સામખિયાળી હાઈવે પર લાકડિયા પોલીસે દારૂ ભરેલી ગાડી પકડી
૩.ર૯ લાખના શરાબ સાથે બાડમેરના શખ્સની કરાઈ ધરપકડ : ગાડી સહિતનો મુદ્દામાલ કબજે કરાયો
ગાંધીધામ : પૂર્વ કચ્છ જિલ્લામાં દારૂની બદી અટકાવવા માટે એસપી સાગર બાગમાર દ્વારા આપવામાં આવેલી સૂચના અંતર્ગત લાકડિયા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી-સામખિયાળી નેશનલ હાઈવે પર લાકડિયા પોલીસની હદમાં હાઈવે રોડ પરથી નંબર પ્લેટ વગરની મારૂતી વિટારા બ્રેઝા કાર પસાર થઈ જેને રોકાવી તપાસ કરતા દારૂ મળી આવ્યો હતો. આ ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ ૪૮૦ બોટલ કીંમત રૂા.૩,ર૯,ર૮૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો.
આ સાથે ચાલક રાજસ્થાનના બાડમેરના સ્વરૂપસિંગ ચંદ્રસિંગ સોઢાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અનવર નામના ઈસમની સંડોવણી ખુલી છે. લાકડિયા પોલીસે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી પાંચ લાખની ગાડી અને ૧૦ હજારના મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ પીઆઈ જે.એમ.જાડેજાએ હાથ ધરી છે.

Comments