Trending News
સ્થાનિક સમાચાર

મુન્દ્રાના નામીચા વ્યાજખોરે બારોઈના શ્રમિકના પ્લોટ અને જમીન પડાવી લીધા

18 April



પાંચ લાખ રૂપિયા વ્યાજે લીધા બાદ આરોપીએ કરી પઠાણી ઉઘરાણી : સકીલ સામે સાતમી ફરિયાદ નોંધાઈ 



ભુજ : મુન્દ્રા વિસ્તારમાં લાંબા સમયથી વ્યાજખોરીનો ધંધો કરી નિર્દોષ લોકોની મિલકતો પડાવી લઈ રિતસર અધમ મચાવનારા સકીલ સામે પોલીસે કાયદાનો ગાળીઓ વધુ મજબૂત કસ્યો છે. જેમાં વધુ એક ફરિયાદ દાખલ થઈ છે. પોલીસ દ્વારા અરજદારોને ફરિયાદ માટે આગળ આવવા કરાયેલ ઈજન અને પોલીસની કામગીરી જોઈ ભોગ ગ્રસ્તો સકીલ સામે ફરિયાદ નોંધાવવા માટે આગળ આવી રહ્યા છે. 
મુન્દ્રા તાલુકાના બારોઈમાં રહેતા અબ્દુલ કરીમ હાજી ભજીરના જણાવ્યા પ્રમાણે તેમણે આરોપી સકીલ જાકબ ધુઈયા પાસેથી ટુકડે ટુકડે પાંચ લાખ રૂપિયા ૧૦ ટકા વ્યાજે લીધા હતા. પ્રથમ એક વર્ષ સુધી વ્યાજ ચૂકવ્યા બાદ પાંચ લાખ થઈ જતા ૧૦ ટકા લેખે ત્રણ મહિના વ્યાજ ચૂકવ્યું બાદમાં પહોંચી ન શકતા વ્યાજ ભર્યું ન હતું. આરોપીએ ફરિયાદી અને તેના દીકરાને ફોન કરી ગાળો આપી પઠાણી ઉઘરાણી કરી રૂપિયાના બદલામાં ફરિયાદીના પ્લોટ, જમીન ધાકધમકી કરી પોતાના નામે લખાવી લીધા બાદ ફરિયાદીના ભાઈ પાસેથી પણ પ્લોટ લખાવી તેનો કબજો લઈ લીધો હતો. જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોઈ મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ હતી. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. 

 

Comments

COMMENT / REPLY FROM