Trending News
સ્થાનિક સમાચાર

ભુજ નગરપાલિકાએ ૬૪ ઢોરને પાંજરે પૂર્યા

21 April



ભુજ : શહેરમાં ચોમેર રખડતા ઢોરોનો ત્રાસ ખૂબ વધી ગયો છે ત્યારે નગરપાલિકાની હદમાં આવતા અલગ - અલગ વિસ્તારમાંથી ઢોરોને પકડવાની કામગીરી હાથ ધરાઈ હતી.
શહેરના જાહેર માર્ગો તથા બજારમાં રખડતા ઢોરો રાહદારીઓ અને ટુ-વ્હીલર વાહન ચાલક માટે નડતરરૂપ બનતા અકસ્માતો સર્જાયા છે. પાલિકા દ્વારા આવા ઢોરોને પકડી પાંજરે પૂર્યા છે ત્યારે નગરપાલિકામાંથી મળતી વિગતો મુજબ તા.ર-૪-રપના ર ગાય અને ૩ વાછરડા, તા.૩-૪ના ૩ આખજલા અને ર ગાય, તા.૪-૪ના ૩ આખલા અને ર ગાય, તા.પ-૪ના ર આખલા, એક ગાય અને બે વાછરડા, તા.૭-૪ના ૧ આખલો અને પાંચ વાછરડા, તા.૮-૪ના ૩ ગાય, ૩ વાછરડા, તા.૯-૪ના ૩ ગાય, ૪ વાછરડા, તા.૧૧-૪ના ર આખલા, ૩ ગાય, તા.૧પ-૪ના ૩ ગાય, ૪ વાછરડા, તા.૧૬-૪ના ૧ આખલો, રગાય અને વાછરડા, તા.૧૭-૪ના ૩ ગાય અને ર વાછરડા, તા.ર૧-૪ના ૪ આખલા અને ૧ ગાય આમ કુલ ૬૪ ઢોરોને પકડવામાં આવ્યા છે. આવનારા સમયમાં ઢોરોને પકડવાની કામગીરી ચાલુ રખાશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું.
---



 

Comments

COMMENT / REPLY FROM