Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં વેટરનરી કોલેજ સંકુલમાં પશુ દવાખાનાના  બાંધકામનો ટુંકમાં જ હાથ ધરાશે ધમધમાટ 

22 April

માનવવસ્તી કરતા વધુ પશુધન ધરાવતા જિલ્લા માટે ખુશખબર



આગામી વર્ષે વેર્ટનરી કોલેજ શરૂ થવાના ઉજળા ચિહ્નો : કામધેનું યુનિ.એ વેટનરી કાઉન્સીલને મોકલી દરખાસ્ત : મંજુરીની પ્રક્રીયા અંતમ તબક્કામા : વેટેનરી કોલેજમાં ૮૦ બેઠકોની ક્ષમતા સાથે ડિગ્રી કોર્સ નો અભ્યાસક્રમ થશે શરૂ



  ગાંધીધામઃ માનવવસ્તી કરતા વધુ પશુધન ધરાવતા કચ્છ જીલ્લાના પશુપાલન ક્ષેત્ર સહિતનાઓને માટે ખુશખબર સમાન અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. સચિવાલય કક્ષાના સુત્રો મારફતે મળેલી વીગતો અનુસાર ભુજમા વેર્ટનરી કોલેજ આગામી વર્ષે કાર્યરત થવા પામી જાય તે રીતે તેની પ્રક્રીયાનો ધમધમાટ તેજ બનેલો હોવાના અહેવાલો સામે આવ્યા છે. કચ્છ જિલ્લાના ભુજ ખાતે  વેટરનરી કોલેજ ને શરૂ કરવા માટેની મંજૂરીની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. વેટરનરી કાઉન્સિલ દ્વારા માંગવામાં આવેલી કેટલીક વિગતોની પૂર્તતા કામધેનુ યુનિવર્સિટી દ્વારા કરી દેવામાં આવી હોય અગામી ટૂંક જ સમયમાં આખરી મંજૂરી મળતાં જ નવા શૈક્ષણિક સત્રથી અથવા આગામી વર્ષથી ભુજ ખાતે વેટનરી કોલેજ શરૂ થઈ જશે.    કામધેનુ યુનિવર્સિટી સાથે સંકળાયેલા સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ કચ્છ જિલ્લામાં મોટા પ્રમાણમાં પશુઓની વસ્તી છે કચ્છ એક સરહદી જિલ્લો હોય કચ્છ જિલ્લાના યુવાનોને કચ્છ જિલ્લામાં જ વેર્ટનરી કોલેજ ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા કચ્છમાં વેર્ટનરી કોલેજ સ્થાપવાનો નિર્ણય કર્યો હતો.  જે અંતર્ગત રાજ્યની કામધેનુ યુનિવર્સિટી દ્વારા ભુજ ખાતે વેટરનરી કોલેજ સ્થાપવામાં આવી છે અને કોલેજ માટેના જરૂરી તમામ સ્ટાફ ભરી દેવામાં આવ્યો છે. આ કોલેજ શરૂ કરવા માટે કામધેનુ યુનિવર્સિટી દ્વારા વેટનરી કાઉન્સિલ સમક્ષ દરખાસ્ત કર્યા બાદ વેટનરી કાઉન્સિલ દ્વારા આ કોલેજનું ઇન્સ્પેક્શન પૂર્ણ કરવામાં આવ્યું છે માત્ર આ કોલેજના કેમ્પસમાં જ પશુ દવાખાનું શરૂ કરવા માટેની કવેરી  કાઉન્સિલે કાઢતાં કામધેનુ યુનિવર્સિટી દ્વારા કોલેજ કેમ્પસમાં જ પશુ દવાખાનું સ્થાપવા માટેની કામગીરી આગામી ટૂંક સમયમાં જ હાથ ધરવામાં આવનાર છે. કાઉન્સિલ દ્વારા માગવામાં આવેલી પૂર્તતા પૂર્ણ કરવામાં આવ્યા બાદ આગામી ટૂંક જ સમયમાં વેઈટરનરી કાઉન્સિલ દ્વારા આખરી મંજૂરી મળ્યા બાદ આ નવા શૈક્ષણિક સત્રથી અથવા આગામી વર્ષથી ભુજમાં વેટનરી કોલેજ શરૂ થશે. ભુજ ખાતે શરૂ થનારી વેટેનરી કોલેજમાં ૮૦ બેઠકોની ક્ષમતા સાથે ડિગ્રી કોર્સનો અભ્યાસક્રમ શરૂ થશે.
.........

Comments

COMMENT / REPLY FROM