ગાંધીધામના ચોખાચોરી કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ
ગુજરાત હાઉસિંગ બોર્ડ ની સામેના ભાગે આવેલ ગોડાઉનમાંથી થયેલ ચોખા ચોરીના કેસમાં ગાંધીધામ “બી” ડીવીઝન પોલીસ મથકની કાર્યવાહી
ગાંધીધામ : ગાંધીધામમાં થયેલી ચોખાચોરીના કેસમાં પોલીસ તંત્ર દ્વારા આ કેસમાં સંડોવાયેલા પાંચ આરોપીઓની ધરપકડ કરવામા આવી છે. આ મામલે મળતી વધુ વિગતો અનુસાર પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સમ્હદી રેન્જ- ભુજ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગ૨ બાગમાર સાહેબનાઓ ત૨ફથી મિલ્કત સબંધી બનતા ગુના અટકાવવા સારૂ જરૂરી સુચના આપેલ હોય અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજા૨ વિભાગ તાઓ તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા અને તેઓશ્રી દ્વા૨ા પોલીસ સ્ટેશન વિસ્તા૨માં અસ૨કા૨ક પેટ્રોલીંગ રાખવા જણાવેલ હોય અને તાજેત૨માં ગુજરાત હાઉસિંગ બોર્ડ ગાંધીધામની સામેના ભાગે આવેલ એસ પોદ્દાર ઈન્ટ૨નેશનલ ઈન્ડીયા પ્રા.લી.કંપનીના ગોડાઉન નંબ૨-૧૬ જે લીલાધ૨ પાસુ ફોરવર્ડસ પ્રા.લી. કંપનીએ વેપાર અર્થે ભાડે રાખેલ હોય અને તેની અંદર ચોખાની બોરીઓનો જથ્થો સંગ્રહ કરી ૨ાખેલ હતો તે ગોડાઉનનું શટર ઉંચુ કરી અજાણ્યા આરોપીઓએ ચોખાની ૪૦ કિ.ગ્રા.ની બોરીઓ નંગ-૧૨૦ કિ.રૂ.૪,૦૮,૦૦૦/-ના મુદામાલની ચોરી કરેલ હોય જે બાબતે ગાંધીધામ બી.ડીવી પો.સ્ટે ગુ. ૨.નં.૧૧૯૯૩૦૦૭૨૫૦૪૪૮ / ૨૦૨૫ બી.એન.એસ.કલમ-૩૦૫, ૩૩૧(૨), (૩), (૪), ૫૪ મુજબ નો ગુનો તા-૧૯/૦૪/૨૦૨૫ ના નોંધાયેલ હોય જે ગુના કામે સંડોવાયેલ ચો૨ આરોપીઓની માહિતી મેળવી તેમને પકડી પાડવા સારૂ પોલીસ ઇન્સપેકટર એસ.વી.ગોજીયા નાઓ દ્વારા જરૂરી ચુચના કરતા જે અનવ્યે સર્વેલન્સ સ્ટાફ ના કર્મચારીઓ
પેટ્રોલીંગમાં હતા દ૨મ્યાન હ્યુમન સોર્સ થી મળેલ ખાનગી બાતમી હકિકત આધારે આ ચોખા ચોરીના ગુના કામે સંડોવાયેલ આરોપીઓને કિડાણા ગામના આજુબાજુના અલગ અલગ વિસ્તારમાંથી પાંચ આરોપીઓ ને પકડી પાડી તેમની પાસેથી ચોરીમાં ગયેલ ચોખાની બોરીઓ કબ્જે કરી તેમની ગુના કામે ધ૨પકડ ક૨ી આ ચોરીના ગુના કામે સંડોવાયેલ અન્ય વધુ આરોપીઓને પકડી પાડવા સારૂ આગળની વધુ તપાસ હાથ ધ૨વામાં આવેલ છે.ઉપરોક્ત કામગી૨ી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટર એસ.વી.ગોજીયા તથા પો.સબ ઇન્સ. એલ.એન.વાઢીયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામા આવેલ છે.
...............
પકડાયેલ આરોપીઓ
(૧) ફરીદ ઉફ્રે પૈકો ઇબ્રાહીમ કટીયા ઉ.વ.૨૩ ૨હે-કિડાણા, ૧૦૦ ચોરસવાર, તા ગાંધીધામ (૨) દાઉદ ઉર્ફ દાવલો ઈબ્રાહિમ કટીયા ઉ.વ ૨૧ ૨હે- કિડાણા, ૧૦૦ ચોરસવા૨, તા ગાંધીધામ (૩) ઉંમર ઉર્ફે ભુરો કાસમ ચાવડા ઉ.વ ૨૨ ૨હે-મિયાણીવાસ, કિડાણા, તા ગાંધીધામ (૪) મહેબુબ સુલેમાન મથડા ઉ.વ ૨૫ ૨હે-કિડાણા, ૧૦૦ ચોરસવા૨, તા ગાંધીધામ (૫) ફિરોજ ઉર્ફ ફિ૨ીયો જાનમામદ મથડા ઉ.વ ૨૩ ૨હે-દેવ૨ીયા, તા અંજાર
...................
પકડવાના બાકી આરોપીઓ
(૧) ઇમરાન ઉફ્રે ઇમલો ઇબ્રાહીમ કટીયા રહે-કિડાણા, ૧૦૦ ચોરસવાર, તા ગાંધીધામ (૨) ઇબ્રાહિમ ઉર્ફે સેવો હાજી ચાવડા ૨હે-કિડાણા, ૧૦૦ ચોરસવા૨, તા ગાંધીધામ (૩) મેહુલ ઠક્કર રહે- ભુજ (ચોરી કરેલ ચોખાની બોરીઓ ખરીદના૨)

Comments