- તો ભુજ શેખપીર પાસેના નશાના કાળા કારોબાર કેસમાં થાય વધુ ખુલાસા
અમદાવાદના સલીમ સૈયદ સુધી તપાસ લંબાવો
પશ્ચીમ કચ્છ એસઓેજીએ દબોચેલા બે શખ્સોના લ્યો વધુ પુછાણા : અમદાવાદથી આ પ્રથમ જ ખેપ હતી કે આ પહેલા પણ ડ્રગ્સ લાવી ચુકયા છે, આ શખ્સોડ્રગ્સનો વેપલો કરતા કોણે હતા? લઈ કયા જવાના હતા? કોને કચ્છમાં ડીલીવરી આપવાના હતા?
શેખપીર સુધી આ શખ્સો અમદાવાદથી ખીસ્સામં આવી પડીકીઓ નાખીને પહોચી આવ્યા તો આગળના પોલીસ મથકો, ચેકપોસ્ટો સહિતનાઓ કેમ ઉંઘતા જ રહી ગયા? : આવી કેટકેટલી અન્ય ખેપ ડ્રગ્સની કચ્છમાં નહી લાગતી હોય તેની શું ખાત્રી?
ગાંધીધામ : ઉડતા પંજાબની જેમ ઉડતા કચ્છ બનાવવાની દીશામાં ડ્રગ્સ માફીયાઓ બેફામ બનેલા હોય તેવી રીતે જિલ્લાભરમાં વ્યાપક રીતે ડ્રગ્સનો જથ્થો છુટાછવાયા કેસો પોલીસતંત્રના હાથે ઝડપાઈ જવા પામતા હોય છે. એકતરફ પૂર્વ કચ્છ એસઓજી દ્વારા એક હોટેલમાથી શખ્સને દબોચી અને પાંચ લાખનો ડ્રગ્સનો જ્થો પકડી પાડયો હતો તેની તપાસ હજુ તો પૂર્ણ થવા પામી જ નથી ત્યાં તો પશ્ચીમ કચ્છ એસઓજીએ પણ નો ડ્રગ્સ ઈન કચ્છ કેમ્પેઈનને આગળ ધપાવતા હોય તેવી રીતે અહીથી પણ બે શખ્સોને દોઢ લાખના એમડી ડ્રગ્સના જથ્થાની સાથે પકડી લીધા છે. દરમ્યાન જઆ કેસની તપાસ રાબેતામુજબ જ આગળ ધપશે ત્યારે જાણકારો કહી રહ્યા છેકે, અહી શેખપીર પાસે એમડી ડ્રગ્સની સાથે બે શખ્સોને પણ દબોચી લેવામાં સફળતા મળી છે ત્યારે તેઓથી જો ધનિષ્ઠ પુછતાછ કરવામા આવશે તો આ કેસમાં વધુ કેટલાક સંદિગ્ધ ખુલાસા થવા પામી શકશે. આમ તો પોલીસે આ એમડી ડ્રગ્સનો જથ્થો યુવાધનને નશાના રવાડે ચડાવે તે પહેલા જ પકડી લીધો છે અને તે માટે એસઓજીની ટીમની કામગીરીને આવકારવી જ રહી પરંતુ આવા તત્વોની સાથે અન્ય આખીય કઈ કઈ સિન્ડીકેટ કામ કરી રહી છે એટલે કે આ એમડી ડ્રગ્સના નેટવર્કમાં કોણ કોણ સંડોવાયેલા છે તે સુધી તપાલ લંબાવી જોઈએ તે જ સમયનો તકાજો બની રહ્યો છે. આ શખ્સોએ એટલી કબુલાત તો આપી દીધી છે કે, અમદાવાદથી તેઓ આ એમડી ડ્રગ્સ લાવ્યા હતા, તેના ચુકવણા કેવી રીતે કર્યા એ પણ કહયુ છે, હવે સવાલ એ થાય છે કે, આ જથ્થો કચ્છમાં તેઓ આપવાના કોને હતા? આ એમડી ડ્રગ્સનો જથ્થો કચ્છમાં સપ્લાય કયા થવાનો હતો? ઉપરાંત આ શખ્સો પહેલી જ વખત અહી આ રીતે ડ્રગ્સ લાવ્યા હતા કે અગાઉ પણ તેઓએ ડ્રગ્સનો જથ્થો ઠાલવી દીધો છે? એમડી ડ્રગ્સનો જથ્થો કચ્છમાં વપરાય છે કેવા હેતુસર અને કયાં? આવા બધાયના નામો આ કેસમાં બહાર લાવવા જોઈએ તો અને તો જ ડ્રગ્સની આખેઆખી કાર્ટેલ તુટવા પામશે. જો આ બે શખ્સો માત્રથી જ અહી કેસ કર્યાનો સંતોષ માની લેવામા આવશે તો ફરીથી એમડી ડ્રગ્સના વપરાશકારો, માફીયાઓ, કોઈ નવા ફોલ્ડરીયાઓને શોધીને અહી ડ્રગ્સ ઠાલવવાના કીમીયાઓ અજમાવશે. આ તબક્કે સવાલ તો એ પણ થવા પામી રહ્યો છે કે, આ શખ્સો અમદાવાદથી ભુજ તરફ આવી રહ્યા હતા ત્યારે શેખપીર પાસે પકડાયા છે તો કચ્છમાં પ્રવેશી ગયા ત્યારથી લઈ અને આટલા બધા કીલોમીટર અંદર સુધી ડ્રગ્સ સાથે આ શખ્સો આવી ગયા તો આગળની ચેકપોસ્ટો, પોલીસ મથકો કેમ ઉંઘતા રહી ગયા?

Comments