મોટી તુંબડી ગામે ગાંજાના વાવેતરના કેસમાં આરોપીને ૧૬ વર્ષની કેદ : ૧ લાખનો દંડ ફટકારાયો
પાંચમાં અધિક સ્પેશિયલ જજ વી.વી. શાહનો ધાક બેસાડતો ચૂકાદો
મુંદરા : તાલુકાના મોટી તુંબડી ગામે સર્વે નં.૭૧વાળા ઠામની જમીનમાં પાસ પરમીટ અને આધાર-પુરાવા વિના ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનું વાવેતર કરી તેના છોડ રૂપે ઉછેર કરવામાં આવતો હતો, તેની બાતમીના આધારે આરોપી નિરૂભા ઉર્ફે નિર્મલસિંહ ઉર્ફે ભુપેન્દ્રસિંહ જાડેજાની અટક કરવામાં આવી હતી. જેમાં એનડીપીએસની કલમો હેઠળ તક્સીરવાન ઠરાવી આરોપીને ૧૬ વર્ષની સખત કેદ તથા રૂા.૧ લાખનો દંડ કોર્ટે ફટકાર્યો છે.
બનાવની વધુુ વિગતો મુજબ પોલીસ હેડ કોન્સ્ટેબલ મદનસિંહ લાલુભા જાડેજાને મળેલી બાતમીના આધારે એસઓજી પીઆઈ એમ.આર. બારોટના માર્ગદર્શન હેઠળ સરકારી પંચો, પોલીસ સ્ટાફ અને એફએસએસલ અધિકારી શ્રી રાજપરાની હાજરીમાં તપાસ કરતા આરોપી નિર્મલસિંહ ઉર્ફે ભુપેન્દ્રસિંહ ધીરૂભા જાડેજાની માલિકીની જમીન નામે સુતરિયામાં વનસ્પતિ જનક માદક પદાર્થ ગાંજાના નાના મોટા ૪૯૪ નંગ પ૦.પ૩૬ કિ.ગ્રા. કિંમત રૂા.પ,૮૧,૩૦૦ તથા વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના પાંદડાનો જથ્થો ૭.પ૪૪ કિ.ગ્રા. અને એક સાદો મોબાઈલ કિંમત રૂા.પ૦૦ મળી કુલ રૂા.પ,૮૧,૩૦૦નો મુદ્દામાલ બનાવની જગ્યાએથી મળી આવતા સાન્યટીફીક ઓફિસર ડૉ. એચ.એમ. રાજપરાએ પોતાની કીટ દ્વારા કરેલા પૃથ્થકરણમાં માદક પદાર્થ હોવાનું પ્રાથમિક પરીક્ષણમાં જણાતા જરૂરી કાર્યવાહી કરી તા.ર૮-૪-રરના અટક કરી ચાર્જશીટ દાખલ કરાઈ હતી. આ કેસ પાંચમાં અધિક સ્પેશિયલ જજ વી.વી. શાહની કોર્ટમાં ચાલી જતા પ્રોસિક્યુશન તરફે રપ દસ્તાવેજી પુરાવા તથા ૧ર સાક્ષીઓની તપાસ કરતા એનડીપીએસની વિવિધ કલમો હેઠળ આરોપીને ૧૬ વર્ષની સખત કેદ તથા રૂા.૧ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ કેસમાં સરકારી વકીલ તરીકે સુરેશ એ. મહેશ્વરીએ હાજર રહી ધારદાર દલીલો કરી હતી.
---

Comments