Trending News
સ્થાનિક સમાચાર

માંડવીના કોજાચોરા બોકસાઈટ કૌભાંડ માં નવા કડાકા-ભડાકા

19 April

મુંદરામાથી એકસપોર્ટના નામે કરોડોની રોયલ્ટી ચોરીનું તુત




પ્રતિબંધિત બોકસાઈટ સામાન્ય લીઝ ધારકો, પ્રાઈવેટ પાર્ટીઓને તો મંજુરી જ નથી અપાતી, જીએમડીસીમાંથી ભરાયો હતો બોકસાઈટ, રાજકોટની પાર્ટીએ જીએમડીસીમાંથી રોયલ્ટી પાસ અનુસાર જ બોકસાઈટ કાઢયો હતો, પરંતુ તેઓએ આ જથ્થો ગોણીયાસર પાસે ગોડાઉન લઈ સ્ટોક કરી અને મુંદરાથી એકસપોર્ટ કરતા હોવાનો થયો મોટો ખુલાસો : મુંદરાથી નિકાસના નામે ઓવરલોડ બોકસાઈટ લોકલમાં ડમ્પ કરાયો હોવાની પ્રાથમિક તબક્કે વધી આશંકા


ખાટલે મોટી ખોટ : રાજકોટની આ પાર્ટીને બોકસાઈટ આ રીતે ઓવરલોડ ગોણીયાસરના ગોડાઉનમાથી ભર્યુ હોવાનુ ખુલે છે તો પછી આ રીતે કેટલા સમયથી ચાલતુ હતુ બોકસાઈટ ઓવરલોડ કૌભાંડ? ગોણીયાસરથી મુંદરા લઈ અને નિકાસ કરાતો હોવાનો પાર્ટીનો દાવો છે, પરંતુ વધારાનુ બોકસાઈટ તો નિકાસ થઈ જ ન શકે, જે ૭-૭ ટન બોકસાઈટ વધુ ગાડીઓમાં ભરાયુ, તે કયાં જવાનુ હતુ? સવાલો અનેક છે, જરૂર છે હવે તટસ્થ તપાસ થવાની..!




ગાંધીધામ : બોકસાઈટને રિઝર્વ ખનીજ તરીકે મુકાયેલ છે. ખાનગી પાર્ટીઓને બોકસાઈટ ખનનની પરવાનગી આપી શકાતી નથી, જીએમડીસીને જ બોકસાઈટ ખનન સહિતની સત્તાઓ સરકાર દ્વારા અપાયયેલી છે. ઉપરાંત પણ ખાણખનિજ વિભાગની વડી કચેરીના આદેશ બાદ કચ્છમાં રાજકોટની કોઈ શુભ એન્ટરપ્રાઇજ નામની પાર્ટીને રોયલ્ટી પાસ પરવાના ઈસ્યુ કરવામાં આવ્યા તેના થોડા જ દીવસમાં આ પાર્ટીએ પણ બોકસાઈટના ઓવરલોડ ખનનને અંજામ આપી દીધો હોવાનો ખુલાસો થવા પામી ગયો છે. આ બાબતે સહેજ વિગતે વાત કરીએ તો માંડવીના કોજાચોરા ફાટક પાસે પશ્ચીમ કચ્છ એલીસીબીના પીઅઈ શ્રી ચુડાસમાની ટીમ દ્વારા બે વાહનોને પકડી તપાસ કરતા તેમાં રોયલ્ટી પાસ ઉપરાંતના સાત-સાત ટન વધારાના બોકસાઈટનો જથ્થાથે મળી આવવા પામતા તેને સીજ કરી પકડી અને આગળની કાર્યવાહી માટે ખાણખનિજ વિભાગને સોપતા ખાણખનિજ વિભાગ દ્વારા પ્રાથમિક તબક્કે આ કેસમાં ત્રણ લાખનો દંડ ફટકારાયો અને હવે જે તપાસ આગળ વધી રહી છે તેને જોતા જ આ પ્રકરણ કોઈ નાનુ સુની નહી પરંતુ મોટા બોકસાઈટ કૌભાંડની ગધ આપનારુ જ બની રહ્યું છે. 
પ્રાથમિક તબક્કે મળેલી માહીતી અનુસાર રાજકોટની શુભ એન્ટરપ્રાઇજ નામની પાર્ટીને રોયલ્ટી પાસે ઈસ્યુ કરવામા આવ્યા હતા. તેઓએ જીએમડીસીમાં બોકસાઈડ ભરી અને ગોણીયાસરમાં સ્ટોકયાર્ડ રાખ્યુ હતુ જયા તેઓ આ બોકસાઈટ સંગ્રહ કરતા હતા અને ત્યાથી મુંદરામાં એક ગોડાઉન રાખ્યુ હતુ જયાથી તેઓ નિકાસ કરતા હોવાનુ દર્શાવાયું છે. 
જીએમડીસીમાં રોયલ્ટી પાસમા દર્શાવાયા અનુસારનો જ બોકસાઈટ નીકળ્યો હતો પરંતુ ગોણીયાસરથી ઓરવાલેડ સાત ટન બોકસાઈટ નીકળી અને મુંદરા પહોચે તે પહેલા જ પોલીસે પકડી લેતા આ આયોજનબદ્ધ ષડયંત્રનો ખુલાસો થવા પામી ગયો છે. હવે આ પ્રકરણની તપાસ આગળ ધપતી જશે તેમ તેમ કઈક નવા કડાકા ભડાકા તેમાં થવા પામી શકે છે. હાલતુરંત તો અહી સ્પષ્ટ જણાય છે કે, મુંદરામાથી નિકાસ કરવાના બહાને ઓવરલોડ-એકસેસેવી એટલે કે વધુ પડતો બોકસાઈટનો જથ્થો નિકાસ ન કરી અને સ્થાનિકે જ રોયલ્ટી ભર્યા વિના જ પધરાવી દેવામા આવતો હતો. આ આખીય સિન્ડીકેટમાં કોણ કોણ હતા તે બધાય સુધી રેલો લંબાય તે વધારે ઈચ્છનીય કહી શકાય તે છે. 


.............

શ્રી બારીયાની ટીમની હવે આ બોકસાઈટ ચોરને નહી છોડે



ગોણીયાસર ખાતેના ગોડાઉનના સ્ટોક વેરીફીકેશન કરાશે, તે બાદ પાર્ટીને નોટીસ ફટકારી પુછાણા લેવાશે : પશ્ચિમ કચ્છ ખાણખનિજ અધિકારીશ્રી
ૃ



ગાંધીધામ : પશ્ચીમ કચ્છના ખાણખનિઝ અધિકારી શ્રી બારીયા કડક અને તટસ્થ અધિકારીની છબી ધરાવી રહ્યા છે. તેઓનેપોલીસે આ કેસ સોપ્યાની સાથે જ તેમને ણદંડ સહિતની કાર્યવાહી હાથ ધરાઈ છે અને હવે ગોણીયાસર ખાતે આવેલા સ્ટોકયાર્ડની પણ તપાસનો ધમધમાટ હાથ ધરવામા આવી ગયો છે. શ્રી બારીયાની ટીમ હવે આ કેસમાં કોઈ જ કચાશ નહી છોડે તે તો નિશ્ચિત જ છે.



.................

શુભ એન્ટરપ્રાઇઝનું ગોણીયાસરના સ્ટોકયાર્ડનું લાયસન્સ કરો રદ : બોકસાઈટ પાસ થાય કેન્સલ



ગાંધીધામ : કચ્છમાં બોકસાઈટ ખનીજને ખાનગી પાર્ટીઓ માટે પ્રતિબંધિત યાદીમાં મુકેલ છે, ત્યારે લાંબા સમય પછી કોઈ પાટીને તેની છુટ અપાઈ અને તેણે આ બોકસાઈટનો જથ્થો ઓવરલોડ પરિવહન કરી અને સરકારની તિજારીને ધુમ્બો પાડવા માટે જીએમડીસી માંથી બોકસાઈટ કાઢી, તેને ગોણીયાસર સ્ટોકયાર્ડમાં ડમ્પ કરી અને મુંદરા લઈ જતી વખતે ઓવરલોડ ભરી ઉપરનો માલ અન્યત્ર ઠાલવામાં આવતો હોવાનુ જો તપાસમાં ખુલે તો વેળાસર જ ગોણીયાસરના તેના આ સ્ટોકયાર્ડનું જ લાયસન્સ રદ કરી દેવુ જોઈએ.


.....................


ઓવરલોડનો ધમધમાટ છે, 
તો પશ્ચીમ કચ્છ આરટીઓ વિભાગ કેમ અંધારામાં..?



 
ગાંધીધામ : પશ્ચીમ કચ્છ એલસીબી દ્વારા કોજાચોરા ફાટક પાસેથી સાત સાત ટન ઓવરલોડ ભરેલા વાહનો પકડી લેવામા આવ્યા છે ત્યારે અહી સવાલ થાય છે કે, આવા અન્ય કેેટકેટલા ઓવરલોડ વાહનોનો ધમધમાટ આ વિસ્તારોમા નહી થતો હોય..! પશ્ચીમ કચ્છ આરટીઓ વીભાગ અને તેના અધિકારી તથા જવાબદારોને કેમ આવા ઓવરલોડ પરિવહન નથી દેખાતા? પોતાની રીતે ન દેખાયા હોય તે સમજી શકાય પરંતુ હાલમાં જયરો પોલીસે પકડાયા છે તે વખતે તો તપાસ કરીને આરટીઓ વિભાગે તેમાં જંપલાવવુ જ જોઈએ. 



.......................

શાબાશ છે..પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમ ચુડાસમાને


ગાંધીધામ : રાજકોટની પાર્ટી દ્વારા માંડવી જીએમડીસી વિસ્તારમાથી બોકસાઈટને નિકાસ દેખાડી અને રોયલ્ટીના કરોડોના કૌભાંડને અતી અટ્ટપટી રીતે અંજામ આપે અને સરકારને મોટો ફટકો પાડે તે પહેલા જ પશ્ચીમ કચ્છ એલસીબી પીઆઈ શ્રી ચુડાસમા અને તેમની ટીમ દ્વારા આ વાહનોને દબોચી લીધી છે એટલે તેઓની સમય સુચકતા ખરેખર સરાહનીય જ કહી શકાય તેમ છે. 





.................



કરોડોની રોયલ્ટીચોરીમાં કયા રાજકીય આગેવાનનો હતો દોરીસંચાર..?


ગાંધીધામ : કચ્છમાં ખનીજચોરીન વ્યાપ ખુબજ વધેલો છે. ખનીજચોરો માફીયા બની જવા પામ્યા છે. તંત્રનો પડકાર કરતા પણ વાર નથી કરતા અને તેમાય હવે જયારે બોકસાઈટ કૌભાડનો આયોજનબદ્ધ ષડયંત્ર ખુલવાની વકી સેવાઈ રહી છે ત્યારે ચોકકસથી અહી જોવુ જોઈએ કે, આ રીતની બોકસાઈટ ચોરી રાજકોટની કોઈ પાર્ટીના નામે કચ્છમાંથી કોણ કરી રહ્યુ હતુ.? રાજકોટની શુભ એન્ટરપ્રાઇજને કચ્છના કયા રાજકીય આગેવાનોનો દોરીસંચાર હતો? આ તમામ ચહેરો પણ બેનકાબ થવા જોઈએ.

Comments

COMMENT / REPLY FROM