Trending News
સ્થાનિક સમાચાર

બાંધકામ કામગીરીમાં રોકાયેલા શ્રમયોગીઓ પાસેથી બપોરના ૧ થી ૪ દરમ્યાન કામ કરાવી શકાશે નહીં

16 April


ભુજ : મકાન અને અન્ય બાંધકામની કામગીરીમાં રોકાયેલ બાંધકામ શ્રમયોગીઓને પ્રવર્તમાન ઉનાળાની સીઝનમાં અવારનવાર પડતી અતિશય ગરમીના કારણોસર લૂ લાગવી કે અન્ય સ્વાસ્થ્ય સંબંધિત જોખમો સામે રક્ષા મળે તે હેતુથી બપોરે ૧ થી ૪ કલાક દરમિયાન ખુલ્લી જગ્યાએ કે જ્યાં સૂર્યના તાપની સીધી અસર પડે તેવી જગ્યાએ તમામ બાંધકામ પ્રવૃતિ કરનાર બિલ્ડર્સ, એમ્પ્લોયર્સ, કોન્ટ્રાક્ટર્સ વિગેરેને બાંધકામ શ્રમયોગીને આગામી એપ્રિલથી જુન સુધી ઉક્ત સમયગાળા પૂરતો આરામ માટેનો સમય ખાસ કિસ્સામાં ફાળવવા સુચના આપવામાં આવી છે તથા તે રીતે ફાળવેલ વિશ્રામનાં સમયને ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી નિયમો-૨૦૦૩નાં નિયમ-૫૦(૨) મુજબ વિશ્રામનો સમય ગણવાનો રહેશે તેમજ નિયમ-૫૦(૩) મુજબ આ રીતે આપવામાં આવનાર વિશ્રામના સમયગાળા સહિતનો કુલ સ્પ્રેડ ઓવર સમય દિવસમાં બાર કલાક કરતાં વધે નહી તેનું ધ્યાન રાખવા આથી સૂચના આપવામાં આવી છે. 
-----

Comments

COMMENT / REPLY FROM