Trending News
સ્થાનિક સમાચાર

ર૦રરના પોકસો કેસમાં ગાંધીધામ કોર્ટનો ધાક બેસાડતો ચુકાદો

17 April

નામદાર સ્પે. જજશ્રી મેમણ સાહેબનો કડક હુકમ






આરોપીને ૩ વર્ષની સખ્ત કેદની સજા : સરકાર તરફે શ્રી એસ.જી.રાણાની અભ્યાસપૂર્વકની ધારદાર દલીલોની મહેનત રંગ લાવી



ગાંધીધામ : ૨૦૨૨નાં પોક્સોનાં કેસમાં ધાક બેસાડતો ચુકાદો નામદાર ગાંધીધામની અદાલત દ્વારા આપવામાં આવ્યો છે. આઇ.પી.સી એકટ ક્લમ ૩૬૩,૩૬૬,૩૫૪ તથા પોક્સો એકટ ક્લમ ૧૨ મુજબ નો ગુનો આરોપી દિનેશ પુનમભાઈ મહેશ્વરી(એડીયા) વિરુધ્ધ ભોગબનારના માતાએ એ ડિવી ગાંધીધામ પોલીસ સ્ટે. ફરીયાદ આપેલ હતી. આ કામેની ટુંકી વિગત એવી છે કે વર્ષ ૨૦૨૨ નાં અરસામાં આ કામનો આરોપી દિનેશ પુનમભાઈ મહેશ્વરી(એડીયા) રહે. ડી.એલ.બી. કોલોની એફ.સી.આઈ.રોડ, ગાંધીધામ વાળાએ ફરીયાદીની દીકરી ને લલચાવી ફોસલાવી તેની સાથે શારીરિક છેડછાડ કરતા બનાવ બાબતે ભોગ બનનારે ફરીયાદીને જણાવતા ફરીયાદી આરોપીને ઠપકો આપતા આરોપીએ ઉશ્કેરાઇ જઇ ફરીયાદી તથા ભોગ બનનાર તથા સાહેદો ને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા ફરીયાદીએ આરોપી દિનેશ વિરુધ્ધ ગાંધીધામ એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપતા પોલીસે આરોપીની ધરપકડ કરેલ અને ત્યાર બાદ પોલીસે આરોપી વિરુધ્ધ તપાસ 
પુરી થતા નામદાર સ્પે. પોક્સો કોર્ટ માં આરોપી વિરુધ્ધ ચાર્જશીટ કરતા કેસ નામ.કોર્ટ સમક્ષ ચાલતો હતો. જે કેસમાં સરકાર તરફે સરકારી વકીલશ્રી એસ.જી.રાણાએ સંમ્પુર્ણ કેસ ચલાવેલ અને સરકાર તરફે દલીલ કરતા નામદાર સ્પે.જજ શ્રી એ.એમ. મેમણ સ્પે.પોક્સો કોર્ટ(અધીક સેશન્સ જજ સાહેબે) આરોપીને ઇ.પી.કો ક્લમ ૩૫૪(એ)માં ૩(ત્રણ) વર્ષ ની સખ્ત કેદ તેમજ રુ.૫૦૦૦/- નો દંડ અને દંડ ના ભરે તો ૧ માસની કેદની સજા સ્પે.પોક્સો એકટ કલમ-૧૨ મુજબનાં ગુનામાં ૩વર્ષની સખત કેદ તેમજ રુ. ૧૫૦૦૦/- નો દંડ અને દંડ ના ભરે તો ૩ માસની કેદની સજા દંડની રકમ માંથી વળતર પેટે ભોગબનારને રૂ.૧૫૦૦૦/- ચુકવી આપવા ભલામણ કરેલ.આ કેસ એડીશ્નલ સેસન્સ જજ એ.એમ. મેમણ સાહેબની કોર્ટમાં ચાલેલ જેમા સરકારશ્રી તરફે સરકારી વકીલશ્રી એસ.જી.રાણાએ હાજર રહી ટ્રાઇલ ચલાવેલ.

Comments

COMMENT / REPLY FROM