ભુજના ધીંગેશ્વર મહાદેવ મંદિર સમીપેથી વૃધ્ધનો મૃતદેહ મળ્યો
બિમારીના કારણે મૃત્યુ થયાનું પ્રાથમિક તારણ : ભચાઉના બાનીયારીના વૃદ્ધના મૃતદેહને પીએમ માટે ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડાયો
ભુજ : શહેરના હમીરસર તળાવ સમીપે આવેલા ધીંગેશ્વર મહાદેવ મંદિર પાસેથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. ભુજમાં ભટકતા મુળ ભચાઉ તાલુકાના બાનીયારી ગામના વિરમ કમા રબારી (ઉ.વ.અંદાજીત ૬ર)નું મૃત્યુ સંભવતઃ બિમારીના કારણે થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
ભુજ એ ડિવિઝન પોલીસને જાણ થતા વૃધ્ધના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હતભાગીનો પરિવાર આવ્યા બાદ આગળની તજવીજ હાથ ધરાશે તેવું ભુજ એ ડિવિઝન પોલીસ દ્વારા
જણાવાયું હતું.

Comments