Trending News
સ્થાનિક સમાચાર

મોટી ખાખરમાં જનાવરોએ ફાડી ખાધેલો મૃતદેહ મળી આવ્યો 

18 April



અમદાવાદથી નવીનાળની કંપનીમાં નોકરી કરવા માટે આવેલા આધેડનો દેહ હોવાનું સામે આવ્યું : બે દિવસ પહેલા લેબર કોલોનીથી નીકળી ગયા બાદ ગરમીના કારણે મોતનું તારણ 


ભુજ : મુન્દ્રા તાલુકાના મોટી ખાખરમાં જનાવરોએ ફાડી ખાધેલો મૃતદેહ મળી આવતા પરિવારજનો ચોંકી ઉઠ્યા છે. બે દિવસ પહેલાં લેબર કોલોનીથી નીકળી ગયા બાદ દેહ મળી આવ્યો હતો. 
આ બાબતે મુન્દ્રા પોલીસ સ્ટેશનેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મોટી ખાખર ગામ જવાના રસ્તા પર પારસ વાટિકા વાડી પર દેહ મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા દેહ મૂળ અમદાવાદના હીરપુરમાં રહેતા અને હાલે નવીનાળની લેબર કોલોનીમાં રહેતા ૪પ વર્ષિય પ્રદીપભાઈ ગણેશભાઈ મક્વાણાનો હોવાનું સામે આવ્યું હતું. તપાસ કરતા સામે આવ્યું કે, મરણ જનાર ૧૬ એપ્રિલના બપોરે ૩ વાગ્યાના અરસામાં નવીનાળ લેબર કોલોની ખાતેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા હતા અને ગઈકાલે રાત્રે સાળા નવ વાગ્યા અરસામાં તેમની લાશ મળી આવી હતી. બે દિવસથી લાશ પડી હોઈ જનાવરો દ્વારા ફાડી ખાધેલી હાલતમાં જોવા મળી હતી. દેહ જોતા ગરમીના કારણે મોત થયા બાદ જનાવરો દ્વારા ચીરહરણ કરાયું હોય તેવું જોવા મળ્યું હતું. પીએમ કરાવ્યા બાદ હાલ તબક્કે મુન્દ્રા પોલીસે એડી દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવને પગલે ચકચાર મચી જવા પામી હતી. 


......................

મોડસરની વાડીમાં કરંટ લાગતા વૃદ્ધનું મોત 


ભુજ : તાલુકાના મોડસર ગામની વાડીમાં લાઈટની ઓરડીમાં મોટર ચાલુ કરવા જતા ઈલેકટ્રીક કરંટ લાગવાના કારણે સારવાર દરમિયાન ગામના ૬ર વર્ષિય રાણાભાઈ રઘાભાઈ ગાગલનું મોત થતા પરિવારમાં શોક સાથે અરેરાટી ફેલાઈ હતી. પદ્ધર પોલીસે બનાવ અંગે એડી દાખલ કરી હતી. 



.......................

અંજારમાં યુવતીએ આપઘાત કર્યો 


અંજારના રામદેવ નગરમાં પોતાના ઘરની બાજુમાં આવેલ પડોશીના મકાનની બાજુમાં પત્તરાના શેડમાં યુવતીએ આપઘાત કરી લીધો હતો. ૧૮ વર્ષિય નેહલ રમેશ કોલીએ કપડાથી એંગલમાં લટકીને ફાંસો ખાઈ જીવાદોરી ટુંકાવી હતી. બનાવને પગલે અંજાર પોલીસે એડી દાખલ કરી મોતનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે.

 

Comments

COMMENT / REPLY FROM