Trending News
સ્થાનિક સમાચાર

કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા સહિત ચાર આરોપીને પાંચ વર્ષની સખત કેદ

19 April



સમાઘોઘામાં જિંદાલ કંપનીને જમીન ફાળવવાના કેસનો મામલો




સત્તા બહાર જઈને જમીન ફાળવી હતી : રાજકોટ સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ બાદ સુનવણી દરમિયાન ભુજ કોર્ટે આરોપીઓને દોષીત જાહેર કરી સંભળાવી સજા


ભુજ : કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા સામે ગેરકાયદે રીતે જમીન ફાળવવા સહિતની ફરિયાદો નોંધાઈ છે. એક બાદ એક કેસમાં પ્રદીપ શર્મા સામે કાયદાકીય ગાળીઓ કસાયો છે ત્યારે કચ્છમાં જિંદાલ કંપનીને જમીન ફાળવવાના કેસમાં પૂર્વ સનદી અધિકારી સહિત ચારને દોષિત જાહેર કરી પાંચ વર્ષની સજા સંભળાવવામાં આવી છે.
મુન્દ્રા તાલુકાના સમાઘોઘા ખાતે આવેલ શ્રી સો પાઈપસ લિમિટેડ જિંદાલને સરકારી જમીન ફાળવણી બાબતે કેસ દાખલ થયો હતો. સરકારના પરિપત્ર પ્રમાણે કલેક્ટરને બે હેક્ટર ૧પ લાખની કિંમત સુધીની ઔદ્યોગિક હેતુની જમીન મંજૂર કરવાની સતા છે પરંતુ તત્કાલિક કલેક્ટર પ્રદીપકુમાર નિરંકરનાથ શર્માએ આ માંગણીની ઔદ્યોગિક હેતુના જમીન ફાળવણી પ્રકરણમાં ૪૭,૧૭૩ ચો.મી. જમીન મંજૂર કરી હતી. એક જ ગામની જમીન માટે જુદા જુદા સર્વે નંબર માટે, એક જ દિવસે એક જ હેતુ માટે એક કંપની દ્વારા જમીનની માંગણી કરવામાં આવી હતી. આ તમામ અરજીઓ એક સાથે ચલાવી એક હુકમથી જમીન ફાળવણીનો નિર્ણય કરવો જોઈએ પરંતુ એક જ ગામના ત્રણ અલગ અલગ સર્વે નંબરની જમીન એક જ હેતુ માટે એક જ એકમ માટે માંગણી કરાઈ હતી. તેવા સંજોગોમાં તત્કાલિક કલેક્ટરે જોગવાઈઓ જાણતા હોવા છતાં સર્વે નં.૩ર૬ મા ર૦,પ૩૮ ચો.મી. જમીન ફક્ત એક જ સર્વે નં.ર૦ હજાર ચો.મી. જમીન ફાળવવાની મર્યાદાની બહાર જઈ સત્તા બહાર કંપનીને પ૩૮ ચો.મી. જમીન મંજૂર કરી હતી. તેમ. રપ માર્ચ ર૦૦૪ ના હુકમ કરી ૪૭,૧૭૩ ચો.મી. જમીન કંપનીને એક જ હેતુ માટે ફાળવી હતી. મંજૂરી કરતા વધારે ર૭,૧૭૩ ચો.મી. જમીન ફાળવાઈ હતી. કલેક્ટરે સરકારના પરિપત્રો, હુકમને ધ્યાને ન લીધા હતા અને સહ આરોપીઓએ જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિની મીટિંગમાં મેળાપીપણુ કર્યું હતું જેથી રાજકોટ સીઆઈડી ક્રાઈમ પોલીસમાં ફરિયાદ થઈ હતી. રર ફેબ્રુઆરી ર૦૧૧ ના તત્કાલિક કલેક્ટર પ્રદીપ શર્મા સાથે તત્કાલિન નગર નિયોજક નટુભાઈ મોતીભાઈ દેસાઈ, નાયબ મામલતદાર નરેન્દ્ર પોપટલાલ પ્રજાપતિ, તત્કાલિન નિવાસી નાયબ કલેક્ટર અજીતસિંહ મહિપતસિંહ ઝાલા સામે ફરિયાદ થઈ હતી. ભુજના ચોથા અધિક ચીફ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટની કોર્ટે તમામ આરોપીઓને તકસીરવાન ઠેરવી પાંચ વર્ષની સખત કેદ સાથે ૧૦ હજારનો દંડ કર્યો છે. દંડની રકમ ન ભરે તો વધુ છમાસની સજાની જોગવાઈ કરાઈ છે. આ કામે સીઆઈડી ક્રાઈમ એજન્સીના પ્રોસિક્યુશન તરફે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર એચ.બી.જાડેજાએ હાજર રહી સાક્ષી તપાસી દલીલ કરી હતી.
---


અગાઉની સજા પૂર્ણ થયા બાદ નવી સજાનો અમલ કરવો

હુકમમાં જણાવાયું છે કે, આરોપી પ્રદીપકુમાર એન. શર્મા સામે પશ્ચિમ કચ્છ એસીબીમાં ર૦૧૪ ગુનો દાખલ થયો હતો. જેમાં અમદાવાદ સેશન કોર્ટ દ્વારા કરવામાં આવેલ પાંચ વર્ષની સજા પૂર્ણ થયા બાદ આ પાંચ વર્ષની સજાનો અમલ શરૂ કરવા ચૂકાદો અપાયો છે.
----

 

Comments

COMMENT / REPLY FROM