Trending News
સ્થાનિક સમાચાર

પૂર્વ કચ્છમાં તસ્કરો બેફામ બન્યા : મેઘપર બોરીચીમાં ઘરમાંથી ર લાખના દાગીના ચોરાયા 

21 April



અંજાર : તાલુકાના મેઘપર બોરીચી ખાતે આવેલ આહિરવાસમાં રહેણાક મકાનમાંથી ર લાખના દાગીના ચોરાયા હતા. આ બાબતે અંજાર પોલીસમાંથી મળતી વિગતો મુજબ આહિર વાસમાં આવેલા ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરીને ઘરના દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ કરી સોના ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવી હતી. ગણતરી કરતાં કુલ ૧,૯૯,પ૦૦ના દાગીનાની ચોરી થઈ હતી. આ બાબતે અંજાર પોલીસમાં ફરિયાદ દાખલ કરાઈ હતી. મહત્વની બાબત એ છે કે, પૂર્વ કચ્છમાં ખાસ કરીને રહેણાક હબ બનેલા વરસામેડી, મેઘપર બરોચી, મેઘપર કુંભારડી, અંતરજાળ, શિણાય સહિતના વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ વધી છે ત્યારે ગામે ગામ પોલીસ ચોકી ચાલુ કરવી અનિવાર્ય છે. 
 

Comments

COMMENT / REPLY FROM