ચોપડવા યુરીયા ખાતરકાંડએ પીઆઈનો ભોગ લઈ લીધો, પણ ખાતર માફીયો પ્રકાશ છે હેમખેમ? કોના છે ૪ હાથ...!
સમરથ કો કોઈ દોષ નહીં..સાચું ઠરે છે ને...!
ભચાઉમાં કાયદાના હિતમાં સદાય કડકાઈથી કાર્યવાહી કરનાર ખાખીના અધિકારીને ત્વિરિત બદલી દેવાયા, પરંતુ આ પ્રકાશ ગેંગની સામે પાસા સહિતની કોઈ જ કડક કાર્યવાહી થતી ન દેખાઈ..! : પ્રકાશને ભચાઉ-વાગડ પટ્ટામાંકયા ઝભ્ભાલેંગાધારી છાવરી રહ્યા છે? કોના જોરે આ પ્રકાશ આટલી બધો ફાટીને ફુલેકે ગયો છે?
ચોપડવા પાસે એસઓજીએ ચોરાઉ-આધાર પુરાવા વિનાનું ખાતર પકડયુ હતુ, તેમાં રાજકીય ઓથ તળે સંકળાયેલ પ્રકાશ-વિકાસ ગુપ્તા સહિતનાઓની ખુલ્લી હતી સંડોવણી : ખેતી વાડી વિભાગે કરી હતી કડક ધાક બેસાડતી કાર્યવાહી, સેમ્પલમાં પણ યુરીયા જ આવ્યુ, ઉપરાંત પણ ચોરાઉ ખાતરની હેરફેરમાં અગાઉ અનેકવખત ચકચારી રહેલ પ્રકાશ ટોળકી જામીન પર વધુ એક વખત છુટી ગઈ અને ફરીથી ખાતર તસ્કરીના કારનામાઓને અંજામ આપી રહી હોવાની છે ચકચાર
અહી પણ એસએમસી આંટો મારી જાય : તો પ્રકાશ ટોળકી જેવા ખાતર માફીયાઓ પર આવે અંકુશ
સુરતના ગ્રામીણ વિસ્તારમાં ભારત યુરીયા નીમકોટેડનો રપ લાખથી વધુનો ચોરાઉ જથ્થો સ્ટેટ મોનીટરીંગ સેલે પકડયો છે તે વેળાએ સુચક ઈશારો : લોકલ પોલીસથી કંઈ જ થશે નહી, ખાતરના નેટવર્કને ભેદવો હોય, પ્રકાશ જેવાને કાયદાનુ ભાન કરાવવુ હોય તો એસએમસીએ જ અહી મારવી પડશે લટાર
ગાંધીધામ : એકતરફ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને ગુજરાતના ભુપેન્દ્ર પટેલની સરકારના ખેડુપુત્ર કૃષી મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા ખેડુતોને માટે સતત ચિંતાશીલ રહેલ છે. ખેડુતોને મદદ આવવા તેઓ સદાય તત્પર રહે છે. એ પછી પાણી, વીજળી અને ખાતરનો જ મુદો કેમ ન હોય..! સરકાર ખેડુતોને બધુ જ સમયસર અને પુરતુ તથા સસ્તાદરે ઉપલબ્ધ થાય તેની ચિંતાઓ કરી રહી છે પરંતુ જાણે કે, અમુક બની બેઠેલ ઝભ્ભાલેંગાવાળાઓ તથા તસ્કર અને ચોર ટોળકીઓ સિન્ડીકેટ બનાવી અને જાણે કે, સરકારના સબોટેજને ભાંગી જ નાંખતા હોય તેવો તાલ થવા પામી રહ્યો છે. આવુ એટલા માટે કહેવામા આવી રહ્યુ છે કે, તાજેતરમાં જ કચ્છમાં ટુંકાગાળામાં અંજાર, ગાંધીધામ જીઆઈડીસી તથા ભચાઉ-ગાંધીધામ હાઈવે પાસે ચોપડવા નજીક ચોરાઉ યુરીયા ખાતરના મોટા જથ્થા પકડાયા હતા. અહી યુરીયા ખાતરના જથ્થાઓ જે પકડાયા તેમાં કયાંક ને કયાંક એકનો એક શખ્સની સંડોવણી સરકારી ચોપડા પર આવવા પામી હતી છતા પણ તેની સામે જાણે કે, ધાક બેસાડતી કાર્યવાહીના નામે મીંડું જ રહ્યુ હોય તેમ ઔપચારીકતાઓ જ કરવામા આવતા હવે સબંધિત વર્ગમાં આંતરીક રીતે સવાલે ઉભા થવા પામી રહ્યા છે. જાણકારો કહી રહ્યા છે કે, એસએમસીની ભચાઉ વિસ્તારમાં તવાઈ અને તે બાદ ખાતર પ્રકરણ બહુ ચર્ચામાં આવી જવાના કારણે કાયદાને સનિષ્ઠતાથી વરેલા, કડક અધિકારીની બદલી થવા પામી ગઈ અને આ જ પ્રકરણમાં મુખ્ય સુત્રધાર તરીકે સતત ચર્ચામાં રહેલ પ્રકાશ હેમખેમ રહી જવા પામ્યો છે? એટલે જ સમરથ કોઈ નહી દોષની ઉકિત અહી પણ કયાંક સાચી ઠરતી હોય તેમ ખાતર ચોરીમાં જુેનુ નામ ઉપરાછાપરી ચકચારામાં આવ્યુ છે તેની સામે કોઈ જ કડક અથવા તો ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવી નહી? પ્રકાશનું નામ અંજારના લાખાપર પાસે જાગૃત ગ્રામજનોએ જે ખાતરનો જથ્થો પકડી ખેતીવાડી અને પોલીસને સોપ્યુ હતુ તેમાં પણ ખુલ્યુ હતુ પરંતુ તે વખતે પણ આ પ્રકાશ ખાખીધારીઓની મહેરબાનીથી જામીન પર મુકત થઈ ગયો અને ટુંકા જ ગાળામાં ફરીથી ચોપડવા યુરીયા ખાતર કાંડમાં તેનુ નામ ખુલવા પામી ગયુ એટલે પોલીસ ચોપડે તેનુ નામ ખુલ્યુ, જામીન મેળવી લીધા અને ફરીથી જાણે કે તે બીજા જ દીવસથી ખાતર ચોરીમાં લાગી ગયો હોય તેમ ચોપડવામાં તેનુ નામ બહાર આવવા પામી ગયુ અને તેની ધરપકડ પણ થવા પામી હતી. એટલે જાણકારો હાલમાં ફરીથી કહે છે કે, આ પ્રકાશ ચાોપડવા વાળા કેસમાં પણ જામીન મુકત થવા પામી ગયો છે એટલે પ્રકાશ-વીકાસ આણી ટોળકી યુરીયા ખાતરની ફરીથી ધુમ તસ્કરીઓમાં લાગી જવા પામી હોય તેમ માની લેવુ વધુ પડતુ નહી કહેવાય.
................
પ્રકાશ-વિકાસ અજાપર પાસેની પ્લાયના નવા
પ્લાન્ટ માટે ફરીથી યુરીયા ખાતર ચોરીમાં સક્રીય?
ગાંધીધામ : પૂર્વ કચ્છમાં પ્રકાશ યુરીયા ખાતર ચોરીનો મુખ્ય સુત્રધાર જ હોવાનુ ચર્ચાય છે. હવે તેને ચોપડવાના કેસમાં પણ જામીન મળી ગયા છે ત્યારે કહેવાય છે કે, જે વિકાસની કંપનીમાં પ્રકાશ ચોરાઉ યુરીયા ખાતર લઈ જતા પકડાઈ ગયો અને જામીન મુકત છે, તે જ વિકાસ પોતાના ભાઈના નામે હવે અંજારના અજાપર પટ્ટામાં પ્લાયની મોટી ફેકટરી ચાલુ કરી રહ્યો છે અને અહી તેને ફરીથી કરોડોની રકમના યુરીયા ખાતરની જરૂર જણાશે એટલે ફરીથી આ ટોળકી ગેલમાં આવી ગઈ છે અને ખાતર ચોરીમાં લાગી ગઈ હોય તેવુ ચર્ચાવવા પામી રહ્યું છે. તંત્ર અને પોલીસ વિભાગ અજાર પટ્ટામાં આ નવા સવા ખુલેલા પ્લાયના કારનામા પર બાજ નજર રાખશે તો ચોકકસથી તેમને અહીથી ચોરાઉ યુરીયા ખાતરનો મોટો જથ્થો હાથે લાગી શકે તેમ જાણકારો કહે છે.

Comments