Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં બોગસ રોયલ્ટી કૌભાંડની વ્યાપક આશંકા? વાગડથી લખપત પટ્ટામાં એસએમસીને ત્રાટકવુ પડશે!

17 April



સુરજબારી મધ્યે તો અધિકારીની જાગૃતીથી પકડાયુ, પરંતુ આ પહેલા બોગસ રોયલ્ટી પાસથી આવા કેટલા લાખોના ખનીજો રોયલ્ટી ભર્યા વિના જ કચ્છ બહાર સરકી ગયા? કોણે કોણે સરકાવી દીધા? કયા કયા ખનીજ વિભાગ-પોલીસના ભ્રષ્ટ બાબુઓને મળી ગયા લાખોના હપ્તા?  સરકારને કરોડોનો આર્થિક ધુમ્બો નહી પડયો હોય તેની શું ખાત્રી? : સુરજબારીમાં ફરજ પરના ખાણવિભાગના અધિકરીએ જીણવટભરી તપાસ કરી તયારે ચલણ-કાચા ચીઠ્ઠાના સમયના ફેરફરામાં શંકા જતા ખરાઈ કરાતા ખુલ્યુ પ્રકરણ, પરંતુ આવી ખરાઈ નહી થઈ હોય અને રોયલ્ટી ભર્યા વિના નીકળેલા વાહનો અને તેમાં થયેલી ચોરીનો આંક કયા પહોચતો હશે?



નોધનીય છે કે, રાજયવ્યાપી ખાણખનિજ વિભાગના અધિકારીઓ-કર્મીની બદલીઓનો ગાણવો તાજેતરમાં જ વછુટયો હતો, કચ્છમાં પણ નવા ફિલ્મ સ્ટાફની નિમણુકો થતા જ આયોજનબદ્ધ કૌભાંડો ખુલ્યા, તે શું સુચવે છે..!



ગાંધીધામ : કચ્છમાં અલભ્ય ખનીજ સંપદાનો મોટો ખજાનો ધરબાયેલો છે. આ ખનીજમાથી સરકારને જે રોયલ્ટીની આવક થવી જોઈએ તેનાથી અનેકઘણી ખનીજચોરી કરવામા આવી રહી છે અને તે વાતની સાક્ષી પુરતી ઘટનાઓ પણ અહી સામે આવવા પામતી જ રહેતી હોય છે. દરમ્યાન જ તાજેતરમાં જ સુરજબારી પાસે બોગસ રોયલ્ટી પાસથી ખનીજ પરીવહન, રોયલ્ટી ચોરીનો ખુલાસો થવા પામ્યો છે ત્યારે જાણકારો કહે છે કે આ ગેરીરીતે વ્યાપક, જિલ્લાવ્યાપી વકરેલી હોવાની આશંકાઓ નકારી શકાય નહી. આ વાત એટલા માટે અહી ચર્ચાવવા પામી રહી છે કે તાજેતરમાં જ જિલ્લાના પ્રવેશદ્વર સમાન સુરજબારી નજીક ખાણ ખનિજની ચેકપોસ્ટ ખાતે ખોટું બનાવટી ડીલવરી ચલણ રજુ કરી, વાહનમા રપ મેટ્રીક ટન ચાઈનાકલે ભરીને તેનુ વહન કરાતા સ્ટેાકધારક સહિત ચાર શખ્સ વિરૂદ્ધ પોલીસ મથકે ફરીયાદ નોધાવા પામી હોવાથી તે ઘટનાક્રમ પરથી આશંકાઓ સેવાઈ રહી છે. પહેલા જે બનાવ બન્યો તેની સંક્ષિપ્તમાં વાત કરીએ તો  સુરજબારી ચેકપોસ્ટ પર ખનીજવિભાગના કર્મીઓ ફરજ પર તેનાત હતા તે સમયે મોડી રાતે સામખીયાળી તરફથી એક ડમ્પર આવ્યુ જેના ચાલકે ડીલીવરી પાસ બતાવ્યો હતો. જે પાસ ભુજ ખાણખનીજ વિભાગ દ્વારા નડાપાની કેાઈ પાર્ટીને આપ્યો હોવાનુ બહાર આવ્યુ હતુ. આ પાસ ઈસ્યુ થયાનો સમય-તારીખની ચકાસણી કરતા અને વજનકાંટાવાળાની તારીખની ચકાસણી ફરજ પરના અધીકારીઓ ક્રોસ કરતા રોયલ્ટી ચોરીનો બોગસ ડમી કાર્ડથી કૌભંડ આચરવાનો ભાંડાફોડ થવા પામી ગયો હતો. અહી સીધુ જ ફલિત થાય છે કે સરકારી રોયલ્ટી ભરવી ન પડે તે માટે  ખોટુ અને બનાવટી ચલણ અહી બનાવવામા અવ્યુ હતુ અને વાહનમાં ભાલ ભરી તેનુ વહન કરતા તેઓ સામે કેસ દાખલ કરવામા આવ્યો છે. 
હવે આ ઘટનાક્રમને સમજતા અને જોતા તો એમ જ લાગે છે કે, આ પ્રકારની પ્રેકટીશ માત્ર આ એક કેસ પુરતી જ નહી ચાલતી હોય. ઓવરલોડ પરીવહન કરવાનુ તો આ બધાય બેફામ પણે ચલાવી જ રહ્યા છે પરંતુ રોયલ્ટી પાસમાં પણ ડમી ઉભા કરી અને ખનીજનુ વહન બેફામ પણે કરતા જ હશે તે પણ આ ઘટનાક્રમ બહાર આવ્યા બાદ કહી જ શકાય તેમ છે. ભુજથી સુરજબારી સુધી બોગસ ડમી રોયલ્ટી પાસના નેટવર્કનો અહી તૈનાત એક અધિકારીએ સરકાર હિતમા વધારે રસ લઈ અને જીણવટભરી કાર્યવાહી કરી તો રપ મેટ્રીક ટન ચાઈનાકલે જેની કીમંત સવા બે લાખ જેટલી અંદાજે થવા પામી જાય તે જડપાી ગયુ છે, હવે વિચરા કરો કે, આ એક જ વાહનમાં આટલો જથ્થો ચોરાઉ અને રોયલ્ટી ભર્યા વીનાનો જ સરકતો હતો, તો કચ્છમાંથી આવા રોજના કેટલાક ખનીજના ડમ્પરો નીકળી રહ્યા છે? તેમાથી કેટલા સાચા પાસવાળા અને કેટલા આવા ડમીવાળા? અને આવા ડમીવાળા આ પહેલા પણ અહીથી નીકળી નહી ગયા હોય તેની શું ખાત્રી? કેટલો મોટેા રોયલ્ટીની આવકનો સરકારને અહી આર્થીક ધુમ્બો પડી રહ્યો છે? કેમ આ અંગે વિચાર કરવામા નથી આવતો? આ પહેલા વાગડના ફતેહગઢમાં આખે આખે રોયલ્ટી પાસ આપતી બોગસ કચેરી જ ઝડપાવવા પામી ગઈ હતી અને તે પછી તો ઘણી વિગતો બહાર પણ આવી હતી. 
જાણકારો કહી રહ્યા છે કે, ડમી અને બોગસ રોયલ્ટી પાસનાઆવા કૌભાંડો વાગડથી માંડી અને લખપત સુધી એક યા બીજીરીતે ધમધમી જ રહ્યા છે, જરૂર છે તો અધિકારીઓએ સચોટ તપાસ તવાઈ બોલાવવાની. નોધનીય છે કે, તાજેતરમાં જ રાજયવ્યાપી રીતે ખાણખનિજ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓની બદલીઓ દુર-સદુરમા કરવામાં આવી ગઈ છે. અને અહી નવા ફિલ્ડ સ્ટાફના આવતા જ આવા કૌભાંડનો ખુલાસો થયો છે તે શું સુચવી જાય છે?




..................



કચ્છ બોર્ડર રેન્જ આઈજીશ્રી કરાવે જાત તપાસ



કયા ખાખીધારીઓની મીલીભગતથી આટઆટલી મોટી ખનીજચોરીઓ ધમધમી રહી છે?



ગાંધીધામ : કચ્છ બોર્ડર રેન્જ આઈજીશ્રી ચિરાગ કોરડીયા તટસ્થ અને કડક અધિકારીની છબી ધરાવી રહ્યા છે. કચ્છમાં લખપત-અબડાસા વિસ્તારમાં ખનીજચોરો માથુ ઉચકી ચુકયા છે. અબડાસામાં ખીરસરા વિસ્તારમાં ફરીથી ખનીજચોરી ધમધમી રહી છે. ચર્ચા થવા પામી રહી છે કે, ખનીજચોરી કરવી હોય તો એ કોઈ બે-ચાર મીનીટનુ કામ નથી હોતુ, તેના માટે મોટો લાવલશ્કર જોઈએ, હવે મશીનો, માણસો અહી આટલી મોટી માત્રામાં ખનીજચોરીને અંજામ આપતા હોય અને પોલીસતંત્ર અજાણ રહી જાય તેવુ બને ખરૂ? ખીરસરા વિસ્તારમાં કયા ખાખીધારીઓની રહેમનજર હેઠળ આટઆટલી મોટી ખનીજચોરી બેફામ પણે થવા પામી રહી છે. તે મામલે ખુદ આઈજીશ્રી તપાસ કરાવે તેવી લોકભાંગ પણ પ્રબળતાથી ઉઠી રહી છે. 



...................


ખનીજચોરો કેવા માફીયા બની ગયા છે? જુઓ તો ખરા..! : ખીરસરા પટ્ટામાં પુનઃ ખનીજમાફીયાઓમાં સળવળાટ..!


પહેલા પ્રાંત કક્ષાના અધિકારીના સપાટામાં જે મશીનો પકડાઈ ચૂકયા છે તે ફરી-ફરીને ખીરસરા પટ્ટામાં પણ ખનીજચોરીમાં પકડાઈ ગયા હોવા ઉપરાંત પણ લેન-દેન-વ્યહવાર વહીવટ કરી અને બધુ જ સમુસુથરૂ પાર પાડી હવે અબડાસા છોડી અન્યત્ર એ જ મશીનોને ખનીજ ઉત્ખનનના કામે લગાડી દીધા હેાવાની ચર્ચા : આ ખનીજમાફીયાઓની સામે જે અધિકારી કાર્યવાહી કરે છે તેના ઘરે મધરાતે પહોંચી જઈ ધમકાવવાનું પણ તેઓ બાકી રાખતા નથી..?


ખાણખનિજ ફલાઈંગ સ્કવોર્ડના મદદનીશ નિયામક શ્રી મેહુલ શાહે જ ત્રાટકવું પડશે, પશ્ચીમ કચ્છ ખાણખનિજ વિભાગથી આવા માથાભરી બની ગયેલા ખનીજ માફીયાઓને અંકુશમાં નહી રાખી શકે..!




ગાંધીધામ : કચ્છમાં ખાણખનિજ ફલાઈંગ સ્કવોર્ડમાં મદદનીશ નિયામક તરીકે સેવારત રહેલા મેહુલ શાહ અને તેમની ટીમ દ્વારા કઈક અલગ અલગ ખનીજચોરીના ચમરબંધીઓને સાણસામં લઈ દેખાડયા છે. તેમનો તાજો જ કીસ્સો ગાંધીનગરથી કોઈ નેતાના જોરે મંજુરી લેવાનુ કહી અને ખીરસરા પટ્ટામાં રોજના ૧૦૦થી વધુ ડમ્પરો કાઢી કરોડોની ખનીજચોરી જે  ટોળકી ચલાવતી હતી, તેની હવા શ્રી શાહે જ હિમંતભરી કામગીરી રાત્રીના બાર વાગ્યે દરોાડોડ પાી અને કાઢી નાખી હતી. જાણકારો કહી રહયા છે કે, ખીરસરા પટ્ટામાં જે વખતે આ રેઈડ પડી ત્યારે ફાટીને ફુલેકે ગયેલા આવા ખનીજચોરોમાં ફફડાટ જ વ્યાપી જવા પામ્યો હતો પરંતુ હવે ફરીથી આ વિસ્તારમાં ખનીજચોર એના એ જ માફીયાઓમાં સળવળાટ ઉભો થતો હોવાનુ મનાય છે. એટલે કે ખનીજચોરીને ફરીથી અંજામ આપવા, મશીનો લગાડવાની વેતરણો ચાલુ થવા પામી ગઈ છે. કહી શકાય કે ફરીથી અહી ખનીજચોરો કરોડોની રોયલ્ટીચોરીને અંજામ આપી રહ્યા છે. જો આ વાત સાચી જ હોય, તો ફલાઈંગ સ્કવોર્ડના શ્રી શાહે જ અહી વોચ રાખી અને ફરીથી એવી જ ધાક બેસાડતી કાર્યવાહી કરવી પડશે કારણ કે પશ્ચીમ કચ્છ ખાણખનિજ અધિકારી અને તેમની ટીમ આવા માથાભારે ચમરબંધીઓને ડામે તે આશાઓ તો કદાચ વધુ પડતી જ બની રહેશે.

Comments

COMMENT / REPLY FROM