મુંદરામાં સોપારી દાણચોરીમાં ચકચારી મનપ્રિતએ ફરી પોત પ્રકાશ્યું : શ્રીલંકાના કોલંબોમાં ઝડપાયું દાણચોરીકાંડ? :૪ કન્ટેઈનરો પર બ્રેક...!
બટાટા ડીકલેર કરી અને તેમાં આદુ જેવી હાઈ ડયુટીવાળી વસ્તુઓ મોકલવાના કારસ્તાનનો શ્રીલંકામાં કસ્ટમ સહિતની એજન્સીઓની જાગૃતતાથી થયો ભાંડાફોળ : મનપ્રિત દાણચોરી-મિસડીકલેરેશનમાં ધરાવી રહ્યો છે મોટી હથરોટી : સોપારી દાણચોરીમાં ડીઆરઆઈની ઝપ્ટે ચડી ચુકયો છે, જેલવાસ પણ ભોગવી ચૂકયો છે, ઉપરાંત પણ ફરી-ફરીને આદરી રહ્યો છે સ્મગલીંગકાંડ
મનપ્રીતના દાણચોરીના ગતકડાઓમાં નિદોર્ષ શિપીંગ લાઈનવાળાઓને પણ કેસ-કબાલાનો ભોગ બનવાનો આવી રહ્યો છે વારો : કંડલા-ગાંધીધામ સંકુલમાં મનપ્રિતને અમદાવાદ વિશ્વકક્ષાની શીપીંગ લાઈનના અધિકારીઓનો કાફલાએ શોધવા માટે નાખ્યો પડાવ
ગાંધીધામ : કચ્છમાં મુંદરા તથા કંડલા બંદરો પર સોપારી દાણચોરીના પ્રકરણોમાં બહુ ચર્ચિત રહેલા મનપ્રિત નામનો શખ્સ ફરી ફરીને મિસડીકલેરેશના કૌભાંડોને બેખોફ બનીને અંજામ આપતો ફરી રહ્યો હોવાની ઘટનાઓ સતત સામે આવવા પામી રહી છે.
આ બાબતે મળતી વધુ વિગતો અનુસાર થોડા સમય પહેલા જ મુંદરામાં સોપારી દાણચોરીકાંડમાં ડીઆરઆઈ જેવી એજન્સીઓના ઝપ્ટે પડી ગયા બાદ જેલવાસ પણ ભોગવી ચૂકેલ મનપ્રિત ફરીથી દાણચોરી કાંડમાં ચકચારમાં આવવા પામી રહ્યો છે. કહેવાય છે કે, આ વખતે મુંદરા-કંડલા નહી પરંતુ શ્રીલંકામાં આ મનપ્રિતના દાણચોરીના કારનામાનો પદાર્ફાશ થવા પામી ગયો છે. જાણકારોમાથી મળતી માહીતી અનુસાર સોપારી દાણચોરીમાં સંડોવાયેલ મનપ્રિત દ્વારા મુંદરાથી થોડા સમય પહેલા શ્રીલંકા અમુક કન્ટેઈરો આલુ(બટેટા)ડીલકેર કરી અને મોકલ્યા હતા. મુંદરા પોર્ટથી આ કન્ટેઈનરો શ્રીલંકાના કોલંબોમાં પહોચ્યા હતા. ત્યાં જવાબદાર અધિકારીઓની જાગૃતીના લીધે મનપ્રિત દ્વારા બટેટા દર્શાવી અને તેમાથી અન્ય હાઈડયટીવાળી વસ્તુ આદુ મળી આવવા પામ્યા છે આ ઉપરાંત પણ કઈક અન્ય વસ્તુઓ એજન્સીના હાથે લાગી હોવાનુ ચર્ચાય છે.
અને આ ૪ જેટલા કન્ટેઈનરોને કોલંબોમાં અટકાવી નાખવામાં આવ્યા છે અને તેની ઘનિષ્ઠ તપાસ કરવામાં આવી રહી હોવાનુ સામે આવી રહ્યું છે. તો વળી મનપ્રિત સહિત કન્ટેઈનર શીપીંગ લાઈન ઉપરાતના આ કન્સાઈનમેન્ટથી સંકળાયેલાઓની સામે એજન્સઓએ કેસ કરી અને પુછાણા લીધા હેાવાનુ મનાય છે. એટલુ માત્ર જ નહી પરંતુ મનપ્રિત થકી આવા કીસ્સાઓમાં ફસાઈ જનાર નિદોર્ષ શીપીંગ લાઈનવાળાઓને પણ દોડધામ થવા પામી ગઈ છે. કહેવાય છે કે, આ પ્રતિષ્ઠીત શીપીંગલાઈનના અમદાવાદ સ્થિત અધિકારીઓ આજે કંડલા-ગાંધીધામ સંકુલમાં પડાવ નાખી રહ્યા છે અને મનપ્રિત દ્વરા અંજામ અપાયેલા મિસડીકલેરેશન કૌભાંડ મામલે તેને શોધવાની કવાયત હાથ ધરી હોવાનુ સામે આવી રહ્યું છે. આજે સાજ સુધીમાં અથવા તો ટુંક સમયમાં સોપારી દાણચોરીમાં સંડોવાયેલ આ મનપ્રિતનું વધુ એક કારસ્તાન ખુલે અને તેમાં સંડોવાયેલા અન્ય તત્વોના પણ નામો ખુલે તેવી ચર્ચા સામે આવી રહી છે.
...........
મુંદરામાં કસ્ટમના ભ્રષ્ટ અજીતના જોરે
મનપ્રિત કુદાકુદ કરતો હોવાની ચકચાર
ગાંધીધામ : મનપ્રિત નામનો શખ્સ એક પછી એક મિસડીકલેરેશન કાંડને અંજામ આપવામાં આવી રહ્ય છે, તેનુ નામ સતત બહાર આવવા પામી રહ્યુ છે, અગાઉ મુંદરામાં સોપારી દાણચોરી કરોડોની ઝડપાઈ હતી જેમાં સત્તાવાર રીતે નામ ચમકવા પામ્યુ હતુ તો વળી બીજીતરફ હાલમાં પણ શ્રીલંકાના કોલંબોમાં ચાર જેટલા કન્ટેઈનરો તેના પકડાવવા પામ્યા છે. ત્યારે મુંદરા પોર્ટ પર કેમ કોઈ ચકાસણીઓ કરવામા ન આવી? મુંદરા પોર્ટ પરથી આ મિસડીકલેરેશન કેમ હેમખેમ પાર થવા પામી ગયુ? કહેવાય છે કે, મુંદરામાં અજીત નામનો કસ્ટમનો ભ્રષ્ટ બાબુ આવા મિસડીકલેરેશ કરનારાઓને છાવરી રહ્યો છે અને તેના જોરે જ અમુક દાણચોરે ફાટીને ફુલેકે ગયા છે.

Comments