Trending News
સ્થાનિક સમાચાર

મુંદરા કથિત પત્રકાર ટોળકી ખંડણી કાંડ : વ્યાજના નાણા આ શખ્સો પાસે આવ્યા કયાંથી? શું પડદા પાછળ કોઈ ખાખી-ખાદીધારીની છે ભુમિકા..?

24 April

તપાસનીશ પોલીસ તંત્ર ધ્યાને ન લે..! 




થોકબંધ સ્ટેમ્પ પેપર આ ટોળકી પાસે આવ્યા કયાંથી? આ ગેંગ સામે વ્યાજવટાઉની રોજ-બરોજ નોધાઈ રહી છે બે-ચાર ફરીયાદ  ત્યારે સવાલ અહી એ થાય છે કે, કેટલી મોટી રકમ વ્યાજમાં આ શખ્સો ફેરવતા હતા? તેમની પાસે આટલી મોટી રકમ વ્યાજ પર આપવા માટે અવી કયાંથી? 


વ્યાજ પર ચક્રવૃદ્ધી વ્યાજ વસુલ્યા પછી પણ ભોગગ્રસ્તને દાદાગીરીપૂર્વક હેરાન-પરેશાન કરી અને તેના ખીસ્સામાં દીકરીના જન્મદીવસની કેક માટે બચેલા ૧૭૦ રૂપીયા પણ ઉસેડી લેનારા તત્વોને કોનો ટેકો છે? આટઆટલા કૌભાંડોને પોતાના બળે અંજામ આપી જાય તેવા તો આ ચીટર તત્વો દેખાતા નથી?


ગાંધીધામ : કચ્છના મુંદરામાંથી થોડા સમય પહેલા જ પોલીસે કથિત પત્રકાર સહિતની ટોળકીના ચાર શખ્સોને દબોચી લઈ અને માહીતી માંગવાના નામે ખંડણી કરી અનેમકાન તથા કાર પચાવી લીધા હોવાના ગંભીર કીસ્સાનો પર્દાફાશ કરી દીધો છે. આ શખ્સોની તપાસમા તેમની સામે વ્યાજ વટાઉના પણ ગેરકાયદેસર ધંધામાં લોકોના લોહીચુસણાઓ કર્યા હોવાની ફરીયાદો પણ પોલીસ મથકે સતત સામે આવવા પામી રહી છે. 
આ કેસમાં જે જે ફરીયાદો આવે છે તેની પોલીસ રાહે તપાસ કરવામાં આવી જ રહી છે પરંતુ અહી સમગ્ર કેસમાં એક મોટો સવાલ એવો પણ થવા પામી રહ્યો છે કે, આ બોગસ ઠગ ટોળકી વ્યાજનો ધંધો કરતા હતા તો તેમની પાસે વ્યાજે રકમ ફેરવવા માટે આવતી કયાંથી હતી? જે રીતે ફરીયાદો થવા પામી છે તે જોતા તો વ્યાજે નાણા ધીરતાહશે તેની રકમનો આંક પણ ઘણો મોટો જ હોવો જોઈએ. આ તો હજુ હિમંત કરીને બહાર આવેલી ફરીયાદો છે, આ ઠગભગત ટોળકીની સામે હજુ જે બહાર આવવા નહીમાંગતા હોય તેવાભોગગ્રસ્તો અને તેમને આપેલી રકમ તથા તેમનાથી પાછી મેળવેલી દાદાગીરીપૂર્વકની રકમોનો આંક કયાં હશે?
સાથસાથ જ આ કેસમાં પ્રશ્ન મોટો એક એ પણ થવા પામી રહ્યો છે કે, ૧૯૪૭થી ર૦રપ સુધીના સ્ટેમ્પ પેપર આ ટોળકી પાસે મળી આવવા પામ્યા છેે. તો આટલા બધા સ્ટેમ્પર પેપર તમની પાસેથી આવ્યા કયાંથી? મકાન-કાર પચાવી લેનારી ટોળકીની ધરપકડ થયા બાદ વ્યાજના બેનામી ધંધામાં મુદત ચુકવાયા બાદ પણ દાદાગીરી કરવાની રોજ બરોજ એકાદ-બે ફરીયાદ આ ટોળકી સામે પોલીસ મથકે આવી રહી છે, ત્યારે સવાલ અહી એ થાય છે કે, કેટલી મોટી રકમ વ્યાજમાં આ શખ્સો ફેરવતા હતા? તેમની પાસે આટલી મોટી રકમ વ્યાજ પર આપવા માટે અવી કયાંથી? 
વ્યાજ પર ચક્રવૃદ્ધી વ્યાજ વસુલ્યા પછી પણ ભોગગ્રસ્તને દાદાગીરીપૂર્વક હેરાન-પરેશાન કરી અને તેના ખીસ્સામાં દીકરીના જન્મદીવસની કેક માટે બચેલા ૧૭૦ રૂપીયા પણ ઉસેડી લેનારા તત્વોને કોનો ટેકો છે? આટઆટલા કૌભાંડોને પોતાના બળે અંજામ આપી જાય તેવા તો આ ચીટર તત્વો દેખાતા નથી? શું કોઈ ખાખીધારી કે પછી ખાદીધારી ટેકો તો નથી રહેલો ને? કચ્છમાં પાછલા અમુક સમયી ખાખીધારી વર્ગમાં વહીવટદારની ભુમિકાઓ જે ભજવતા હોય છે તેમની પાસે બેનામી રકમ ઘણી મોટી આવી જતી હોય છે અને તેઓ પણ વ્યાજ વટાઉના ધંધામાં પોતાની આ રકમ ફેરવવા ફોલ્ડરીયાઓને આપી દેતા હોય છે. તો આવા કોઈ ખાખીના વહીવટદારની રકમ તો આ ટોળકી પાસે ફરાવવા રાખેલી ન હતી ને? યા તો પછી કોઈ ખાદીધારીના તો ચાર હાથ કયાંક આવી ગેંગ પર નથી રહેલા ને..? મુંદરા સંકુલમાં આવી ચર્ચાઓ ટોક ઓફ ધી ટાઉન બનવાપામી ગયા છે. 



 

Comments

COMMENT / REPLY FROM