Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ મનપાને ૧૦૪ કરોડ મળ્યા, શું આવા જ લોટ-પાણીને લાકડાના થશે કામો? સેકટર વીસ્તારમાં રોડની હાલત દયનીય..!

23 April

ઠેકેદારની લાલીયાવાડી સામે કેમ કોઈ જ લાલઆંખ નહી?




સેકટર વિસ્તારમાં  રોડનું હલકી ગુણવત્તા સાથે કામ થયાનો આક્ષેપ : બે માસ પણ નથી થયા રોડ બન્યાને અને કાકંરીઓ માત્ર ઉખડી નહી પણ ગાબડાઓ પડવાના થઈ ગયા શરૂ : પોઝ વિસ્તારમાં આ રીતે રોડ બનતા હોય તો અન્ય વિસ્તારોના રોડ-રસ્તાની તો વાત જ શુ કરવાની રહે..?




•  માળખાગત સુવિધાઓ સુલભ બને તે માટેના પ્રયાસો કરી રહ્યા છીએ, આવી ગફલતાઈ જરા સહેજ પણ નહી ચાલે, એન્જીનીયરને સુચનો અપાવી કડક કાર્યવાહી કરીશું :  મેહુલ દેસાઈ : (ડે.મ્યુનિસીપલ કમિશ્નરશ્રી ગાંધીધામ મનપા)



અમારી પાસે ફરીયાદ આવી છે, તપાસ કરાવીશું, બાકીના આક્ષેપો પાયાવિહોણા છે  : અર્નબ બુચ (એન્જીનયર મનપા ગાંધીધામ)


• સીટી એન્જીનીયરને કડકાઈથી સુચના આપી છે, પુછાણા લેવાયા છે, જવાબો આવ્યા બાદ શહેરીજનોના હિતાર્થે ચોકકસથી સરકારી મર્યાદામાં કાર્યવાહી કરાશે : શ્રી રામાનુજ (ડે.મ્યુનિસીપલ કમિશ્નર, ગાંધીધામ મનપા)

ખાટલે મોટી ખોટ : મનપાના ઈન્જીનીયર આવા રોડ -રસ્તાના કામો પર કેમ નથી રાખી શકતા દેખરેખ? રોડ-રસ્તા બની જાય 
બાદ મનપામાંથી ઈન્સપેકશન કરવાનુ કામ કોણ કરે છે? ઈન્જીનીયર મનપામાં છે કે નહી? શું જુએ છે? થર્ડ પાર્ટીને ઈન્સપેકશન અપાયુ છે કે નહી? તેઓ શું જાઈ રહ્યા છે? : આવા નબળી ગુણવત્તાવાળા કામોના બીલો કોના કહેવાથી થઈ જાય છે મંજુર..?

મનપા તંત્રના ડે.કમિશ્નરશ્રીઓ પણ એન્જીનીયર વિભાગ પર યા તો મોનીટરીંગ નથી રાખતા અથવા તો વધુ પડતો વિશ્વાસ અને 
વધુ પડતી છુટ આપી બેઠા હોવાનો દેખાય છે વર્તારો : પ્રજાના ટેક્ષના પૈસા, સરકારી તિજોરીનો થાય છે મોટો વેડફાટઃ શહેરના રામબાગ રોડ પર પણ આ એન્જીનીયરની જ બેદરકારીભરી રીતી-નીતીઓના લીધે જાગૃત નાગરીક અને નગરપાલીકાના હોદેદારો મધરાતે ચેકીંગ કરવા પહોચી ગયા હતા અને રસ્તાના કામને ગુણવત્તાયુકત કરવાની પાડી હતી ફરજ
 


ગાંધીધામ : ગુજરાત સરકાર દ્વારા ગાંધીધામ નગરપાલીકાને મહાનગરપાલીકાનો દરજજો આપી દેવામા આવ્યો છે, અહી ઉચ્ચ અધિકારીઓની પણ નિયુકિત થવા પામી ગઈ છે, ઉપરાંત પણ માળખાગત સુવિધાઓના કામોમાં જાણે કે લોટ પાણીને લાકડાનો જ તાલ થવા પામતો હોય તેવી રીતે લોક ફરીયાદ સતત ઉઠવા પામી રહી છે.
 શહેરના પૌજ એવા સેકટર વિસ્તારમાં અયપ્પા મંદીર પાસેથી સ્કુલ તરફ જતો સીમેન્ટ રોડ બે મહીના પહેલા જ બનાવાયો હતો, તે તેમાં ન માત્ર કાંકરીઓ ઉખડી જવા પામી છે બલ્ક રીતસરના પોપડા જ અહી પડી જવા પામ્યા છે અને આ રોડના કામની ગુણવત્તા સામે રીતસરનો મોટો અંગુલીનિર્દેશ જ સામે આવવા પામી રહ્યો છે. 
ગાંધીધામ-આદિપુર જોડીયા શહેરમાં મહાનગરપાલીકા બન્યા બાદ કોઈ નવા વિકાસકામો હજુ સુધી હાથ ધરવામા આવ્યા નથી પરંતુ નગરપાલીકા સમયના જે કામો મંજુર થયેલા છે તેને આગળ ધપાવવામા આવી રહ્યા છે. પરંતુ આ કામોની ગુણવત્તાની કોઈ જ ચકાસણીઓ કે પછી મોનીટરીંગ કરવામાં જ ન આવતુ હોય તેવી રીતે પ્રજાના ટેક્ષના પેસા અને સરકારની તિજોરીની રકમન તંત્રના અમુક ભ્રષ્ટ તત્વો, રોડ રસ્તાના કામો જોવાની જેની જવાબદારી બની રહી છે તેવા ઈન્જીનીયર તથા કામ રાખનારા ઠેકેદારો બધાય જાણે કે એક બીજાથી મેણાપીપણા કરી અને લોટ પાણીને લાકડાનો જ તાલ આ કામોમાં કરી રહ્યા હોય તેવી ઘટના હાલમાં સામે આવી રહી છે. સેકટર વિસ્તારમાં જે રોડ બે માસ પહેલા જ બન્યો હોય તે પણ પોઝ વિસ્તારમાં બન્યો હોય અને બે જ માસમાં રોડ આખેઆખો ઉબડખાબડ જ બની ગયો હોય તો એ કામને લઈને કયા કોઈએ કાંઈ પ્રમાણપત્ર આપવાનુ જ રહે છે? એ કામની ગુણવત્તામાં ચોકકસથી લાલીયાવાડી જ કામ કરી ગઈ હોવાનો આપોઆપ જ ફલિત થવા પામી રહ્યુ છે તેની સાથે જ નગરપાલિકાના એન્જીનીયર વિભાગ દ્વારા પણ આવા રોડ રસ્તાના કામો પર કોઈ જ પ્રકારની ચોકકસ સરકાર હિતની કડકાઈ સાથેની ચકાસણીઓ કરવામા આવતી જ નથી તે પણ અહી ફલિત થવા પામીરહ્યુ છે. ઉપરાંત મનપાના ડે.કમિશ્નરશ્રિઓ પણ આવા એન્જીનીયર વિભાગ પણ આંખ મીંચીને જે અંધ વિશ્વાસ કરી રહ્યા છે, તેમાં પણ આવા એન્જીનીયર વિભાગના લાપરવાહો પણ સાબિત જ કરી દેખાડયુ છે કે, તમે આંધળા છો., નહી તો બે માસમાં બનેલ રોડની અવદશા આટલી હદે ખરાબ કેમ થાય? એ પણ પોઝ એરીયા છે? આ રોડ પર કોઈ એટલો બધો વાહનોનો મારો પણ ન હોય તે સમજી શકાય તેમ છે. અહી સવાલો તો અનેક થવા પામી રહયા છે.
 ખરેખર આવા ઠેકેદારને અપાયેલ કામ ગેરંટી પીરીયડમાં જ હશે, તેમા જ આવી અવદશા થઈ ગઈ છે છતા મનપાના જવાબદારો ઠેકેદારો પાસેથી આ રોડ રસ્તો સારી રીતે બનાવવામાં આગળ ન આવે તો શું સમજવું? કેમ મનપા તંત્ર અને એન્જીનીયર વિભાગ ઠેકેદાર સામે લાલઆંખ કરતા લાજનો ધુમટો તાણી રહ્યા છે? જો શહેરના પોઝ વિસ્તારમાં બનેલ સિમેન્ટ આરસીસીરોડ બે જ માસમાં તુટી જતો હોય, ગાબડાઓ પડી જતા હોય તો અન્ય વિસ્તારોની કેવી અવદશા હશે? નોધનીય છે કે, રામબાગ રોડ પર પણ આ જ રીતે ચાલતા લોટ પાણીને લાકડાના કામને મધરાત્રીએ અંધારામાં કામ કેમ કરી રહ્યા છે? તેવા ધારદાર સવાલો પુછી અને જાગૃત નાગરીક તથા એક પદાધિકારીએ પહોચી જઈ અને આ એન્જીનીયરને સ્થળ પર બોલાવી કામનગી ગુણવત્તા બદલ સખ્ત ઉધડોલીધો હતો? તે વખત પણ ઠકેદારની સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી હોય તેવુ આજ દીવસ સુધી ફલિત નથી થયુ? તો ઠેકેદારો આ મનપા તંત્રના એન્જીનીયર વિભાગના જવાબાદરોને પગાર આપે છે કે પ્રજાજનોના ટેક્ષમાથી સરકાર આપે છે? એન્જીયરે કોની તરફેણમાં કામ કરવાની ફરજ નિભાવવાની થાય છે? તેવા ધારદાર સવાલો હવે સંકુલના પ્રજાજનો ઉઠાવી રહ્યા છે. આ બાબતે મનપા વિભાગના એન્જીનીયર અર્નબ બુચની સાથે વાતચીત કરતા તેઓએ કહ્યુહતુ કે, ફરીયાદ મારા પાસે પણ આવી છે, આ બાબતે ચોકકસથી વેળાસર જ ધોરણસરની કાર્યવાહી કરવામા આવશે, બાકીના આક્ષેપોને તેઓએ નકાર્યા હતા. હકીકતમાં જયારે આ રોડ બની ગયો, ત્યારે જ એન્જીનયર દ્વારા સર્વે-નીરીક્ષણ કેમ કરવામાં ન આવ્યુ? અને જો તેઓએ નિરિક્ષણ કર્યુ જ હતુ અને પછી જ બીલ ચુકવ્યાનો દાવો થતો હોય તો તેમણે નિરિક્ષણ કેવુ કર્યુ તે અહી સવાલ ઉભા થવા પામી રહ્યા છે? કહેવાય છે કે, શહેરના અન્ય વિસ્તારોમાં પણ આડેધડ ઠેકેદારો દ્વારા રોડ રસ્તા બનાવી દેવાયા છે અને તેના લીધે પાણી ભરાવની સમસ્યા આગામી દીવસોમાં થવા પામી જ જશે. અયપ્પામંદીર પાસેનો જે રોડ છે તે શરૂઆતથી જ વિવાદમાં રહેલે છે, લોકોએ જયારે અહી રસ્તા માટે ખોદાણ કર્યુ તે વખતે જ વિરોધનો બ્યુગલ ફુંકયો હતો, પરંતુ સુધરાઈના જવાબદારો પ્રજા હિતના બદલે ઠેકેદારનીજ તરફેણમાં ધોરીધરાર આ રોડને બનાવી દીધો, કોઈ જ સુચનો માન્ય ન રાખ્યા અને હવે આ રોડ બન્યાના બે જ માસમાં ખરાબ થઈ ગયો છે? કોન કહેવાશે તેના માટે જવાબદાર?તો વળી બીજીતરફ આ બાબતે ગાંધીધામ મનપા ડે.કમિશ્નરશ્રી મેહુલ દેસાઈની સાથે વાતચીત કરવામા આવતા તેઓએ કહ્યુ હતુ કે, માળખાગત સુવિધાઓ સુલભ બને તે માટે તમામ પ્રયાસો થઈ રહ્યા છે, રોડ-રસ્તાના કામમાં ગફલતાઈ હશે તો એ જરા સહેજ પણ નહી ચલાવી લેવાય, તપાસ ચોકકસથી કરાવીશું તેમ જણાવ્યુ હતુ. તો વળી બીજીતરફ મનપાના જ ડે.કમિશ્નરશ્રી સંજય રામાનુજને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, અમારા ધ્યાને વાત આવી છે, સીટી ઈન્જીનીયરને સુચનાઓ આપી દેવાઈ છે, પુછાણા પણ લેવાયા છે, જવાબ આવ્યા બાદ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. 

Comments

COMMENT / REPLY FROM