શિકારપુરના રણમાં ઓવરલોડ નમક ભરેલા રપ વાહનો ડિટેઈન કરાયા
રાત્રિના સમયે સામખિયાળી પોલીસ દ્વારા કરાઈ કામગીરી
ભચાઉ : કચ્છમાં અકસ્માતનું પ્રમાણ વધ્યું છે જેમાં મોટેભાગે ભારે વાહનો યમદૂત સાબિત થાય છે. પૂર્વ કચ્છમાં ખાસ કરીને ભચાઉ-સામખિયાળી હાઈવે, ભચાઉ-ગાંધીધામ હાઈવે, લાકડિયા-આડેસર હાઈવે રક્તરંજીત બનતા હોય છે. ઉપરાંત હાલમાં રણ વિસ્તારમાં સુરક્ષા બાબતે એજન્સીઓ સાબ્દી બની છે ત્યારે ગઈકાલે રાત્રે સામખિયાળી પોલીસ દ્વારા પર ટ્રેઈલરો ડિટેઈન કરવામાં આવ્યા હતા.
આ બાબતે મળતી વિગતો મુજબ સામખિયાળી પોલીસ દ્વારા શિકારપુરના રણમાં આ કામગીરી કરવામાં આવી હતી. જેમાં રણ વિસ્તારમાંથી મીઠુ ભરી પરિવહન કરતા વાહનો ઝપટે ચડ્યા હતા. ઓવરલોડ નમકની હેરફેર કરતા રપ જેટલા ડમ્પરોને પકડી લેવાયા હતા. આ તમામ ડિટેઈન કરી સામખિયાળી પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા છે. પીઆઈ વી.કે.ગઢવી અને સ્ટાફ આ કામગીરીમાં જોડાયો હતો. મોટી સંખ્યામાં વાહનો ડિટેઈન થતા માફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. આગામી સમયમાં આ પ્રમાણ ચેકિંગ ઝુંબેશ યથાવત રહેશે તેમ પોલીસે જણાવ્યું હતું.

Comments