Trending News
સ્થાનિક સમાચાર

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો દસમો પદવીદાન સમારંભ યોજાયો 

17 April



કચ્છના ૧૩ વિદ્યાર્થીઓને મળ્યા ચંદ્રકો

ભુજ : ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો દસમો પદવીદાન સમારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં યોજાયો હતો. યુનિવર્સિટીનાં કુલપતિ પ્રો. અમી ઉપાધ્યયાજીના માર્ગદર્શનમાં યોજાયેલ પદવીદાન સમારોહમાં શિક્ષણમંત્રી ઋષિકેશભાઇ પટેલ તથા પ્રફુુલભાઈ પાનસેરિયા ઉપરાંત સારસ્વત અતિથિ તરીકે યુજીસીના પૂર્વ ચેરમેન એમ. જગદીશકુમાર ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યપાલે જણાવ્યું હતું કે, યુનિવર્સિટીનું ચિંતન રાજ્યને નિશ્ચિતપણે પ્રગતિ અને ઉન્નતિ તરફ લઇ જનારું છે. આજે તમામ વિદ્યાર્થીઓ પદવીઓ લઈને સમાજજીવનમાં જઈ રહ્યા છો ત્યારે દેશ અને સમાજને પણ આપની પાસે ઘણી અપેક્ષાઓ છે જેને પૂરી કરવી પદવીધારકની નૈતિક ફરજ છે. રાજ્યના શિક્ષણમંત્રી ઋષિકેશભાઇ પટેલે કહ્યું હતું કે, આપણે જે શિક્ષણ મેળવ્યું છે તે આપણા સમાજને ઉપયોગી બનવું જોઈએ. આજે આપ સૌ પદવી મેળવી રહ્યા છે તેનો મતલબ છે કે આપ સૌ આપનું સામાજિક ઉત્તરદાયિત્વ માટે જવાબદાર બની રહ્યા છો. રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપતા કહ્યું હતું કે, આજે તમે જે જ્ઞાન મેળવ્યું છે તે તમારા જીવનમાં તમને ડગલેને ડગલે પ્રકાશ પાથરશે. પ્રો. એમ. જગદીશકુમારે યુનિવર્સિટીના કુલપતિને બહુ ટૂંકા સમયમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરવા બદલ અભિનંદન આપ્યા હતા. 
આ વર્ષે કુલ ૧૮૧૦૮ વિદ્યાર્થીઓએ વિવિધ અભ્યાસક્રમોમાં સફળતાપૂર્વક પદવીઓ પ્રાપ્ત કરી છે, જેમાં પીએ ૧૬, અનુપારંગત ૧, અનુસ્નાતક ૪૦૭૫, સ્નાતક ૯૦૦૩, પીજી ડિપ્લોમા ૮૪, ડિપ્લોમા ૫૪૫, સર્ટીફીકેટમાં ૪૩૮૪ પદવીઓનો સમાવેશ થાય છે. આ સમારંભમાં કચ્છના વિવિધ અભ્યાસ કેન્દ્રોમાં અભ્યાસ કરેલ કુલ ૧૩ વિદ્યાર્થીઓને જેમાં ૩ વિદ્યાર્થીઓને સુવર્ણ, ૫ રજત અને પ પ્રમાણપત્ર પ્રાપ્ત થયા હતા. આ સમારંભમાં કચ્છ માટે ત્રણ વિશિષ્ટ ઘટનાઓ હતી, જેમાં એક માં-દીકરીએ સ્નાતકની પદવી મેળવી હતી. ૭૨ વર્ષના પિતાએ તેમની દીકરી સાથે એમ.એ. હીન્દીનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો અને પદવી મેળવી હતી, જેમાં દીકરીને પ્રમાણપત્ર પ્રાપ્ત થયું હતું તેમજ ફેબ્રુઆરી - ૨૦૨૪ સત્રાંત પરીક્ષામાં એમકોમ કોર્ષમાં સુવર્ણ, રજત અને પ્રમાણપત્ર ત્રણેય કચ્છના વિદ્યાર્થીઓ રહ્યા હતા. આ પ્રસંગે ભુજ પ્રાદેશીક કેન્દ્રના નિયામક અને આસીસ્ટન્ટ પ્રોફેસર ડો. ધનરાજ ગઢવી, મદદનીશ કેન્દ્ર નિયામક ડો. રિષિ જોષી, શિવાનીબેન ઉમરાણીયા, સંયોજક ડો. હર્ષદ નિર્મલ અને કચ્છના ૧૮૦ જેટલા વિદ્યાર્થીઓ સાથે હાજર રહ્યા હતા.
---------------

 

Comments

COMMENT / REPLY FROM