Trending News
સ્થાનિક સમાચાર

અંજારના લુણંગનગરમાં ઘરના તાળા તોડી લાખ રૂપિયાની મત્તા ચોરી જવાઈ 

22 April




શહેરી વિસ્તારમાં વધી રહેલા ચોરીના બનાવોથી લોકોમાં ઉચ્ચાટ ફેલાયો 


અંજાર : શહેર અને તાલુકાના રહેણાક વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે. હજુ તો વેકેશનની શરૂઆત થઈ છે તેવામાં આ પ્રમાણે ચોરીના બનાવો વધતા લોકોમાં ઉચ્ચાટ ફેલાયો છે. ગત રોજ લુણગનગર ખાતે ઘરના તાળા તોડી ચોરી કરવામાં આવી હતી. આ બાબતે અંજાર પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ ફરિયાદી વિનોદભાઈ નાગશીભાઈએ ગુનો દાખલ કરાવતા જણાવ્યું કે, દિવસ દરમિયાન આ બનાવ બન્યો હતો. બપોરના ૧રઃ૩૦થી ૩ વાગ્યા દરમિયાન કોઈ ચોર ઈસમે તેમના ઘરનું તાળુ તોડી સોનાનો હાર, સોનાના કાપ, કાપની સાંકળ, સોનાની વીટી, સોનાની ખીરોલ, સોનાનો ઓમ, રીંગ, નજરીયા, વીટી, પૈડો, કાનની રીંગ, નજરીયા, કાનના ડીક્ષા, ચાંદીની બંગડી, કડા, પાયલ, પગની જેર સહિતના દાગીના તેમજ ફરિયાદીના રોકડા રૂા.પ૧ હજાર અને મનીષાબેનના રોકડા રૂા.૧૦ હજાર મળી કુલ ૯ર,૮૦૦ ની માલમત્તા ઉઠાવી જવાઈ હતી. ધોળા દિવસે ચોરીનો બનાવ બનતા સ્થાનિક રહેવાસીઓમાં ઉચ્ચાટ ફેલાયો હતો. આ ઘટનામાં જાણભેદુનો હાથ હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. હાલ અંજાર પોલીસે ગુનો દાખલ કરી વિવિધ દિશાઓમાં તપાસ હાથ ધરી છે. 


.......

Comments

COMMENT / REPLY FROM