મીઠીરોહર તથા ચુડવા ખાતેની સરકારી જમીન પર થયેલ ગેરકાયદેસર દબાણ દૂર કરાયું
ગાંધીધામ : તાલુકાના મીઠીરોહર તથા ચુડવા ખાતેની સરકારી જમીન પર થયેલ ગેરકાયદેસર દબાણ દૂર કરાયું હતું.
જાણવા મળતી વિગતો અનુસાર ગાંધીધામ તાલુકાના મીઠીરોહર ગામે ટ્રા.સં.નં.પ૭૩ પૈકીની ૧૫૦૦ ચો.મી. જમીનમાં હનિફ ઈબ્રાહિમ સંઘારે પાકી ઓરડીઓ, વરંડો તથા પાકો શેડ બનાવી ફરતે દિવાલ કરી અનધિકૃત રીતે બાંધકામ કર્યું હતું. આ ઉપરાંત ચૂડવા ગામે જુશા કોરેજાએ ટ્રા.સ.નં. ૨૪૩ પૈકીની એ.૫૦.૦૦.ગું. જેટલી જમીન ઉપર કબજો કરી તે જમીન ઉપર ઓરડી બનાવી વાવેતર કરી બિનધિકૃત દબાણ કર્યું હતું, જે ગેરકાયદેસર બિનઅધિકૃત ખેતી વિષયક તેમજ કોમર્શીયલ દબાણો જિલ્લા કલેકટર, નિવાસી અધિક કલેકટર અને અંજાર પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ મામલતદારની ટીમ અને પોલીસ ખાતાના સહયોગથી દૂર કરાયા હતા. આ કામગીરી બાદ રૂા. ૬,૭૪,૮ર,૦૦૦ની અંદાજીત ૨૦૩૮૫૦ ચો.મી. દબાણ મુકત કરી ખાલી કરાવવામાં આવી હતી.
------

Comments