ગાંધીધામ સંકુલમાં રહેણાંકના હેતુવાળા પ્લોટમાં કોમર્શિયલ ધમધમાવતા ૬૧ પ્લોટની લીઝ રદ : જમીનમાર્કેટમાં સોપો
એસઆરસી દ્વારા એક વર્ષ પહેલા સંકુલના વિવિધ પ્રતિષ્ઠાનોને ફટકારેલી નોટીસો બાદની કાર્યવાહી : રહેણાંકના પ્લોટમાં કોર્મિશીયલ પ્રવૃતીઓ નિયમ વિરૂદ્ધ ચાલતી હોવા સામે કાર્યવાહી : જોડીયા શહેરના વધુ ર૦૦ જેટલા આવા જ પ્રતિષ્ઠાનોને ફટકારાઈ નેાટીસ : ૧પ દીવસનો અપાયો સમય : આધારો રજુ કરો, નહી તો તમારી પણ લીઝ થશે કેન્સલ
ખાટલે મોટી ખોટ : રહેણાંકના પ્લોટ પર કોમર્શિયલ પ્રવૃતીઓ થતી હોય તો પછી તેમાં ફાયર એનઓસીની પરમિશન હતી કે નહી? જો ન હોતી તો કેવી રીતે આ પ્રવૃતીઓ થઈ શકે? અને જો હતી તો કયા આધારે મંજુરી આપી શકાય? ઉપરાંત રહેણાંકના પ્લોટ પર કોમર્શીયલ
પ્રવૃતીઓ માટે પીજીવીસીએલ તંત્રએ કોમર્શિયલ કનેકશનો આપ્યા કેવી રીતે? તપાસ કરો તો ઘણા બધાની સંડોવણીઓ આવી શકે છે બહાર?
એસઆરસીએ બે ભાગમાં સંકુલના ૩૦૦ લીઝ હોલ્ડરને નોટીસ ફટકાર્યાની ચર્ચા : એક ભાગને મુદત અપાઈ, અન્યોને સીધી જ લીઝ રદનો વછુટયો આદેશ
ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક સંકુલ ગાંધીધામ -આદિપુર જોડીયા શહેરોની જમીન માર્કેટમાં મોટો સન્નાટો-સોપો વ્યાપી જાય તે અનુસારની હલચલ આદરવામાં આવી હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ બાબતે મળતી વધુ વિગતો અનુસરા એકાદ વર્ષ પહેલા રાજકોટમાં જયારે ગંભીર અગ્નિકાંડ સર્જાયો હતો તે બાદ રાજયભરમાં વહીવટીતંત્રમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા અને ઠેર ઠેર કોમર્શિયલ એકટીવીટી કરનારાઓની સામે તવાઈ જ બોલાવવામા આવી હતી.તે વખતે ગુજરાતની સાથે કચ્છમાં અને તેમાંય પૂર્વ કચ્છના જોડીયા શહેરો આદિપુર-ગાંધીધામમાં પણ કેટલાક પ્રતિષ્ઠાનોમાં લાલીયાવાડી જ ચાલતી હોવાની સ્થિતી સામે આવવા પામી હતી.
રાજકોટ અગ્નિકાંડ બાદ જાણે કે, એકાએક જ ગાંધીધામમાં પણ તંત્ર જાગી ગયુ હોય તેમ અહી પણ કોમર્શિયલ એકટિવીટીવાળાઓની તપાસ કરાઈ હતી અને ગેમઝોન બંધ કરવામા આવ્યા હતા તથા ગાંધીધામ-આદિપુરમાં રહેણાંકના પ્લોટમાં ધમધમતા કોમર્શિયલ પ્રતીષ્ઠાનોને એસઆરસી દ્વારા નોટીસો ફટકારી અને તેમની લીઝ કેમ રદ કરવામા ન આવે તેવા પુછાણાઓ લેવાયા હતા. જે બાદ મળતી માહીતી અનુસાર સિધુ રીસેટલમેન્ટ કાર્પોરેશન દ્વારા ગાંધીધામ આદીપુરમાં આવી ૬૧ જેટલી લીઝ કેન્સલ કરી નાખી હોવાનુ જાણવા મળી રહ્યું છે.
આ મુજબની કાર્યવાહી થવાના પગલે સંકુલની જમીન માર્કેટમાં પણ સન્નાટો જ વ્યાપી જવા પામ્યો હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. ગત વર્ષે જે નોટીસો અપાઈ હતી તેની તપાસો પૂર્ણ થયા બાદ ગઈકાલે ૬૧ જેટલી લીઝ રદ કરી દેવાઈ છે તો હજુય પણ ર૦૦ જેટલાઓને નોટીસો ફટકારી દેવામા આવી છે અને તેઓને ૧પ દીવસનો સમય આપવામાં આવ્યો હોવાનુ એસઆરસીના સત્તાવાર સુત્રોમાંથી સામે આવવા પામી રહ્યુ છે.
................
બાંધકામો થઈ ગયા બાદ એસઆરસીએ કેમ લીઝ રદ કરી?
આટલો બધો સમય શું આંખે પાટ્ટા બંધાયેલા હતા..?
રહેણાંકમાં કોમર્શીયલ બાંધકામ થઈ રહ્યા હતા તે વખતે જ શા માટે ન અટકાવાયા? હાલમાં આવા બાંધકામો પાર્ટીએ મોટા ખર્ચાઓ કરી નાખ્યા બાદ કેમ આ મહાનસંસ્થાને લીઝ રદ કરવાના પગલા લેવાનું સુજયું? શું આ સંસ્થાના અમુક બની બેઠેલાઓના સ્વાર્થ ન સંધાયા એટલે લીઝધારકોને આપી દીધો ફટકો? : સંકુલમાં જામી તરેહ તરેહની ચર્ચા
ગાંધીધામ : એસઆરસી દ્વારા આદિપુર-ગાંધીધામ જોડીયાશહેરોના ૬૧ જેટલા પ્લોટસની લીઝ રદ કરી દેવામા આવી છે. રહેણાંકના પ્લોટસ પર કોમર્શિયલ પ્રવૃતીઓ થતી હોવાની આ કાર્યવાહી કરવામા આવી છે. આ કાર્યવાહી દેર સે આયે દુરસ્ત આયેના તાલે કરાઈ છે પરંતુ અહી સવાલ એ થાય છે કે, આટલો બધો સમય એસઆરસીના અમુક બની બેઠેલાઓ કેમ અંધારમાં રહી ગયા? રહેણાકના પ્લોટ પર કોમર્શિયલ પ્રવૃતીઓના જે બાંધકામ થઈ રહ્યા હતા તે સમયે જ તેને કેમ અટકાવામાં ન આવ્યા? જો ત્યારથી અટકાવી દેવાયા હોત તો જે-તે પાર્ટીઓને આટલો માટેો ખર્ચો ભોગવવાનો વારો આવ્યો ન હોત? હવે જયારે લીજના નિયમોનો ભંગ કરી અને અહી બાંધકામો થઈ ગયા છે? પાર્ટીએ ખર્ચાઓ કરીનાખ્યા છે? ત્યારે લીઝ રદ કરવામા આવી રહી છે તેની પાછળનું રહસ્ય શું છે? શું આ સંસ્થાના અમુક બની બેઠેલા સ્થાપિત હિતો-તત્વોના કોઈ સ્વાર્થ ન સંભાયા એટલે તેઓએ આ કૃત્ય આદર્યુ છે?

Comments