Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં વધતા અકસ્માતોના બનાવો પાછળ ‘હપ્તારાજ’ જવાબદાર

19 April



આરટીઓ અને પોલીસની નજર સામે પસાર થતાં ઓવરલોડ વાહનો સામે આંખમિંચામણાથી લોકોમાં રોષ ફેલાયો : જો ઓવરલોડ વાહનો પર કાર્યવાહી કરવામાં આવે તો અકસ્માતના બનાવોમાં આવે ઘટાડો 


ગાંધીધામ : પુર્વ કચ્છ હોય કે પછી પશ્ચિમ કચ્છ આરટીઓ અને પોલીસ તંત્રની બેદરકારીના કારણે અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. અકસ્માતના બનાવો ઘટે તે માટે આરટીઓ અને પોલીસે સંયુકત અભિયાન ચલાવવું જોઈએ તેમ જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે. ઓવરલોડ ગાડી ર૪ કલાક ચાલે છે અને અકસ્માત સર્જાય છે પરંતુ અધીકારીઓને હપ્તા લેવામાં રસ છે. જેના કારણે કચ્છમાં અકસ્માતના બનાવો વધારો થયો છે. જો ઓવરલોડ વાહન ચાલકો પર કાર્યવાહી કરવામાં આવે તો જ આ અકસ્માતના બનાવોમાં ઘટાડો નોંધાઈ શકે તેમ છે. 
જિલ્લામાં ઓવરલોડ ગાડી ભરેલી ટ્રક સરેઆમ દોડે છે પરંતુ લાગતા વળગતા અધિકારીઓને દેખાતું નથી કે હપ્તા લેવામાં રસ હોય તેમ લોકોને જણાઈ આવે છે. આરટીઓ અને પોલીસ અધિકારીઓની ટીમો જયારે પણ સર્કલ કે, અન્ય જગ્યાએ પેટ્રોલિંગમાં નિકળતા હોય છે અથવા તો રસ્તા પર હોય છે ત્યારે જ તેમની નજરની સામે જ આવા ઓવરલોડ વાહન પસાર થતા હોય ત્યારે તેમની સામે કાર્યવાહી કરવામાં આવતી નથી તો શું તંત્ર દ્વારા લાજનો ઘુઘટ તાણવામાં આવ્યો છે તેવું જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે.  આ અંગે મળતી વિગતો મુજબ ઓવર લોડ વાહનોના કારણે અકસ્માતના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. આરટીઓ અને પોલીસ અધિકારીઓની નજર સમક્ષ ભારે અને ઓવરલોડ વાહનો પસાર થયા છે તેમ છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. દરરોજ અકસ્માત સર્જાય છે પરંતુ અધીકારીઓને પેટનું પાણી હલતું નથી. ભચાઉ નેશનલ હાઇવે ચોપડવા રેલવે પુલ પર મીઠાંની ગાડીએ અકસ્માત કરેલ બન્ને ગાડી મીઠું ભરેલી છે. અકસ્માતના કારણે ગાડીઓની લાઈન લાગી છે, પરંતુ આરટીઓ અઘીકારીઓ ક્યાંય દેખાતા નથી ? ખમીરવંતી કચ્છની પ્રજા સહનશીલતા ધીરજ ખૂટી જાય છે ત્યારે ચુંટાયેલા પ્રતિનિધિઓએ અકસ્માત અને ટ્રાફિક જામની સમસ્યા ઉકેલવા આગળ આવવું જોઈએ, જેથી આમ પ્રજાની સમસ્યા ઉકેલવાની ખાસ જરૂર છે પરંતુ કોઈ આગળ આવે તો બાકી સબ સલામત છે.

Comments

COMMENT / REPLY FROM