયા પરંતુ એ પહેલા નીકળી ગયેલા થોકબંધ કન્ટેઈનરોની સંખ્યા કયા જતી હશે? તેમાં થયેલી ડયુટીચોરીનો આંક કયા જઈને પહોચશે?




ગાંધીધામ : દેશના મહાબંદરો પૈકીના એક એવા મુંદરા બદર પર મિસડીકલેરશન કરનારાઓને જાણે કે એક યા બીજી રીતે મોકળુ મેદાન જ મળી જવા પામયુ હોય તેમ અહી એક મુકીે બીજા દાણચોરી એટલે કે ડયુટી ચોરીના કારનામાઓ સતત બહાર આવવા પામી રહ્યા છે. ચોકાવનારી વાત અહી એ સામે આવી રહી છે કે, અલગ અલગ બહારની એજન્સીઓ અહી ત્રાટકી રહી છે અને આ દાણચોરીકાંડને ખુલા પાડી રહી છે તો પછી સ્થાનિકે કસ્ટમ વીભાગ શું કરી રહ્યુ છે? આવા સવાલો અહી ફરીથી એટલા માટે થવાપામી રહ્યા છે કે અમદાવાદ ડીઆરઆઈના ઈનપુટસના આધારે મુંદરામાથી થોકબંધ કન્ટેઈનર સાઈડ પર મુકવામા આવ્યા છે અને તેની છાનબીન હાથ ધરવામા આવી રહી છે.
વધુ વિગતો આ બાબતે વાત કરીએ તો મિસ ડિક્લેરેશન અને ડ્યૂટીચોરી દ્વારા કસ્ટમની આંખોમાં ધૂળ નાખવાના અનેક કિસ્સા જ્યાં અગાઉ બહાર આવી ચૂક્યા છે એ મુંદરા પોર્ટ પર ગુરુવારે કથિત જેના ટાયરની આડમાં નવા ટાયર ઘુસાડવાનુ કોઈ મોટુ કૌભાંડ આચરાયાની આશંકા વ્યકત કરવામા આવી રહી છે. અનેક કન્ટરોને અહી અટકાવી દેવામા આવ્યા હોવાનુ મનાય છે. કન્ટેઈનરો ખોલવામા આવશે અને જે સુચનો મળેલા છે તે આધારેની વિગતો બહાર આવે છે કે કેમ? તે એકઝામિનેશન થયા બાદ વધુ માહીતી બહાર આવશે. પરંતુ જો માહીતી અનુસારની જ મિસડીકલેરેશન અહી ખુલશે તો તેનો અર્થ એ થશે કે આ કીમીયો લાંબા સમયથી આ રીતે અહી ચાલી રહ્યો છે.? અને અમદાવાદ સુધી માહીતીઓ પહોચી રહી છે ત્યારે કસ્ટમના કાળા ધોળાઓની પણ આશંકાઓ ચોકકસથી આ પ્રકરણમાં પણ સામે આવવા પામી રહી છે. ગાંધીધામ ડીઆરઆઈ હાલમાં આ બાબતે છાનબીન કરી રહી છે. યુએઈથી આવેલા કન્ટેઈનરોને સાઈડ પર હોલ્ડ કરાવી દેવાયા છે. 
’’



............

ટાયરની આયાતમાં મંત્રાલયોની મંજુરી લેવાઈ છે કે કેમ?
બીઆઈએસના નિયમોનું પણ થાય છે ઉલ્લંઘન?



ગાંધીધામ : અમદાવાદ ડીઆરઆઈના નિર્દેશ બાદ ગાંધીધામ ડીઆરઆઈ મુદરામાં ટાયરના કન્ટેઈનરોની ચકાસણી કરી રહ્યા છે ત્યારે જાણકારો કહે છે કે, જો ટાયરની આયાત કરાઈ હોય તો અહી સવાલ એ થાય છે કે તે માટે વનમંત્રાલય તથા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની પરવાનગી પણ જરૂરી છે. આ કેસમાં લેવાઈ હતી કે નહી? અહી બ્યુરો ઓફ ઈન્ડીયન સ્ટાર્ન્ડર્ડના નિયમોનુ પણ ઉલ્લઘન થયુ હોઈ શકે છે. આ બાબતે પણ તપાસ કરવી જોઈએ. જુના ટાયર હશે તો ચોકકસથી તે પણ લાગુ પડશે.



......

ગાંધીધામના સીએચએ કોણ છે? તેના લ્યો કડક ઉઘડા?
’

શું ડીકલેર કરાયુ હતુ, શું આવ્યું છે? કેમ સીએચએ રહી ગયા છે અંધારમાં?



ગાંધીધામ : મુંદરામાં જુનાની આડમાં નવા ટાયર આયાત કરવામાં આવ્યા હોવાની ગંધ સાથે તપાસ ચાલી રહી છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે આ કેસમાં સીએચએ કોણ છે? તેઓની ભુમિકા શું રહી છે? બીલ ઓફ લેન્ડીંગમાં શુ ડીકલેર કરાયુ છે? આ તમામ બાબતે તપાસ કરવી જોઈએ.

Comments

COMMENT / REPLY FROM