નાગોરના ગ્રામજનો દ્વારા સશસ્ત્ર સેના ધ્વજ દિન ફંડમાં ૩પ હજારનો ચેક અપાયો
ભુજ : આપણે સૌ જાણીએ છીએ કે યુદ્ધ હોય કે શાંતિ આપણી સશસ્ત્ર સેનાઓ રાષ્ટ્રની સેવામાં પોતાનું અમુલ્ય યોગદાન હંમેશા આપતી રહી છે. આપણી માતૃભૂમિનાં રક્ષણ કાજે શહીદ થતા, પોતાના ધૈર્ય અને સાહસથી ભારત દેશને અખંડીત રાખતા, પોતાનું સર્વોચ્ચ સમર્પીત કરતા આપણા શુરવીર જવાનો અને તેઓના પરીવારજનો પ્રતી સન્માનની લાગણી પ્રદર્શીત કરવા અને તેમના માટેની કલ્યાણકારી પ્રવૃત્તિઓનાં સંચાલનને વેગ મળે તે માટે ભુજ તાલુકાના નાગોર ગામના ગ્રામજનો દ્વારા રૂ. ૩૫ હજારનો ચેક સશસ્ત્ર સેના ધ્વજદિન ફાળામાં આપવામાં આવ્યો હતો. તેઓ તરફથી ગત વર્ષે પણ માતબર સહાય આ ફંડમાં આપવામાં આવી હતી. તેઓના આ નિરંતર સહયોગને બિરદાવવા કચ્છ જીલ્લા સ્થાનિય અધિક કલેક્ટર ડી. પી. ચૌહાણ તરફથી આ પ્રસંગે ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કચ્છ જીલ્લા સ્થાનિય અધિક કલેક્ટર ડી. પી. ચૌહાણ, જીએએસ તથા જિલ્લા સૈનીક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી એચ.એન. લીમ્બાચીયાએ આ પ્રસંગે સમસ્ત ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને જિલ્લાની વિવિધ સંસ્થાઓ અને નાગરીકોને આ પ્રસંગે સશસ્ત્ર સેના ધ્વજદિન ફાળા માટે યથાયોગ્ય સહયોગ આપવા અપીલ કરી હતી. આ ફાળો ભુજ (કચ્છ) જિલ્લાની, જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, (ફોન ૦૨૮૩૨ - ૨૨૧૦૮૫), રૂમ ન. ૧૧૪, બહુમાળી ભવન, ભુજ ખાતે રૂબરૂમાં રોકડ, ચેક અથવા ડીમાન્ડ ડ્રાફ્ટ, કલેકટર અને પ્રમુખ, આર્મડ ફોર્સીસ ફ્લેગ ડે ફંડ એકાઉન્ટ, ભુજના નામનો બનાવી જિલ્લા સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટ કચેરી, ભુજ ખાતે જમા કરાવી શકાય છે.
------

Comments