Trending News
સ્થાનિક સમાચાર

બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે ડાયાબિટીસ, થાઈરોઈડ અને માનસિર રોગોનો કેમ્પ યોજાયો

17 April




બિદડા : બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે ડાયાબીટીસ, થાઈરોઈડ અને માનસિક રોગનાં કેમ્પોનું આયોજન કરાયું હતું. ડાયાબીટીસ અને થાઈરોઈડ કેમ્પ દરમ્યાન મુંબઈના નિષ્ણાંત ડો. અમૃત વોરાએ ૪૧ ડાયાબીટીસ, ૩૮ થાઈરોઈડ અને ૭ અન્ય દર્દીઓની તપાસણી કરી હતી. ડૉ. વોરાએ જણાવ્યું હતું કે, ડાયાબિટીસ અને થાઈરોઈડ રોગને કાબુમાં રાખવા દર્દીઓએ નિયમિત દવાઓ લેવી જરૂરી છે.  આ રોગને નાબુદ તો ન કરી શકાય, પરંતુ નિયંત્રણમાં જરૂર રાખી શકાય છે.માતૃશ્રી દમયંતિબેન દેવજી સંગોઈ (કપાયાવાલા) ચેરિટેબલ ટ્રસ્ટ હસ્તે સીએ મનન રજની અને સીએ હિરેન સંઘવી (દાદર, પ્રભાદેવી)ના સહયોગથી યોજાયેલા માનસિક રોગનાં કેમ્પમાં મુંબઈનાં માનસિક રોગ નિષ્ણાંત ડો. અજલી નાગડાએ ૧૧ દર્દીઓની તપાસણી કરી યોગ્ય માર્ગદર્શન આપ્યુું હતું. ડો. અંજલિએ જણાવ્યું હતું કે, માનસિક રોગમાં માથાનો દુઃખાવો થવો જેમા માથું ભારે લાગવો, બળતરા થવી, ઉંઘ પુરી ન થવી, દર્દીઓમાં મોટા ભાગેં તણાવ, ચિંતા, હતાશા, ડર અતે ભ્રામકતા વધુ જોવા મળે છે. જેના લીધે બેચેની થાય છે. સ્ત્રીઓમાં એમના ભુતકાળના અનુભવો, ભાવુકતા અને સંવેદનશીલ વર્તનના લીધે તણાવ અને ડર વધુ પ્રમાણમાં જોવા મળે છે જયારે વૃદ્ધોમાં ઉમરના કારણે અને પોતાના સબંધીઓને ગુમાવાની પીડાના લીધે એકલતા અને જીવન માંથી રસ જ ઉડી ગયેલું જોવા મળે છે. બાળકોમાં જન્મતા જ ઈન્ફેકશન કે બિમારીના લીધે બહોળા પ્રમણામા વતન સમસ્યાઓના લીધે મગજના લકવા, બોલવામાં તકલીફ જોવા મળે છે. 
ટ્રસ્ટના ચેરમેન વિજય છેડા જણાવ્યું હતું કે, ડાયાબીટીસ અને થાઇરોઈડના ડો. અમૃત વોરા અને માનસિક રોગના ડૉ. અજલી નાગડા દર મહિને બિદડા સર્વોદય ટ્રસ્ટ મધ્યે સેવાઓ આપશે. ટ્રસ્ટી શાંતિભાઈ વીરાએ બન્ને ડોકટરોનો આભાર વ્યકત કર્યો હતો અને ટ્રસ્ટ ખાતે આવતા વિવિધ વિઝિટીંગ ડોક્ટર્સની સેવાઓનો લાભ લેવા જણાવ્યું હતું. ટ્રસ્ટ ખાતે અતિ આધુનિક એઆઈ ટેકનોલોજી વાળા સીટી સ્કેન મશીનની સેવાઓ રાહત દરે ઉપલબ્ધ છે. કેમ્પ દરમ્યાન ફાર્માસિસ્ટ તરીકે શશિકાંતભાઈ છેડાએ જયારે વોલીંટીયર તરીકે પોપટભાઈ ગાલાએ સેવાઓ આપી હતી. 
-----

Comments

COMMENT / REPLY FROM