ભુજ લોહાણા મહાજન દ્વારા વીસમો દ્રષ્ટિ સેવા કેમ્પ યોજાયો
ભુજ : લોહાણા મહાજન દ્વારા એલએનએમ લાયન્સ હોસ્પિટલ ભુજનાં સંયુકત ઉપક્રમે સર્વે જ્ઞાતિ માટે દર મહિનાના ચોથા ગુરૂવારે યોજવામાં આવતા નિઃશુલ્ક મોતીયા,વેલ, ઝામર અને પડદાના ચેકઅપના વીસમા કેમ્પનું આયોજન નાનજી સુંદરજી સેજપાલ ભુજ લોહાણા મહાજનવાડી ખાતે કરાયું હતું, ભુજ તથા ભુજની આસપાસના ગામડામાંથી આવેલ ૨૩ લાભાર્થીઓએ લાભ લીધેલ હતો. દર મહિને યોજાતા કેમ્પમાં નબળા પડદા ધરાવતા તથા અન્ય આંખના રોગની આધુનીક મશીન દ્વારા દર્દીઓની તપાસણી કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં મોતીયા વેલના ૬ દર્દીઓના ઓપરેશન વિનામુલ્યે ભુજની લાયન્સ હોસ્પિટલ ખાતેે કરવામાં આવશે. આંખના નંબર પણ હોસ્પિટલ ખાતે કાઢી આપવામાં આવશે. સામાન્ય આંખના દર્દીઓને દવા અને ઓપરેશન કરાવનાર દર્દીઓને પંદર દિવસની દવા અને કાળા ચશ્મા ફ્રી આપવામાં આવશે. આ કેમ્પમાં લાયન્સ હોસ્પિટલના સંજયભાઈ ભાટી, સુરેશ ચંદે, ૬ દર્દીઓને લેબોરેટરી સુગર ચકાસણીની સેવા મહાજનવાડી કેમ્પ સ્થળ ઉપર ભરતભાઈ રબારીએ આપી હતી.
આ કેમ્પમાં ભુજ લોહાણા મહાજનનાં પ્રમુખ ડો. મુકેશભાઈ ચંદે, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ ઠકકર, મંત્રી હીતેશભાઈ ઠકકર, સહમંત્રી સંજયભાઈ ઠકકર, હર્ષદભાઈ ઠકકર (હકી), ગોવિંદભાઈ ઠકકર, દિનેશભાઈ દૈયા, જયંતભાઈ ઠકકર, જગદીશભાઈ ઠકકર, ધીરજભાઈ ઠકકર,દિલીપભાઈ ઠકકર, ગિરધરભાઈ ઠકકર, રશ્મિકાંતભાઈ ઠકકર, બાલકૃષ્ણભાઈ ઠકકર યુવા મંડળના પ્રમુખ નીલ સચદે, ઉપપ્રમુખ વરૂણ ઠકકર, પ્રાણલાલભાઈ ઠકકર તથા આ કેમ્પને સફળ બનાવવા માટે મહાજનના સ્ટાફગણ વ્યવસ્થામાં સાથે રહ્યા હતા. અલ્પાહારની વ્યવસ્થા જગદિશભાઈ ઠકકર તરફથી કરવામાં આવી હતી.
----

Comments