૨૦૨૭ ગુજરાત વિધાનસભામાં પ્રચંડ જીત મેળવવા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા કચ્છ માટે ૬ નિરીક્ષકો નિમાયા
ભુજ : અખિલ ભારતીય કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં કોંગ્રેસ પક્ષના નેતા રાહુલ ગાંધી, ગુજરાત રાજ્ય પ્રભારી મુકુલ વાંસનિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતા અમિતભાઈ ચાવડાનાં માર્ગદર્શન તળે આગામી ૨૦૨૭ વિધાનસભામાં કોંગ્રેસપક્ષને પ્રચંડ જીત અપાવવા માટે અત્યારથી જ કોંગ્રેસના સંગઠનને કામે લગાડવા માટે ગુજરાતમાં સીડબલ્યુસી મિટીંગ તથા રાષ્ટ્રીય અધિવેશન બાદ કોંગ્રેસના સંગઠનને બુથ લેવલ સુધી લઈ જવા અને કોંગ્રેસની વિચારધારાને મજબૂત કરી ભાજપના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડી અને ભાજપની જે પ્રજા વિરોધી નીતિઓ છે તેને પ્રજા સમક્ષ લઈ જવા માટે અને સંગઠન મજબૂતીકરણના ભાગરૂપે કચ્છ જિલ્લામાં રાષ્ટ્રીય ઓબ્ઝર્વર તરીકે ઉત્તરાખંડના મંગલુરના ધારાસભ્ય નિઝામુદ્દીન કાજી અને એઆઈસીસી સેક્રેટરી સુહાસીની યાદવ તથા પ્રદેશ નિરીક્ષક તરીકે રઘુભાઈ દેસાઈ, પીનાબેન ગડીયા, પ્રકાશ વાઘાણી, રણજીત ઠાકોર, કિરીટસિંહ ઝાલા એમ છ જેટલા નિરીક્ષકોની નિમણૂક કરાઇ છે. આ નિરીક્ષકો ટૂંક સમયમાં કચ્છ જિલ્લાની મુલાકાત લઈ સંગઠન મજબૂતીકરણ બાબતે સ્થાનિકોને માર્ગદર્શન આપી અને આ ગામની ૨૦ર૭ વિધાનસભામાં ગુજરાતમાં કોંગ્રેસનો શાસન આવે તે માટે માર્ગદર્શન આપશે.
આ નિમણૂકોને કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, પ્રદેશ કોંગ્રેસના મહામંત્રીઓ વી.કે.હુંબલ, આદમભાઈ ચાકીએ આવકારી હતી એવું કચ્છ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમંત્રી ધીરજ ગરવાની યાદીમાં જણાવાયું હતું.
----------

Comments