મેઘપર (બો)માં આઈપીએલની મેચ પર સટ્ટો રમાડતો યુવક પકડાયો, ૧૭ જણા સામે ફરિયાદ
પૂર્વ કચ્છ એલસીબીએ સંકુલમાં ફેલાયેલા સટ્ટાકાંડનો કર્યો પર્દાફાશ
વિનોદ સિંધીએ અમદાવાદના યુવક પાસેથી માસ્ટર આઈડી મેળવી ગાંધીધામ, અંજારના ૧પ લોકોને સટ્ટો રમવા માટે આઈડી આપી હોવાનું સામે આવ્યું : યુવક પાસેથી મળી આવેલ બે મોબાઈલમાં ૪.૮૦ લાખ બેલેન્સ મળ્યું
ગાંધીધામ : હાલમાં આઈપીએલની મેચ પર પુર બહારમાં સટ્ટો રમાઈ રહ્યો છે ત્યારે અંજાર તાલુકાના મેઘપર (બોરીચી) ગામે આઈપીએલ મેચ પર સટ્ટો રમાડતા યુવકને ઝડપી લેવામાં આવ્યો હતો. જેમાં ૧૭ જણા સામે ફરિયાદ થઈ છે.
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ પૂર્વ કચ્છ એલસીબીએ મેઘપર (બોરીચી)માં આવેલ ગેલેક્સી વિલા સોસાયટીમાં દરોડો પાડ્યો હતો. અહીં વિનોદ કનૈયાલાલ ચંદનાણી (સિંધી)ને ઝડપી લેવામાં આવ્યો હતો. આ યુવક પોતાના મોબાઈલમાં આઈડી ખોલી આઈપીએલની મેચ પર સટ્ટો રમતો હતો. તેના બીજા મોબાઈલમાં માસ્ટર આઈડી ચાલુ હતી. જેમાં ૧૪ ગ્રાહકના આઈડી અને બેલેન્સ જોવા મળ્યા હતા. પુછપરછ કરતા તેને કબૂલાત આપી માસ્ટર આઈડી વડે બીજા ગ્રાહકોને ક્રિકેટ મેચ પર સટ્ટો રમવા માટે આઈડી આપી છે. જે ૧૪ ગ્રાહકો આકાશ પાંચ કે, દીપેશ પ કે, હિતેશ ૧૦ કે, જગદીશ ર૦ કે, નીતેશ જીડીએમ, રાજેશ ૭ કે, રવી ૪૦ કે, શૈલેષ ૩ કે, સંદીપ પ૦ કે, સંજય પ૦ કે,
મેઘપર (બો)માં આઈપીએલની
યશ ૧૦ કે, સુરજ ૦૦પ, વિનોદ ૧૦ કે નામની આઈડી હતી. આ ગ્રાહકોને નામ બાબતે પુછતા તેણે જણાવ્યું કે, આર૭૭૭ નામની માસ્ટર આઈડીમાંથી ક્રિકેટ સટ્ટો રમવા માટે આદિપુરના વિશાલ ભાનુશાલી, મેઘપર (બોરીચી)ના યોગેશ ગોડવાણી તથા સાતવાડીના સુરજ ભીલને કમિશન પર સટ્ટો રમવા માટે આઈડી આપી હતી. જે પૈકી વિશાલ ભાનુશાલીએ યોગેશ અને સુરજ સિવાયના ૧ર ગ્રાહકોને આઈડી આપી હતી. આ માસ્ટર આઈડી અમદાવાદના અર્જુન પાસેથી લીધી હોવાની કેફીયત આપી હતી. હાલ પોલીસે કુલ ૧૭ લોકોને ગુનો દાખલ કરી વિનોદભાઈ પાસેથી બે મોબાઈલ કબજે કર્યા છે. જેમાં રહેલી આઈડીમાં કુલ ૪,૮૦,૮૯૧ બેલેન્સ મળી આવ્યું હતું. અંજાર પોલીસ સ્ટેશનમાં એલસીબીએ ગુનો દાખલ કરાવી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.
.........

Comments