Trending News
સ્થાનિક સમાચાર

ભચાઉ પટ્ટાના નામીચા એગ્રોવાળા ના કાળા-ધોળાથી  ભોળા ખેડુતોમાં ઉચ્ચાટ : ડીજીટલ અરેસ્ટ કે, છાનો ખેલ?

22 April

મુંબઈ સુધીના મુળ કચ્છના ખેડુતોમાં આંતરીક ઉહાપોહ..!




લ્યો બોલો..! ૭થી૮ કરોડની રકમ અલગઅલગ ખેડુતોના ખાતામાં ઠલવાઈ અને પરત પણ લઈ લેવાઈ.!


બ્લેકની રકમને વ્હાઈટ કરવા માટે ભચાઉના ભોળા ખેડુતોના ખાતામાં લાખોની રકમ કોેણે ઠાલવી ? કેવા ઈરાદે નાખી? ભચાઉ પટ્ટાના અલગ અલગ આઠથી દસ ગામના ખેેડુતો બન્યા ભોગ  : પ૦ ટકા જેટલા ખેડુતોએ તો ખાતામાં આવેલી લાખોની રકમ તેમના ખાતામાંથી કાઢી અને રકમ મોકલનારે આપી પણ દીધી? અંદાજીત સાતથી આઠ કરોડ જેટલી રકમ આ રીતે અલગ અલગ ખેડુતોના ખાતામાં ર૦ લાખથી લઈ અને ૬પ લાખ સુધીની ઠાલવાઈ ગઈ?

કેટલાક જાગૃત ખેડુતોએ બેંકમાં આવેલી રકમ બાબતે સબંધિત બારાતુ એગ્રોવાળાનો લીધો ઉધડો, તો એગ્રોવાળાએ થોડા સમયની માંગી મહેતલ : ખેડુતોમાં મચી ગઈ છે આંતરીક ભય સાથેની હલચલ : લાખો રૂપીયા અમે માંગ્યા નથી અને આ શખ્સએ રૂપીયા અમારા ખાતામા ંનાખ્યા, અમે કાઢીને તેને આપી પણ દીધા, હવે પુછાણા લેવાશે તો અમારા લેવાશે? નીદોર્ષ ખેડુતોને કયા ઠગ એ છેતર્યા?


ખાટલે મોટી ખોટ : પીએમ કિસાન યોજનાના હપ્તાની રકમ માટે ખેડુતોને કઈક દસ્તાવેજો આપીને કેટલાય કોઠા વિંધવાનો વારો આવતો હોય છે, તો પછી આ બની બેઠલા એગ્રોવાળાને ખેડુતો પર એવો તો કયો વહાલ આવી ગયો કે, 
લાખોની રકમો તેમના ખાતામાં કરી રહ્યો છે ટ્રાન્સફર..?


ગાંધીધામ :એકતરફ ખેડુતોને માટે સરકાર દ્વારા અનેકવિત હિતલક્ષી અને રાહતરૂપ નિર્ણયો જાહેર કરવાના ભગીરથ પ્રયાસો કરવામા આવી રહ્યા છે ત્યારે બીજીતરફ કચ્છમાં આ જ  ભોળા ખેડુતોની ભલમનસાઈનો ગેરલાભ ઉઠાવી અને કેટલાક ભેજાબાજ કચ્છ બહારના તત્વો તેમની સાથે છેતરપીંડીઓ કરી અનેખુદના ગજવા લાખો-કરોડોમાં ગરમ કરી રહ્યા હોય તેવી ઘટનાઓ બનવા પામી રહી છે. 
આ દરમ્યાન જ પૂર્વ કચ્છના ભચાઉ તાલુકામાં પણ અમુક ગામડાઓમાં કેટલાક ખેડુતોની સાથે પણ આવી જ કોઈ કાળા ધોળા કર્મો કરનાર નામીચા બની બેઠેલા એગ્રેાવાળા દ્વાાર મોટો કોઈ ખેલ કરવામા આવી રહ્યો હોવાનો ઉચ્ચાટ આંતરીક રીતે હવે ભારે ગરમાવો સર્જી રહ્યો હોવાની વાત સામે આવવા પામી રહી છે. સૌ પ્રથમ તો અહી બની રહેલી ઘટનાની ટુંકમાં વાત કરીએ તો ભચાઉ તાલુકાના આઠથી દસ જેટલા ગામોના કેટલાક ખેડુતોને ભચાઉ પટ્ટાના એક નામીચા અને કચ્છ બહારના બારાતુ એગ્રેવાળા દ્વારા લાખોની રકમ ભોળા ખેડુતોના ખાતામાં નાખવામા આવી રહી છે. 
આ રકમ શેના પેટે નંખાઈ રહી છે, શા માટે નંખાઈ છેે, તેનો કોઈ જ ફોડ  પાડવામા આવતો નથી અને આ બારાતુ બની બેઠલ એગ્રેોવાળો જે તે ખેડુતને ફોન કરી અને પાછો કહી પણ રહ્યો છે કે, તમારા ખાતામાં ર૦-૪પ-૬પ લાખ કે અન્ય રકમ કંપનીમાથી આવી છે, તે રકમ કાઢી અને મને આપી જાવ. જોવાની અને ચિતાવાળી વાત અહી એ બની જવા પામી ગઈ છે કે, અત્યાર સુધીમાં આ મહાશય દ્વારા ૭થી૮ કરોડની રકમ આ રીતે ભોળા ખેડુતોના ખાતામાં ઠાલવી અને પોતે લઈ લીધી છે. એથીય ચિંતાજનક વાત એ બની છે કે જેટલા ખેડુતોના ખાતમાં આવી રકમ આવી છે, જે ખેડુતોએ કયાંથી માંગી નથી કે ખેડુતોએ માંગવા પાત્ર થતી નથી , તેના પ૦ ટકા જેટલા ખેડુતો રકમ કાઢી અન ેમોકલનાર તથા ફોન કરનાર બની બેેઠેલ નામીચ એગ્રોવાળાને આપી પણ આવેલ છે. જો કે, આમાથી પાંચ સાત ખેેડુતો જે જાગૃત છે તેઓએ આ રકમ આજની તારીખે પણ ઉપાડી નથી અને ફોન કરનાર શખ્સને આપી પણ નથીતો કેટલાક જાગૃત ખેડુતોએ તો ધારાશાસ્ત્રીઓ પાસેથી પણ સલાહ લઈ અને આ પ્રકરણની સામે કાયદાકીય લડત આદરવાની પણ તૈયારીઓ કરી લીધી છે. 
જો કે, આવી રીતે રકમ મોકલનાર તથા ફોન કરનારને કોઈ જ ફર્ક ન પડયો હોય તેમ તેેને જઈને પુછનારાઓથી તેણે આ રીતે રકમ શા માટે ખેડુતોના ખાતમાં નાખી તથા શેના પેટે અને તે રકમ આ શખ્સ પાસથી કયાથી આવી છે? તેવી કોઈ જ ફોડ પાડવાની તસ્દી ન લીધી અને થોડા સમયની મહેતલ માંગી અને કહ્યુ કે, મને સમય આપો હું બધુ જ તમને જણાવી દઈશે. આ વચ્ચે સવાલ હવે અહી એ થવા પામ્યો છે કે, જે ખેડુતોએ ખાતમાં આવેલી ૪૦-પ૦ લાખ જેવી રકમ ઉપાડી લીધી છે તે નિદોર્ષ ખેડુતોને તો ઈન્કમટેક્ષ વિભાગ સહિતનાઓની સામે ઉભા રહેવાનો વારો આવી જ જવાનો છે? હાલમાં પાછલા એકાદ સપ્તાહથી આ નામીચા બની બેઠેલા બારાતુ એગ્રેવાળાએ પાડી દીધેલા આવા છાના ખેલથી ભોળા ખેડુતોમાં ભારે ઉચ્ચાટની સ્થીતી સર્જાયેલી છે અને સબંધિત સૌ વિભાગો તરફથી ભોગ બનેલા નિદોર્ષ ખેડુતો દ્વારા આબાબતે તપાસ થાય તેવી પણ આશભરી મીટ મંડાઈ છે.

.........


તાલુકા-જિલ્લા કિસાન સંઘો, સાયબર ક્રાઈમ પોલીસ



કેમ આ પ્રકરણમાં ન કરે લાલઆંખ..!


નાયબ જિલ્લા ખેતીવાડી અધિકારી પણ કેમ ન કરાવે તપાસ ? જો બારાતુ એગ્રોવાળાની કોઈ પણ ગેરરીતી આ કેસમાં સામે આવે તો તેના લાયસન્સ કાયમી ધોરણે રદ કરી દેવા જોઈએ અનેતેની સામે પણ ફોજદારી રાહે કરવી જોઈએ કાર્યવાહી


ગાંધીધામ : ભચાઉ તાલુકાના ભોળા ખેડુતોની સાથે છેતરપીંડી થઈ હોવાની ચર્ચા સામે આવી રહી છે. કોઈ બની બેેઠેલા બારાતુ એગ્રોવાળાએ અમુક ખેડુતોના ખાતામાં લાખોની રકમ ત્રણ અક્ષરવાળી કોઈ કંપનીના નામે નાખી દીધી અને પછી તે ખેડુતોને ફોન કરી અતે તેમના ભોળપણનો ગેરલાભ ઉઠાવી સહીઓ કરાવી અને તે રકમ પરત પણ લઈ  લીધી છે. આવા સમયે હવે જિલ્લા અને તાલુકા કિસાન સંઘ તથા સાયબર ક્રાઈમ પોલીસ આ બાબતે કેમ સામેથી જ ઘનિષ્ઠ તપાસ ન કરે? ખેડુતોને આ પ્રકરણમાં નાહકનું જ પિસાવવાનું આવશે . ખેડુતોની વહારે આવી અને આ રીતે ખેડુતો સાથે ખેલ પાડનારાઓને ખુલ્લા પાડવા માટે જિલ્લા-તાલુકા કિસાન સઘો તંત્રને આવેદન પાઠવી વેળાસર જ ઘનિષ્ઠ તપાસની માંગ કરી અને જે કોઈ બારાતુ એગ્રોવાળાએ આ ખેલ પાડયો હોય અને તેમા તેની ગેરરીતી પકડાય તો તેના લાયસન્સ પરવાના કાયમી ધોરણે જ રદ કરી દેવા અને આ શખ્સની સામે પણ ફોજદારી રાહે કાર્યવાહી કરી જેલના સળીયા ગણતો જ કરી દેવો જોઈએ.

.........



મહેસાણા-બનાસકાંઠા ના અમુક બારાતુ તત્વો
કચ્છમા ભોળા ખેડુતોને છેતરતા જ રહે છે..!




અગાઉ ભુજ પાસેની પટેલ ચોવીસીમાં પણ કોઠાય પાસેના લાખોના યુરીયા ખાતરના કેસમાં વિક્રેતા તરીકે રહેલો શૈલેષ નામનો શખ્સ અનેકવિધ રીતે ખેડુતોને ઉતારી ગયો હતો શીશામાં : તંત્રએ બાદમાંલાલઆખ કરતા આ બારાતુ શૈલેષની આઠથી દસ દુકાનોના પરવાના કરી દીધા હતા કેન્સલ, જો કે ત્યા સુધી તો શૈલેષે 
કઈક ખેડુતોના  ઓટીપી-આધારો સહિતનો કરી લીધો હતો ગેરઉપયોગ



ગાંધીધામ :  કચ્છ ખેતીપ્રધાન જિલ્લો છે.  અહીની ખેતીમાં ખેડુતોના ભોળપણ અને ભલમનસાઈનો લાભ ઉઠાવવા માટે બારાતુ અમુક બની બેઠેલા એગ્રેાવાળાના કારનામાઓ સમયાંતરે સામે આવતા જ રહેતા હોય છે. હજુ તો થોડા સમયપહેલા જ ભુજની પટેલ ચોવીસીમાં ચકચારી બનેલ એક પાટણ -બનાસકાંઠા બાજુનો શૈલેષ નામનો શખ્સ આઠથી દસ અલગ અલગ વિસ્તારોમાં એગ્રોની દુકાનો ખોલી અને યુરીયા ખાતર સહિતના મામલે ખેડુતોના ઓટીપી ઉપરાંતનો ગેરઉપયોગ કરતો હોવાનો ખુલાસો થવા પામી ગયો હતો અને તેનુ નામ કોડાયના એક મોટા યુરીયા ખાતર પ્રકરણમા ંપણ બહાર આવવા પામી ગયુ હતુ. જે બાદ તેની આ દુકાનોના લાયસન્સ પણ ધડાધડ રદ કરવાની સ્થિતી આવી ગઈ હતી. હવે ફરીથી ભચાઉ પટ્ટામાં મહેસાણા બાજુનો આવો કોઈ ઠગભગત પડાવ નાખીને  ખેડુતોની ભલમનસાઈનો ગેરલાભ ઉઠાવી ગયો હોવાની ફરીયાદોનો ગણગણાટ ઉભો થવા પામી રહ્યો છે. 


.............

Comments

COMMENT / REPLY FROM