Trending News
સ્થાનિક સમાચાર

એપીએમસી ખેડૂતો - વેપારીઓ વચ્ચેની કડી છે : કેશુભાઈ પટેલ

21 April


ભુજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે વેરહાઉસનુ ખાતમુહૂર્ત અને કેન્ટીન - ગેસ્ટહાઉસનું લોકાર્પણ કરાયું

ભુજ : વિકાસ એ અવિરત ચાલતી પ્રકિયા છે, તેના લાભો છેવાડાના માનવી સુધી પહોચવા જોઈએ. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલેે ખેડૂતોના સાર્વજનિક હિતો માટે કેટલીક નીતિઓ સરળ બનાવી છે. એપીએમસી એ ખેડૂતો અને વેપારીઓ વચ્ચેની કડી છે તેવું ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, ભુજ આયોજિત વેરહાઉસ બાંધકામનું ખાતમુહૂર્તર્ તેમજ અદ્યતન કેન્ટીન તથા ગેસ્ટહાઉસના લોકાપર્ણમાં મુખ્ય મહેમાન તરીકે બોલતા ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું. આ સમિતિના અધ્યક્ષ તરીકે રહી ચૂકેલા અને પોતાના અધૂરા કાર્યાની સોપણી કરવા આવેલ હોય તેવો સંતોષ તેમનામાં જણાતો હતો. ધારાસભ્યે ઉમેર્યું હતું કે, એપીએમસીની ટીમ સક્રિય થઈને જુદા-જુદા કામો કરી રહી છે, જેમાં વિશાળ વેરહાઉસોનું બાંધકામ, કેન્ટીન - ગેસ્ટહાઉસ જવી સગવડો સરાહનીય છે. સૌને રાહતદરે મિષ્ઠાન સાથેનું ભોજન અપાશે તેમજ ગેસ્ટહાઉસનો દુરૂપયોગ ન થાય તેનું ધ્યાન રાખવા પણ ટકોર કરી હતી.
ખેડૂતભાઈઓને ઉદેશતા તેમણે જણાવ્યું હતું કે, ઘણી વખત કપાસની મિલ પર જે ખરીદ ભાવ હોય તેના કરતા ગામડે વધુ ભાવ ‘દલાલો’ આપે છે. તેની પદ્ધતિને ઓળખવાની જરૂર છે અને વેચાણ વ્યવહાર માટે યાર્ડનો જ ઉપયોગ કરવો સલાહભર્યું છે. તેમણે રાયડાની ટેકાના ભાવની ખરીદીનો પણ પ્રારંભ કરાવ્યો હતો અને સ્થાનિકે ખેડૂતભાઈઓની રજૂઆત સાંભળી ખરીદી જથ્થો વધારવા માટે પોતે ગાંધીનગર જઈ રહ્યા છે અને કૃષિમંત્રીને રજૂઆત કરશે તેવી હૈયાધારણ આપી હતી.આ પ્રંસગે સમિતિના સેક્રેટરી એસ.એસ.બરારિયાએ સ્વાગત પ્રવચન કર્યા બાદ પૂર્વ ચેરમેન મનુભા જાડેજા, સદસ્યશ્ર માવજીભાઈ ડાંગર, સદસ્ય નવીનભાઈ ગણાત્રાએ પણ પ્રાંસગિક ઉદ્દબોધન કરી એપીએમસીના વિકાસ કાર્યાની સરાહના કરી હતી અને ધારાસભ્ય તરફ્થી અવિરત મળતા સહકાર બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમની શરૂઆતમાં જમીન અંગે સરકાર કક્ષાએથી જુદી-જુદી મંજુરીઓ મેળવવા, પૂર્તતા કરાવવા તેમજ આણંદસર ખાતે બે એકર જમીન મંજુર કરાવી આપવા બદલ એપીએમસીના ચેરમેન હઠુસિહ જાડેજા તથા ડાયરેક્ટરો દ્વારા ધારાસભ્યનું સન્માન કરવામાં આવ્યું હતું. વેરહાઉસોના બાંધકામનું ખાતમુહુર્ત ધારાસભ્ય, ચેરમેન હઠુભા જાડેજા, વાઈસ ચેરમેન અજીભાઈ ઠક્કર તથા સમગ્ર ડાયરેક્ટસના હસ્તે કરવામાં આવ્યું હતું.આ બને કાર્યક્રમોમાં ગામડે - ગામથી આવેલ ખેડૂતભાઈઓ, સામાજિક-રાજકીય આગેવાનો, ડાયરેક્ટર શામજીભાઈ આહીર, હરિભાઈ કોવાડીયા, માવજીભાઈ વરચંદ, માવજીભાઈ ડાંગર, શંભુભાઈ જરૂ, વૈભવભાઈ ગઢવી, સનાવલા સમા, અશોકભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, નવીનભાઈ ગણાત્રા, મહેશભાઈ ઠક્કર, રાજેશભાઇ ઠક્કર તથા પૂર્વ ચેરમેન મનુભા જાડેજા અને તાલુકા પંચાયત સદસ્ય અને પૂર્વ ચેરમેન હરિભાઈ જાટીયા, પૂર્વ ડાયરેક્ટર વનેચંદભાઈ શાહ વગેરે મંચસ્થ રહ્યા હતા.
કાર્યક્રમ સફળ બનાવવા આસી. સેક્રટરી એસ.સી.ગોરી, આર.એસ.આહીર, એસ.ટી.જાડેજા, કે.એન.જાડેજા, પી.એસ.માતા, બી.એસ. જાડેજા, બી.જે. ગોર, સી.વી.ડાંગર, એસ.એચ. આહીર, એન.એસ.આહીર, જે.એ.સોઢા, એમ.એમ.ખાસા, જે.આર.સોઢા વગેરે કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. શાસ્ત્રોકત વિધિ આચાર્ય હાર્દિક ભટ્ટ (ભુજવાળા) એ કરાવી હતી. કાર્યક્રમનું સંચાલન સમિતિના કર્મચારી આર.એસ.આહીર કર્યું હતું. આભારવિધિ સમિતિના ડાયરેક્ટર મુકેશભાઈ પટેલે કરી હતી. 
-----

Comments

COMMENT / REPLY FROM