Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં ડમી આધારો સાથેના કરોડોના બેકીંગ કૌભાંડની તપાસ ગતિમય : એસપીશ્રી વિકાસ સુંડાની ટીમ ટુંકમાં કરશે ઘટસ્ફોટ..!

25 April

દેશનું સંભવત સૌથી મોટું આંતરરાજય ચિટીંગ કૌભાંડ ખુલશે



બોગસ આધારોથી બેંક એકાઉન્ટ ખોલાવી, તેમાં કરોડોની રકમના ટ્રાન્ઝેકશન કરી અને દોડ-બે માસમાં જ ઠગ-ચીટ્ટર ટોળકી પોતાના ઠામ બદલાવી દેતી હતી, તે પહેલા જ ભુજમાં પશ્ચીમ કચ્છ એસપીશ્રી સુંડાની ટીમે આંતરરાજય ગેંગને ઝડપીને મળવી હતી મોટી સફળતા :  
ભુજની ૧૭ જેટલી બેંકોમાં પણ આ ગઠીયાઓએ ખેલ પાડી દીધાનો થયો હતો ખુલાસો : દોઢ કરોડનો આંક પ્રાથમિક તપાસમાં સામે આવ્યો છે, પરંતુ આ ચીટીંગ-ટ્રાન્જેકશન કાંડમાં ર૦૦ કરોડથી વધુના ભોપાળાઓ આવી શકે છે બહાર : જાણકારોની લાલબત્તી



ગાંધીધામમાં પણ વ્યાજે પૈસા આપનરા હવે નાણા આપે છે, પણ તેમના બેંક ખાતા મેળવી લેતા હોય છે, કેમ આ બાબતે પણ નથી કરવામા આવતી તપાસ?



ખાનગી બેંકો વચ્ચેની ગળાકાપ હરીફાઈમાં કેટકેટલી ચાલે છે લાલીયાવાડી? ભુજની ૧૭બેંકોમાંથી કઈ બેંકમાં કોના નામના આધાર-પાન કાર્ડ રજુ થયા અને કેટકેટલી રકમ તે ખાતાઓમાંથી ટ્રાન્જેકશન કરવામા આવ્યા તે સહિતની માહીતીઓ પોલીસતંત્રએ કરી લીધી છે અંકે : ૧૭ બેંકાના મેનેજરો ઉપરાંત જવાબદાર કર્મચારીઓના લેવાઈ ચૂકયા છે નિવેદન : બેંકોએ પણ ડોકયુમેન્ટસ વેરીફેકશનમાં કયાંક ને કયાંક ગફલત તો આદરી જ દીધી હોવાની છે ચર્ચા





ભુજમાંથી ઝડપાયેલા ચીટ્ટરો કયા આંગડીયા મારફતે ૯૦ ટકા રકમ કરતા હતા ટ્રાન્સફર, તો એ રકમ સામે કોણ સ્વીકારતુ હતુ? ૧૦ ટકા કમિશન કાઢી અને ૯૦ ટકા જેટલી આ રકમ ચીટ્ટર શખ્સો કોને મોકલી આપતા હતા? આ શખ્સ સુધી તપાસ ઝડપથી લંબાવાય તો આખીય સિન્ડીકેટના તાર ખુલ્લા પડી શકે




ગાંધીધામ : જિલ્લા વડામથક ભુજમાથી તાજેતરમાં જ પશ્ચીમ કચ્છ એસપીશ્રી વિકાસ સુંડાની ટીમ દ્વારા એક મોટા આંતરરાજય ચીટીંગ કૌભાંડનો પર્દાફાશ કરવામા આવ્યો હતો. ભુજના ભાનુશાલી નગર રોડ પાસેના એક ફલેટમા રહેતા ચીટ્ટર તત્વોને પોલીસની ટીમ દ્વારા પકડી પાડવામા આવ્યા છે. હકીકતમાં જે રીતે બોગસ આધારો ઉભા કરી અને આ ટોળકી-ગેંગ ચીટીંગને અંજામ આપતી હતી અને દર દોઢ-બે માસે આવા બોગસ ખોલેલા ખાતાઓમાં કરોડોના ટ્રાન્ઝેકશન કરી અને ગુમ થઈ જતી હતી તેમાં પશ્ચીમ કચ્છ એસપીની ટુકડીએ ચોકકસથી મોટી સફળતા પ્રાપ્ત કરી દેખાડી છે. આવા શખ્સો ૧.૩પ કરોડના કૌભાંડને ભુજમાં પણ અંજામ આપીને ભાગી જવાની ફિરાકમાં હતા તે સમયે જ પોલીસે તેમને પકડી પાડયા હતા. એસપીશ્રીની ટીમ પશ્ચીમ કચ્છ એલસીબીના શ્રી ચુડાસમા તથા માનકુવા પોલીસના તપાસનીશ શ્રી રાણા દ્વારા આ કેસની તપાસ ખુબજ સુઝબુજ સાથે જીણવટભરી રીતે આગળની દીશામાં ગતીમય બનાવવામાં આવી ચુકી છે. આ કેસમાં રાજસ્થાની ગેગના શખ્સોને દબોચી અને જેલ હવાલો જ કરી દેવાયા છે તો બીજીતરફ બેંકોમાં બોગસ આધાર-પાન કાર્ડ રજુકરી ખાતા ખોલાવાયા છે, ત્યારે બેંકોની ભુમિકાઓને પણ આ સમગ્ર કેસમાં જીણવટપૂર્વક રીતે ચકાસણીઓ કરવામાં આવી છે. ભુજની ૧૭ જેટલી બેકોનો રોલ સામે આવ્યો હતો અને તે બેંકોમાં પ૬ જટલા એકાઉન્ટ તો તાબડતોડ જ કલોઝ કરી દેવાયા હતા, તો બેકના મેનેજર તથા વિભાગ સલગ્ન જવાબદારોના પણ આ કેસમાં નિવેદનલ લેવામા આવી ચુકયા છે. આ પ્રકરણમાં હવે જે તપાસના કેન્દ્ર બિંદુઓ રહ્યા છે તેમાં બોગસ દસ્તાવેજો જે રજુ થઈ ગયા છે તે બેકોના ધ્યાને કેમ આવવા નથી પામ્યા? ઉપરાંત ઝડપાયેલ શખ્સોનો એક કોમન કોન્ટેકટ પણ ધ્યાને આવવા પામી ગયો છે, તો એ કોમન કોન્ટેકટવાળો શખ્સ કોણ છે? તેની સમગ્ર પ્રકરણમાં શુ અને કેવી ભુમિકાઓ રહેલી છે તેને પણ હવે બહાર લાવવમા આવી શકાય છે. 
ઉપરાંત પોલીસ દ્વારા અહી એ તપાસ પણ સંભવત રીતે આગળ ધપી રહી હશે કે આંગડીયાઓ મારફતે અહી ચીટીંગ થયેલી કુલ રકમમાથી ૧૦ ટકા પોતાના કાઢી લઈ અને ૯૦ ટકા રકમ જે આંગડીયા મારફતે ટ્રાન્સફર કરવમા આવતી હતી તે, છોડાવવા-લેવા કોણ જતુ હતુ? ૧૦ રૂપીયાનો ચકકસ નંબરવાળી નોટ કોણે સામે તગડી રકમ છોડાવવા રજુ કરી હતી? આવા નામો પણ પ્રાથમિકધોરણે જ બહાર હવે ટુંક સમયમાં આવી શકે છે.  તેની સાથોસાથ જ ચીટ્ટર ઝડપાયેલા શખ્સોએ જે ખાતા બોગસ આધારોથી ખોલાવ્યા, તે ખાતાઓમાં ૧પથી ર૦ હજારની રકમ ભાડે ખાતુ રાખવા પેટે અપાતી હતી, તો આ રીતે કેટલાય પોતાના ખાતા અમુક ટોકન રકમની લાલચમાં ભાડે આપી દીધા હતા? તેઓ બધાયના નામો પણ બહાર આવી જાય તો આ પ્રકરણનો વ્યાપ ખુબજ વિશાળ બની શકે તેમ હાલતુરંત દેખાય છે. પોલીસતંત્ર જીણવટભરી છાનબીન ગતિમય બનાવેલી છે ત્યારે આ કેસમાં ચોકકસથી નવા ઘટસ્ફોટ થાય તો નવી નવાઈ નહી કહેવાય.



...................


કઈ કઈ બેેંકોમાં ખુલી ગયા ખાતા? પોલીસ રેકર્ડમાં
સામે આવી એકસ-રે સમાન માહીતીઓ..!



ગાંધીધામ : ડમી આધારો સાથે રાજસ્થાની ઠગ ટોળકી બેંકમાં ખાતા ખોલાવી તેમાં ટ્રાન્ઝેકશન કરનારી ટોળકી હાલમાં પકડાઈ હતી. આ એક આંતરરાજય કૌભાંડ જ દર્શાવવા પામી રહ્યુ છે. ત્યારે પોલીસતંત્ર પશ્ચીમ કચ્છ દ્વારા કઈ કઈ બેંકોમાથી કેટકેટલા ખાતાઓ ખુલી ગયા હતા તેની માહીતીઓ પણ અહી આમલોકોની જાગૃતી માટે રજુ કરી છે. જેમાં ૧. ભુજની ખાનગી બેંકમાં ૧ર ખાતા ર. રાજકોટની બેંકમાં ૪ ખાતા ૩. યુનિયન બેંક ઓફ ઈન્ડીયામાં ૪ ખાતા. ૪. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડીયા પાંચ ખાતા, પ.એચડીએફસી બેંક ૩ ખાતા ૬. બેંક ઓફ ઈન્ડીયા ૩. ૭. ઈન્ડસઈન્ડી બેંક ર. ૮. કેનેરા બેંક ર. ૯ બેંક ઓફ મહારાષટ્ર ચાર ૧૦. બેક ઓફ બરોડામાં ૬. ૧૧. પંજાબ એન્ડ સીંધ બેંકમાં ર. ૧ર. આઈડીબીઆઈ બેંકમાં ર.૧૩. ઈન્ડીયન ઓવરસીસ બેંકમાં બે ૧૪. ઈન્ડીયન બેંક ૧પ. પંજાબ નેશનલ બેંક ૧૬.એ.યુ.સ્મોલ બેંક ૧૭. ફેડરલ બેંક બે.
નોધનીય છે કે, આ બધી જ બેંકમાં કયા એકાઉન્ટ નંબર, કોણ એકાઉન્ટ હેાલ્ડર, આધાર-પાના કાર્ડ, કેટલી રકમ જમા કરાઈ, કેટલી નિકળી સહિતની વિગતો પોલીસતંત્રએ અંકે કરી છે અને આગળની દીશામાં તપાસ હાથ ધરવામા આવી રહી છે. 

Comments

COMMENT / REPLY FROM